Abtak Media Google News

ગૂ‚પૂજન અને ગૂ‚વંદન માટે ભાવીકો ધાર્મિક સ્થળોએ ઉમટયા: ઠેર ઠેર અનેક વિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી

રાજકોટ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં રવિવારે આસ્થાભેર ગૂ‚પૂર્ણિમાના પાવન અવસરની ઉજવણી કરવામાં આવી હતી વિરપૂર, સતાધાર, પરબધામ, સહિતના ધાર્મિક સ્થળોએ ગૂ‚પૂજન તથા ગુ‚વંદન માટે ભાવીકો ઉમટયા હતા.

હડીયાણા

હડિયાણા ખાતે આજરોજ શ્રી જાગનાથ મહાદેવ મંદિરનાં મહંત પ.પૂ. રામલખનદાસજી બાપૂ છેલ્લા પચ્ચાસ વર્ષથી મંદિરની સેવા પૂજાઅર્ચના કરી રહ્યા છે. ત્યારે આજરોજ ગૂ‚પૂર્ણિમાના પાવન પર્વમાં ગામના રહીશ રાજેન્દ્રસિંહ રામસંગભાઈ વાઢેર પરિવાર દ્વારા મહંતનું પૂજન વિધિ કરવામાં આવેલ અને દર વર્ષે ગૂ‚પૂર્ણિમાના દિવસે મંદિરે સવારથી જ ભકતજનો મહાદેવ મંદિરે દર્શનાર્થે ઉમટી પડે છે. અને મહંતના પણ દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અને મહંત દ્વારા ગામમાં લગભગ ૧૫ જેટલી કથાઓ કરાવવામાં આવેલ છે અને હવે મહંતની આજરોજ ૧૦૦ જેટલા વર્ષ થયા છે. પણ હજુ પણ સેવા પૂજા ચાલુ છે. અને આસપાસના ગામના લોકો પણ મહંતને વધુને વધુ પૂજન વિધિ કરવા આવે છે.

દ્વારકા

શારદાપીઠ ગૂ‚પૂર્ણિમાના પાવન અવસરે ગૂ‚વ્યાસ પૂજન સાથે ચાતુર્માસ વ્રત પ્રારંભ કરાયો હતો પૂ. જગદગૂ‚ શંકરાચાર્યજી મહારાજની સાથે સ્વામી સદાનંદ સરસ્વતીજી, સ્વામી અમૃતાનંદ સરસ્વતીજી, સ્વામી ગોવિંદાનંદ સરસ્વતીજી અને સ્વામી ગોપાલાનંદ સરસ્વતીજીએ ચાતુર્માસનો સંકલ્પ લીધો હતો. ગૂ‚વ્યાસ પૂજન પહેલા પૂજયપાદ મહારાજના આર્શીવાદથી ભગવાન દ્વારકાધીશજીના ધ્વજાજીનું પૂજન બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ અને અંબાબેન બાબુભાઈ દેસાઈના યજમાન પદે સંપન્ન થયું હતુ પૂ. મહારાજનું પાદુકાપૂજન સમસ્ત ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ ૫૦૫ સમસ્તના પ્રતિનિધિ દ્વારા સંપન્ન થયુંં હતુ ત્યાર પછી ભારતનાં ખૂણેખૂણેથી પધારેલા ભકતો એ જગદ્ગૂ‚ શંકરાચાર્યજી મહારાજના પાદુકાપૂજન કરી આર્શીવાદ મેળવ્યા હતા.

સાવરકુંડલા

25 1સાવરકુંડલા થી ૬ કી.મી દુર આવેલા હાથસણી રોડ ખાતે આવેલા માનવ મંદિર આશ્રમ(પાગલ આશ્રમ) કે જ્યા નિ:સ્વાર્થભાવે  મંદબુધ્ધિ મહીલાઓની અને સમાજે તરછોડી લીધેલ મહીલાઓની પ.પૂ ભક્તિરામ બાપુની નિશ્રામાં  સેવા ચાકરી કરવામાં આવેછે અને માનવ મંદિર(પાગલ આશ્રમથી) અનેક મંદબુધ્ધિની મહીલાઓ મંદબુધ્ધિમાથી બહાર નીકળીને પોતાના નવજીવન ની શરૂઆત કરી છે અને પોતાના પરીવારોથી છુટા પડી ગયેલાને પોતાના પરીવાર સાથે મીલન કરાવ્યા છે હાલમાં ત્યા ૩૪ જેટલી મંદબુધ્ધિની( પાગલ મહીલાઓ) સારવાર લઇ રહયાં છે અહીંયા મંદબુધ્ધિની મહીલાઓ સમયસર વેલ્લા ૬:૩૦ કલાકે ઉઠીને ચા,નાસ્તો કરીને પોતાની રીતે  વિશાળ જગ્યા માનવ મંદિરમાં વોકીંગ કરેછે  પછી ટાઇમસર જમવાનું આપીને , દવા આપીને પોતનાના રૂમમાં મુકીદેવા આવેછે સાંજે ૪:૩૦ કલાકે બધાને બહાર કાઢીને ફરીપાછો  ચા,નાસ્તો  કરીને પોતાની રીતે વોકીંગ કરેછે  ત્યાર બાદ સાંજે એકજ લાઇનમાં બધા આરતી સમયે મંદબુધ્ધિની (પાગલ મહીલાઓ) એક સાથે એકઠા પ્રાર્થના કરે છે.

થઈ ને પાગલએ પરમાત્માનું સ્વરૂપ છે દવા,દુવા, અને કુદરતી હવાના પ્રભાવ થી માનસીક દરીદ્વતા દુર કરવાનો પ.પૂ ભક્તિરામ બાપુ દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે. મંદિર ખાતે આ પાચમી ગુરૂપુનમની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં તા.૮/૭/૨૦૧૭  સાંજે ૬:૩૦ કલાકે  પ્રસાદ,રાત્રે ૮ કલાકે સંતવાણી, તેમજ અષાઢ સુદ્ધાં ૧૫ (પૂનમ)તા.૯/૭/૨૦૧૭ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા ગુરૂપૂજન સવારે ૮:૩૦ કલાકે ,સવારે ૯:૩૦ કલાકે મારૂતિ યજ્ઞ સહીતનુ આયોજન કરવામાં આવ્યુ છે.

માણાવદર

માણાવદરવાસીઑએ જેમને ખરા હદયથી પોતાના હદયસાને બેસાડયા છે એવા બ્રાહ્મલીન૧૦૮ શ્રી રધુવીરદાસબાપુ ની આરસની પ્રતિમાનું લોકો દ્વારા પૂજન કરવામાં આવ્યું હતુ.આખા ગુજરાતમાં માણાવદર નું ત્રંબકેશ્ર્વર મહાદેવ મંદિર એવુ છે. કે જ્યાં બે બે પોઠીયા સાથે શિવજીની પૂજા થાય છે. આ મંદિરની સ્થાપના રધુવીરદાસબાપુ એ કરેલ છે. માણાવદર ના ખખાવી રોડ ઉપર આવેલ સંતશ્રી નેહલગીરીબાપુ આશ્રમે પણ ગુરૂપૂિર્ણમા ની ઉજવણી કરવામાં આવી હતી. આજે વહેલી સવારથી જ નેહલગીરીબાપુેના આશ્રમે ભકતોની ભીડ જામી હતી ગુરૂપૂજન કરવા માટે. જેમાં સવારે પાંચ કલાકે ગુરૂપૂજન. બપોરે મહા પ્રસાદી અને રાત્રે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

ધોરાજી

ધોરાજીમાં ગુ‚પૂર્ણિમા નિમિતે ધાર્મિક સ્થળો માં ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં ઉમટી પડી હતી અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ધોરાજીમા ગુ‚પૂર્ણિમાના દિવસે ભક્તોની ભારે ભીડ સ્વામી નારાયણ મંદિર તથા તમામ ધાર્મિક સ્થળોએ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શીક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ટ છે. આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે.જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે.ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે ગુરુ શબ્દમાં જ ગુરુનો મહિમા સમાયેલ છે. ગુરુ એક જીવન શિલ્પી મહાપુરુષ છે.જેમની અંદર પ્રકાશની શોધ પેદા થઇ છે , જેમને જીવન મૃત્યુથી ઘેરાયેલું લાગે છે, જે અમૃતની શોધમાં નીકળ્યો છે અને જેમનામાં જિંદગીનું સત્ય જાણવાની અભિલાષા પ્રગટી છે એવા  લોકો જ સાચા ગુરુને શોધી શકે છે.પરમાત્માને શોધવા માટે કોઈ કૈલાસ ,કાશી કે કાબામાં જવાની જરૂર નથી.પરમાત્મા ત્યાં છે જ્યાં સદગુરૂનો વાસ છે.ગુરુ મોક્ષનો સાચો રાહ બતાવનાર ભોમિયો છે ગુરુ પોતાના આચરણ દ્વારા શિષ્યની જિંદગીનું ઘડતર કરે છે. ગુરુને આચાર્ય પણ કહેવામાં આવે છે. આચાર્ય દેવો ભવ ગુરુનું મહાત્મ્ય આપણા પુરાણોએ પણ ખુબ વર્ણવ્યું છે.હિન્દુ ધર્મમાં ગુરુને ભગવાનનો દરજ્જો આપવામાં આવ્યો છે ધોરાજી માં  પણ દરેક ધાર્મિક સ્થળો એ ગુરુપુરણીમાં નિમિતે ગુરુ ઓના આર્શીવાદ અને પૂજા અર્ચના કરીને ગુ‚પૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી ધોરાજીના હવેલી તથા સ્વામી નારાયણ મંદિર તથા તમામ ધાર્મિક સ્થળો લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.

ટંકારા

ટંકારાના પ્રખ્યાત અને ગામનુ તોરણ જયા બંધાયું હતું તે શ્રી પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ગુરૂશ્રી રામદાસબાપુના સાનિધ્યમાં ગુરૂ પૂર્ણિમા ઉજવણી કરવામાં આવી હતી જ્યાં સવારે આરતી બાદ આજુ બાજુ ના હજારો ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને બાપુને વંદન કરી કંઠિધારણ કરી હતી અને ગુરુ પૂર્ણિમા ઉજવણી કરી હતી બપોરે મહાપ્રસાદનુ આયોજન કર્યું હતું. આ ઉપરાંત પ્રભુ ચરણ મંદિર ખાતે લજાઈ જોગ આશ્રમ સહીત તમામ મંદિરો મા સવારથીજ ગુરૂવંદન કરવા ભક્તો પહોચ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.