Abtak Media Google News

જવલનશીલ પર્દાથ બારદાન સળગ્યા ન હોવાનો એફએસએલનો અભિપ્રાય: ગુજકોટના અધિકારીઓની પૂછપરછ

શહેરના જૂના માર્કેટીંગ યાર્ડમાં બારદાનમાં લાગેલી આગ અને બારોબાર સગેવગે કરી નાખવાના કૌભાંડમાં સંડોવાયેલા મગન ઝાલાવડીયાની સાથે બારદાન સગેવગે કરવામાં સંડોવાયેલા વધુ પાંચ શખ્સોની બી-ડીવીઝન પોલીસે ધરપકડ કરી ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા અદાલતે પાંચેય શખ્સોને તારીખ ૩૧ ઓગષ્ટ સુધી રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો છે. જૂના યાર્ડમાં સળગેલા બારદાન અંગે એફએસએલ દ્વારા તપાસ પૂરી કરી બારદાન જવલનશીલ પર્દાથ ન સળગ્યાનો અભિપ્રાય આપ્યો છે. પોલીસે ગુજકોટના અધિકારીઓ અને કર્મચારીઓની પુછપરછ હાથ ધરી કૌભાંડની મૂળ સુધી પહોંચવા કવાયત હાથ ધરી છે.

મગફળી ભરવા માટે કલકત્તાથી બારદાન મંગાવ્યા બાદ જૂના યાર્ડે બારદાનનો અમુક જથ્થો જ સળગાવી બચેલા બારદાનને બારોબાર વેંચી નાખવાના કૌભાંડમાં સંડોવાયેલા મગન ઝાલાવડીયાના ફઈના દિકરા મનસુખ ભીખા ઉર્ફે બાબુ જેઠા લીંબાસીયા, કાનજી દેવજી ઢોલરીયા, નિરજ મનસુખ ગજેરા, પરેશ હંસરાજ શંખારવા અને કાળુ બાબુ ઝાપડા નામના શખ્સોની સંડોવણી બહાર આવતા બી-ડીવીઝન પીઆઈ આર.એસ.ઠાકર સહિતના સ્ટાફે પાંચેય શખ્સોની ધરપકડ કરી પાંચેય શખ્સોની બી-ડીવીઝન પીઆઈ ઠાકર સહિતના સ્ટાફે ૧૪ દિવસના રિમાન્ડની માંગણી સાથે એડિશ્નલ ચિફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ એમ.એસ.સુતરીયાની કોર્ટમાં રજૂ કરતા પાંચેય શખ્સોની તા.૩૧ ઓગષ્ટ સુધી રિમાન્ડ સોંપવા અદાલતે હુકમ કર્યો છે.

મનસુખ લીંબાસીયાએ ગેરકાયદેસર રીતે બારદાનનો જથ્થો પ્નામ એગ્રો ટેકમાં મોકલી જુદા જુદા વેપારીને સસ્તા ભાવે બારદાન આપવાનો પ્રલોભન આપ્યાનું બહાર આવ્યું છે. જયારે કાનજી ઢોલરીયા સૂત્રધાર મગન ઝાલાવડીયાનો નજીકનો સગો તો હોવાનું બારદાનનો જથ્થો ગોંડલ મોકલવાને બદલે સરધાર અને ત્રંબા ખાતે પોતાના ઓળખીતાઓને ત્યાં મોકલી દીધો હોવાનું બહાર આવ્યું છે.

આસ સાલીગ્રાના નિરજ મનસુખ ગજેરા સળગી ગયેલા બારદાન બાદ બચી ગયેલા બારદાન બીજા ગોડાઉનમાં મોકલવાનું રજીસ્ટર કામ સંભાળતા હતો અને તેને ટ્રકની બીલ્ટી બનાવતો હોવા છતાં બારદાનને સગેવગે કરવામાં સંડોવણી ખુલી હતી. મોરબી રોડ પર જકાતનાકા પાસે અર્જૂન પાર્કમાં રહેતા પરેશ હંસરાજ સંખારવા યાર્ડમાં મેનેજર હતો અને તેને બારદાનને લગતી સંપૂર્ણ કામકાજ સંભાળવાનું હોવા છતાં રજિસ્ટરમાં ખોટી એન્ટ્રીઓ કરી મગન ઝાલાવડીયાની મદદગારી કર્યા હોવાનું બહાર આવ્યું છે. જયારે બારદાનની જુદી જુદી મંડળીએ પહોંચાડવાનું કામ કરતા કાળુ બાબુ ઝાપડા, બારદાન સરકારી હોવાનું જાણતા હોવા છતાં બિલ્ટી મુજબની જગ્યાએ ન પહોંચાડી જુદા જુદા વેપારીઓને પહોંચાડી હોવાનું બહાર આવ્યું છે.

જૂના યાર્ડમાં બારદાન સળગવાની ઘટના અંગે પોલીસે એફએસએલની મદદ લીધી હતી. બારદાનનો જથ્ો જવલનશીલ પર્દાી ન સળગ્યો હોવાનો અભિપ્રાય એફએસએલ દ્વારા આપવામાં આવ્યો છે. બી-ડીવીઝન પોલીસે ગુજકોટના અધિકારીઓ અને કર્મચારીઓની પુછપરછ હા ધરી કૌભાંડના મુળ સુધી પહોંચવા કવાયત હા ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.