Abtak Media Google News

બે ટર્મ ધારાસભ્ય અને તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે રાજકીય સફર સફળ રહી

જીવતા જગતિયું કર્યુ, હનુમાનજી મંદિરની પ્રતિષ્ઠા અને ભાગવત સપ્તાહ કરી 111 દિકરીઓને ક્ધયાદાનનું ઉમદા કાર્ય હંમેશા યાદ રહેશે

નિવાસ્થાનેથી નિકળેલી અંતિમયાત્રામાં રાજકીય, સામાજીક અને ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા

સૌરાષ્ટ્રના પીઢ  ક્ષત્રિય આગેવાન અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય  મહિપતસિંહ જાડેજાએ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં આજે સવારે અંતિમ શ્વાસ લીધો છે. મહિપતસિંહના નિધનથી સમગ્ર રાજ્યના ક્ષત્રિય સમાજમાં શોકનુ મોજું  છવાઈ ગયું છે.  નિવાસ્થાનેથી  નીકળેલી અંતિમ યાત્રામાં રાજકીય,સામાજિક અને ક્ષત્રિય સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.વધુ વિગત મુજબ ગોંડલ તાલુકાના રીબડા ગામે સામાન્ય કુટુંબમાં મહિપતસિંહ જાડેજાનો જન્મ થયો હતો. મહિપતસિંહ જાડેજા ગોંડલ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે અને બે ટર્મ અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

ધારાસભ્ય કાળ દરમિયાન મહિપતસિંહ જાડેજા દ્વારા સૌરાષ્ટ્રના ખેડૂતોના પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.  નાનાને મધ્યમ વર્ગો લોકોના પ્રશ્નોના નિકાલ માટે હંમેશા તત્પર રહેતા હતા. ગુજરાતના ટોચના પીઢ ક્ષત્રિય આગેવાન હતા.  સૌરાષ્ટ્રના રાજકારણનું મોટું નામ હતું. મહિપતસિંહ જાડેજા દ્વારા ક્ષત્રિય સેનાની પણ સ્થાપના કરવામાં આવી છે. મહિપતસિંહ જાડેજા માજી ધારાસભ્યની સાથે ગુજરાતના ટોચના ક્ષત્રિય આગેવાન હતા. તેમના નિધનથી રાજ્યના ક્ષત્રિય સમાજમાં માતમ છવાઈ ગયો છે.

સામાન્ય રીતે કોઇપણ વ્યક્તિના મૃત્યુ પછી દાન કે સેવાકીય કાર્યો કરવામાં આવતા હોય છે,  મહિપતસિંહ જાડેજાએ જીવતાં જ જગતિયું કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગોંડલના પૂર્વ ધારાસભ્ય અને અનિરુદ્ધસિંહના પિતા મહિપતસિંહ જાડેજાએ પોતાના 83મા જન્મ દિવસે પોતાના જીવતા મરસિયા સાંભળવાનું મન બનાવ્યું હતું. આ માટે ગોંડલના રીબડામાં વર્ષ 24મે 2019ના રોજ અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના મહિપતસિંહ જાડેજા માટે લોકસાહિત્યના 12 જેટલા કવિઓએ આ મરસિયા ગાવામાં આવ્યા હતા. તેની સાથે-સાથે મહિપતસિંહે રીબડાની 111 દિકરીઓને ક્ધયાદાન પણ આપવામાં આવ્યું હતું. સાથે સાથે રીબડાના  જરૂરિયાત મંદ લોકોની વ્હારે આવી આર્થિક મદદરૂપ બન્યા હતા.

મહિપતસિંહ જાડેજાએ તેમની અંતિમ ઈચ્છા મુજબ પોતાના જ નિવાસસ્થાન નજીક તાજેતરમાં હનુમાનજીના મંદિર બનાવી અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરી હતી. તેમજ રમેશભાઈ ઓઝા ના વ્યાસ પીઠે ભાગવત સપ્તાહ નું પુત્ર અનિરુદ્ધસિંહ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું મહિપતસિંહ જાડેજા ત્રણ ભાઈઓમાં સૌથી મોટા હતા. મહિપતસિંહ જાડેજા ને સંતાનમાં પાંચ પુત્ર અને એક પુત્રી હતી. મહિપતસિંહ જાડેજા ની તબિયત લથડતા રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જ્યાં સારવાર કારગત ન નિવરતા હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધો હતો. મહિપતસિંહના નિધનથી ક્ષત્રિય સમાજે ગુમાવ્યો છે મહિપતસિંહ ના નિધનથી સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગની વ્યાપી આપી ગઈ છે. મહિપત તેમના નિવાસ્થાનેથી નીકળેલી અંતિમયાત્રામાં ગોંડલ સહિત સૌરાષ્ટ્ર ભરના રાજકીય, સામાજિક અને ક્ષત્રિય સમાજના આગેવાનો જોડાયા હતા. મહિપતસિંહ ના નિધનથી પરિવારમાં શોખની લાગણી આપી ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.