Abtak Media Google News
  • સવારે ઉપલેટામાં 1.6નો અને બપોર બાદ રાજકોટથી 17 કિમી દૂર 2.1, 2.3 અને 1.8નો આંચકો અનુભવાયો: કેન્દ્રબિદું સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું

રાજકોટ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આજે પાંચ ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. સવારે ઉપલેટા અને બપોરબાદ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં શાપરવેરાવળ માં બે આંચકા અનુભવાયા હતા. શાપર-વેરાવળ ઇન્ડ્રસ્ટીઝ એરિયામાં ભૂકંપના ઉપરાઉપરી પાંચ આંચકા આવતા કારખાનેદારોમાં દહેશતનો માહોલ ફેલાયો છે. અને તમામ લોકો ઘર-કારખાનાની બહાર નીકળી ગયા હતા.તો શું શાપરમાં મોટો ભૂકંપ આવી રહ્યો છે?

Advertisement

સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ આજે સવારે 10:07 કલાકે રાજકોટના ઉપલેટાથી 38 કિમી દૂર 1.6ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિદું વેસ્ટ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું. જેની ઉંડાઇ જમીનથી 10 કિમીની હતી. ત્યારબાદ બપોરે 12:50 કલાકે રાજકોટથી 17 કિમી દૂર 2.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિદું સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. જેની ઉંડાઇ જમીનથી 5.9 કીમીની હતી. ત્યારબાદ બપોરે 1:17 કલાકે રાજકોટથી 16 કિમી દૂર 2.3ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. જેની ઊંડાઈ જમીનથી 8.5 કિમીની હતી. ત્યારબાદ બપોરે 1.39 કલાકે રાજકોટથી 17 કિમી દૂર 1.8ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિદું સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. જેની ઊંડાઈ જમીનથી 8.1 કિમીની હતી.જો કે રાજકોટમાં આવેલા બે આંચકાની તીવ્રતા બેથી ઉપરની હોય લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. જો કે હાલ કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

એકબાજુ અસહ્ય ગરમી બીજીબાજુ ભૂકંપની દહેશતથી લોકોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે. જો કે વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ આંચકા સામાન્ય હોય લોકોએ ગભરાવાની જરૂર નથી.

ઉલ્લેખનીય છે કે, હાલ એપ્રિલ માસમાં ગુજરાતમાં 25થી વધુ ભૂકંપના આંચકા અનુભવાયા છે.રાજકોટમાં એપ્રિલ માસમાં પ્રથમવાર એકસાથે બે ભૂકંપના આંચકા  અનુભવાયા છે.

સેફટીને પગલે શાપર-વેરાવળ ઇન્ડ્રસ્ટીઝના કર્મચારીઓને રજા અપાઈ રહી છે

શાપર-વેરાવળમાં માત્ર દોઢ કલાકમાં જ ભૂકંપના પાંચ આંચકા આવતા કારખાનેદારોમા ભારે દહેશતનો માહોલ ફેલાયો છે. જેને પગલે હાલ તો શાપર-વેરાવળ ઇન્ડ્રસ્ટીઝના કર્મચારીઓ સેફટીને પગલે રજા આપી રહ્યા છે. મળતી માહિતી મુજબ આંચકા મોટા હોય લોકો ઘર-કારખાનાની બહાર નીકળી ગયા હતા. જો કે હાલ કોઈ જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.