Abtak Media Google News

સાકળા માર્ગ અને ભીડભાડવાળા વિસ્તારમાં પોલીસ વાહનને પહોચતા સમય લાગતો હોવાથી પોલીસના પીસીઆરવાનની જેમ અધતન સુવિધા અને સગવળ સાથેના ૫૦ બાઇક પોલીસને મુખ્ય મંત્રી વિજયભાઇ ‚પાણીના હસ્તે આપવામાં આવ્યા હતા. ગાંધીનગર પોલીસ ભવન ખાતે પોલીસ સ્ટાફને પેટ્રોલિંગ માટે અપાયેલા બાઇકમાં સાયરન, પબ્લીક એડ્રેસ સિસ્ટમ, ફલેશ લાઇટ અને હાઇ કવોલિટી હેલ્મેટ સહિતની સુવિધા આપવામાં આવી છે. માર્ગ અકસ્માત કે વિપદા સમયે પીસીઆર પહોચી ન શકે ત્યાં પોલીસ બાઇક પર પહોચી તાત્કાલિક સારવાર અને સલામતિ માટેનો પ્રબંધ કરવામાં ઉપયોગી બની રહેશે અમદાવાદ અને ગાંધીનગર બાદ ટૂંક સમયમાં રાજકોટ સહિતના શહેરોમાં પણ પોલીસને અધતન સુવિધા સાથેના બાઇક આપવામાં આવશે પોલીસ ભવન ખાતે મુખ્ય મંત્રી વિજયભાઇ ‚પાણી દ્વારા પોલીસને બાઇક આપવામાં આવ્યા ત્યારે અગ્ર સચિવ મનોજકુમાર દાસ અને ગાંધીનગર રેન્જ આઇજી મયંકસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા.

Five-Bikes-With-Advanced-Facilities-Were-Handed-Over-To-The-Police-For-Patrol
five-bikes-with-advanced-facilities-were-handed-over-to-the-police-for-patrol

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.