Abtak Media Google News

દેવભૂમિ દ્વારકાની ૬૧૨૭ બોટો બંધ કરી વતન ભણી રવાના.

ઓખા મંડળનો દરીયા કિનારો દેશનો સવથી સમૃઘ્ધ માચ્છીમારી ઉઘોગ માટે સ્વર્ગસમાન કીનારો ગણવામાં આવે છે. દર વર્ષે ૧પ ઓગષ્ટ થી જુન ૧પ સુધી દશ માસ માટે આ કિનારો માચ્છીમારી ઉઘોગથી ધમ ધમતો રહે છે. આ વર્ષે દેશના દરેક રાજયોમાંથી રેકડ બેંક બોટો અહી આવી હતી. જેમા ઓખા-૩૨૪૪, ભરાણા-૫૦, વાડીનાર-૩૪, રુપેણ-૧૨૭૦, હર્ષદ-૩૧૪, ભોગાત-૧૨૯, સલાયા-૬૮૩, આંબલા-૫૪, બેટ બાલાપર-૨૪૮, આમ કુલ આ જીલ્લાના દરીયા કિનારે ૬૧૨૭ બોટો કાર્યરત રહી હતી.

અને આ કાંઠા પર ૩પ હજાર ખલાસીઓ પ૦૦ દગાના પાંચ હજાર માચ્છીમારો વેપારીઓ અને દશ હજાર જેટલા નાના મોટા વેપારીઓ સાથે પાંચ હજાર નાના વહાનો ડ્રાઇવર કીલીન્ડરો આ માચ્છીમારી વેપાર ઉઘોગ થકી હજારો પરિવારો રોજીરોટી મેળવી રહ્યા છે. પરંતુ હમણા છેલ્લા થોડા વર્ષથી સરકારની સાગર ખેડુતો પ્રત્યેની ઉદાસીન કામગીરી અને પાકિસ્તાનથી ચાચીયાઓની પકડા પકડી તથા ઇન્ડીયન સુરક્ષા એઝનસીઓની બોટો ટીટેન કરવાની કામગીરીથી  ત્રસ્ત થયેલા માચ્છીમારો મુશ્કેલીમાં મુકાયા છે.

અને વિદેશી ટોલરો તથા લાઇન ફીસીંગથી દરીયામાં રહેલ જીવસૃષ્ટીનો સત્ય નાશ થતા માચ્છમારી ઉઘોગને મોટો નુકશાની થયેલ હોય જેથી આ વષે ૧૫ જુન ના પુર્ણ થતી આ સીઝન પહેલી મે ના દોઢ માસ વહેલી પૂર્ણ થઇ ગઇ છે અને આ તમામ બોટોને કાંઠે ચડાવવામાં આવી રહી છે. અને બાકી રહેલ બોટો હંકાર કઠાવી પોતાના વતનમાં ચલી ગઇ આજે સરકારશ્રી દ્વારા માચ્છીમારી કરવાની છુટ હોવા છતાં કોઇ માચ્છીમાર ફીસીંગમાં જતો નથી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.