Abtak Media Google News

14મી નવેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકશે:17મીએ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે

ગુજરાત વિધાનસભાની 89 બેઠકો માટે આગામી 1  ડિસેમ્બર યોજાનારા મતદાન માટે આટે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ જવા પામી છે. જો કે માન્ય રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામોની ઘોષણા કર્યા બાદ જ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર ચૂંટણીનો ગરમાવો જોવા મળશે.14 ડિસેમ્બર નવેમ્બર સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે.સતત નવેમ્બરે પ્રથમ તબક્કાના મતદાનનું ફાઇનલ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.

ગુજરાત રાજ્યની વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ તા. 1 ડિસેમ્બર તથા 5 ડિસેમ્બરે  એમ બે તબક્કામાં યોજાનાર છે.  “પ્રથમ તબક્કામાં 89 વિધાનસભા મતવિભાગોમાં ચૂંટણી થશે. જેનું જાહેરનામું આજે  પ્રસિદ્ધ થયું છે.. જ્યારે બીજા તબક્કામાં 93 વિધાનસભા મતવિભાગોની ચૂંટણી થશે. જેનું જાહેરનામું તા. 10મીએ  બહાર પડશે.ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ 14 નવેમ્બર છે. જ્યારે બીજા તબક્કા માટે ઉમેદવારી પત્રો રજૂ કરવાની છેલ્લી તારીખ 17 નવેમ્બરછે.

પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આવેલા ઉમેદવારી પત્રોની ચકાસણી તા. 15 નવેમ્બરે  બીજા તબક્કાની ચૂંટણી માટે આવેલા ઉમેદવારી પત્રોની ચકાસણી તારીખ 18 મી નવેમ્બરના રોજ થશે.

પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર  જ્યારે બીજા તબક્કા માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ 21 નવેમ્બર નિયત કરાય  છે.પ્રથમ તબક્કાની 89 બેઠકો માટેની ચૂંટણીનું મતદાન  1  ડિસેમ્બરના રોજ થશે. જ્યારે બીજા તબક્કાની 93 બેઠકોની ચૂંટણીનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે.  પ્રથમ તેમજ બીજા તબક્કામાં થયેલા મતદાનની ગણતરી એકસાથે  8 ડિસેમ્બરના રોજ થશે.બંને તબક્કાની ચૂંટણી 10મી ડિસેમ્બરના રોજ પૂર્ણ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.