Abtak Media Google News

જાગરણના બદલે ઉજાગરા કરવા આવેલા નબીરાઓએ મહિલાનો પોષાક પહેરી યુવતીઓ સાથે ફરવા નિકળતા પોલીસે જાહેરમાં કાયદાનું ભાન કરાવ્યું

જયા પાર્વતીના જાગરણ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેરના ફરવાના તમામ સ્થળો પર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવા છતાં ત્રણ શખ્સો કિશાનપરા ચોક પાસે યુવતીઓની પજવણી કરતા અને એક શખ્સ નશો કરેલી હાલતમાં મળી આવતા પોલીસે ચારેય શખ્સોની સરા જાહેર આકરી પૂછપરછ કરી હતી તેમજ ઉજાગરા કરવા મહિલાઓના પોષાક પહેરીને યુવતીઓ સાથે નીકળેલા શખસોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું.

જયા પાર્વતીના જાગરણ દરમિયાન આજી ડેમ, કાલાવડ રોડ, રેસકોર્ષ રીંગ રોડ સહિતના ફરવાના સ્થળે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તેમજ આઇ-વે પ્રોઝેકટની મદદથી સમગ્ર શહેરમાં પોલીસ દ્વારા ચાપતી નજર રાખવામાં આવી હોવાથી કોઇ સ્થળે ટ્રાફિક જામ કે કોઇ અનિચ્છની બનાવ બન્યો ન હતો.

કિશાનપરા ચોક પાસે વહેલી સવારે સાડા ચાર વાગે ત્રણેક શખ્સો યુવતીઓની પજવણી કરતા હોવાથી એ ડિવિઝન પોલીસ સ્ટાફે કિશાનપરા ચોક ખાતેથી વૈશાલીનગરના રાહુલ હર્ષદ રાવલ, સોમનાથ પાર્કના મેહુલ જેસીંગ હેરભા, ગોકુલ પાર્કના સંદિપ રસીક રાદડીયા, કિશાનપરા શેરી નંબર ૩ના જયકર રવિન્દ્ર અને ધવલ જયેશ ભટ્ટ નામના શખ્સોની ચેનચાળા કરવાના ગુનામાં ધરપકડ કરી આકરી પૂછપરછ કરી હતી.

જ્યારે અમીન માર્ગ પર સુર્યપાર્કમાં રહેતા જતીન હસમુખ રાઠોડ નામનો શખ્સ નશો કરેલી હાલતમાં એક્ટિવા પર રેસકોર્ષ રીંગ રોડ પર આટાફેરા કરતો હોવાથી પોલીસે નશો કરેલી હાલતમાં ધરપકડ કરી જાહેરમાં નશો ઉતાર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.