Abtak Media Google News

કંપનીના બે પૂર્વ કર્મચારીની ધરપકડ: બે અમેરિકા અને એક રાજસ્થાન ભાગી ગયા: એક વર્ષ સુધી રિસર્ચ કરી તૈયાર કરલા બેરિંગ સસ્તા ભાવે ત્રણ વર્ષ સુધી અમેરિકામાં વેચાણ કર્યાનું ખુલ્યું

બેરીંગના સ્પેરપાર્ટની ડિઝાઇનનો લોગો હટાવી પોતાની માલિકી હોય તેમ અન્યને મેલ કરી વિશ્વાસઘાત કર્યો

ખોડલધામના સર્વેસરવા અને પાટીદાર અગ્રણી નરેશભાઇ પટેલની મેટોડા ખાતે આવેલી પી.બી.ડબલ્યુ. બેરીંગ્સ પ્રાઇવેટ લીમીટેડના બે પૂર્વ કર્મચારીએ અન્ય ત્રણ શખ્સોની મદદથી બેરીંગ સ્પેરપાર્ટની ડિઝાઇનનો લોગો હટાવી પતાની માલિકી હોય તે રીતે અન્યને મેઇલ કરી રુા.40 કરોડનું નુકસાન કરી વિશ્ર્વાસઘાત કર્યા અંગેની લોધિકા પોલીસમાં ફરિયાદ નોંધાતા એલસીબી પી.આઇ. વી.વી.ઓડેદરાએ પાંચેય શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.

નરેશભાઇ પટેલના પીએ કૈશિકભાઇ રમેશભાઇ સુરેલાએ સ્વામી નારાયણ મંદિર પાછળ વિહાર વાટીકમાં રહેતા ચિંતન મનહરલાલ પટેલ, સારદા બાગ પાસે રહેતા ભાવેશ અમલાણી, અમીન માર્ગ પર ભરતવન સોસાયટીમાં રહેતા અમિત લક્ષ્મીકાંત લકકડ, શ્રી કોલોનીમાં રહેતા વિવક મનસુખભાઇ કામાણી અને સર્વમ ઇન્ડસ્ટ્રીઝ એલએલપીના ડાયરેકટર નમન અતુલકુમાર જૈન સામે ફરિયાદ નોંધાવી છે.

નરેશભાઇ પટેલની કંપની દ્વારા એક વર્ષ સુધી રિસર્ચ કરી બેરીંગ માટે તૈયાર કરેલી ડિઝાઇનની તેમના પૂર્વ કર્મચારી ચિંતન પટેલ અને ભાવેશ અમલાણીએ સર્વમ ઇન્ડસ્ટ્રીઝને આપી વિશ્ર્વાસઘાત કર્યાની અને તેઓ દ્વારા ત્રણેક વર્ષથી અમેરિકામાં સસ્તા ભાવે વેચતા હોવાનું ધ્યાને આવતા પાંચેય સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા એલસીબી પી.આઇ. વી.વી.ઓડેદરાએ ચિંતન પટેલ અને ભાવેશ અમલાણીની અટકાયત કરી છે. જ્યારે નમન જૈન હાલ રાજસ્થાન છે. અને વિવેક કામાણી તેમજ અમિત લકકડ હાલ અમેરિકા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

રાજકોટમાં નિર્મલા રોડ ઉપર આશિયાના ફ્લેટમાં રહેતા અને પાટીદાર અગ્રણી નરેશભાઈ પટેલના પી.એ. તરીકે નોકરી કરતા કૌશિકભાઈ રમેશભાઈ સુરેલા 9.47એ વિહાર વાટિકા ફ્લેટમાં રહેતા કંપનીના પૂર્વ રી-પિઝન્ટેટીવ ચિંતન મનહરલાલ પટેલ, સંજય એપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશ અમલાણી તથા અન્ય ત્રણ શખસો ભરતવન સોસાયટીના અમિત લક્ષ્મીકાંત લક્કડ, શ્રી કોલોની નક્ષત્ર એપાર્ટમેન્ટના વિવેક મનસુખભાઈ કામાણી અને સર્વ ઈન્ડસ્ટ્રીઝ એલએલપીના ડાયરેક્ટર નમન અતુલકુમાર જૈન સામે કલમ 406, 408, 418, 465, 467, 468, 489, 34 અને 120 બી તથા ધી ઇન્ફ્લેમેશન ટેકનોલોજી એક્ટ 2000ની કલમ 7ર એ તથા કોપીરાઈટ એક્ટ 1957ની ક્લમ 63 મુજબ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યું હતું કે નરેશભાઈની મેટોડામાં પી બી ડબલ્યુ. બેરિંગ્સ પ્રાઈવેટ લીમીટેડ કંપની આવેલી છે જેમાં અગાઉ ચિંતન અને ભાવેશ બંને નોકરી કરતા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી અમે તેને નોકરીમાંથી છુટા કરી દીધા છે ત્રણ માસ અગાઉ એક કર્મચારી છુટા થતા તેણે અમને જણાવ્યું હતું કે ઉપરોક્ત અને કર્મચારીઓ જે કંપની દ્વારા નિર્મિત સ્પેરપાર્ટ્સની ડિઝાઈન, ડ્રોઇંગ અન્ય લોકોને મેઈલ કરીને કંપનીને આર્થિક નુકશાન પહોંચાડતા હતા.

આ અંગે જેથી તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે બંને છુટા કરી દેવાયેલા કર્મચારીઓ ઘણા વર્ષોથી અમારી કંપનીએ તૈયાર કરેલ ડીઝાઇનના દસ્તાવેજ ઉપરથી અમારી કમ્પીનો લોગો દુર કરી અથવા છુપાવી દસ્તાવેજ અમારી કંપનીનો છે તેમ જાણતા હોવા છતાં ઉપરોક્ત ડિઝાઈન વિવેક, નમન અને અમિતને ઈમેઈલ મારફ્ત મોકલી કંપનીને નુકશાન પહોચાડતા હતા જયારે આ ત્રણેય શખસો ડીઝાઇન અમારી જ કંપનીના અમારા અમેરિકાના ગ્રાહકોને વેચી મહેનત વિના તગડો નફો કમાતા હોવાનું જાણવા મળ્યું હતું તપાસ દરમિયાન બંને પૂર્વ કર્મચારીએ નોકરી દરમિયાન અન્ય ત્રણ આરોપીનો સાથ મેળવી અમારી ડીઝાઇન બારોબાર વેચી કોપીરાઈટ ભંગ કરી 40 કરોડનું નુકશાન કર્યું હોવાનું જાણવા મળ્યું છે બનાવ સંદર્ભે લોધીકા પીએસઆઈ પરમાર સહિતના સ્ટાફે આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.