Abtak Media Google News

આઇશ્રી સોનલમા કેરીયર ડેવલોપમેન્ટ એકેડમી દ્વારા ચારણ સમાજના યુવક-યુવતિઓ માટે સરકારી ભરતીની પરીક્ષા તૈયારી કરવા માટેના ખાસ સેમિનારનું આયોજન

તાજેતરમાં જાહેર થયેલ જી.પી. એસ.સી. પરિણામમાં ચારણ (ગઢવી) સમાજનજા કુ. ‚તુબેન અમરસિંહભા રાબા ડી.વાય.એસ.પી.માં પાસ થઇ સમાજના પ્રથમ મહિલા ડી.વાય.એસ.પી. બની સમાજનું ગૌરવ વધાર્યુ છે. સમસ્ત ચારણ સમાજ રાજકોટ દ્વારા ‚તુબેન રાબાને સન્માનીત કરવામાં આવશે. જેની માહીતી આપવા ચારણ સમાજના અગ્રણીઓએ ‘અબતક’મીડીયા હાઉસની મુલાકાત લીધી હતી.

Advertisement

આગામી તા.૧ર એપ્રિલ ગુરુવારના રોજ બપોરે ૨.૩૦ કલાકે પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ, રૈયા રોડ રાજકોટ ખાતે સમસ્ત રાજકોટ ચારણ (ગઢવી) સમાજ દ્વારા કુ. ‚તુબેન રાબાનું રાજકોટ ખાતેના ચારણ (ગઢવી) સમજના વિવિધ મંડળો દ્વારા તથા ટ્રસ્ટો દ્વારા ભવ્યાતિ ભવ્ય સન્માન સમારોહ આઇશ્રી કંકુ કેશરમાના પાવન સાનિઘ્યમાં યોજવામાં આવશે. સાથો સાથ સોનલમાં કેરીઅર ડેવલોપમેન્ટ એકેડમી રાજકોટ દ્વારા ચારણ (ગઢવી) સમાજના યુવાનો-યુવતિઓ માટે આવનારી સરકારી ભરતીની પરીક્ષાની તૈયારી કરવા તેમજ સ્પર્ધાત્મક પરીક્ષા તથા વધુ અભ્યાસ અર્થે વિદેશ જવા અંગેનો પણ ફી સેમીનાર રાખવામાં આવ્યો છે. આ સેમીનારમાં વકતા તરીકે દિલીપભાઇ ગઢવી (આઇ.એ.એસ) (મેનેજીંગ ડાયરેકટર) દ્વારા સમાજના યુવાનોને વધુ અભ્યાસ અર્થે વિદેશ જવા અંગેની મળતી સરકારી સહાય અંગે માહીતી આપવામાં આવશે. તથા (બંધારણ કાયદાના નિષ્ણાંત) મનીષભાઇ ગઢવી, (આઇ.ટી.ઓફીસર) સત્યેનભાઇ ગઢવી, શૈલેષભાઇ લાંબા, જીતેનભાઇ ઉઘાસ, યુવક-યુવતિઓને માહીતી પાઠવશે.

આયોજન સમીતી વતી ચારણ સમાજને કાર્યક્રમમાં પધારવા નિમંત્રણ પાઠવ્યું છે.

આ કાર્યને સફળ બનાવવા આણંદભા પાલિયા, હરિશભાઇ આલગવા, મુન્નાભાઇ અમોતીયા, ભગવતભા સોયા, નિર્મળદાન ખળેલ, રાજેશભા બાવડા, રાજવિરભા ગોખરુ, ભરતભાઇ પાલિયા, કનુભાઇ વિકલ, અમિતભા પાલિયા, શાંતિભા ગઢવી વ્યવસ્થા સંભાળી રહ્યાં છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.