Abtak Media Google News

મલેશિયાની  એરલાઇન કંપની એર એશિયા સાવ નજીવી કિંમતે  હવાઇ સફર કરવાની તક આપી રહી છે. કંપનીએ ડિસ્કાઉન્ટ સેલનું એલાન કર્યું હતું  જે અંતર્ગત ઘરેલું ઉડાન માટે બેઝિક ભાડું 99 રૂપિયા આતંરરાષ્ટ્રીય  સફર માટે 444 રૂપિયા ભાડું રહેશે.

Advertisement

જોકે આ ઓફર સીમિત સમય માટે જ છે. અને આ ઓફર હેઠળ બુક કરવામાં આવેલી ટિકીટ મે 2018થી જાન્યુઆરી 2019 સુધી  મુસાફરી કરી શકાશે.  આ ઓફર  રવિવારે રાતથી અમલમાં મૂકવામાં આવી છે. અને વિમાન કંપનીએ જણાવ્યા અનુસાર  ઘરેલું ઉડાનો પર  99 અને આંતરરાષ્ટ્રીય ઉડાનો પર 444 રૂપિયા બેઝિક ફેર ચૂકવીને લોકો હવાઈ મુસાફરીનો આનંદ માણી શકે તે માટે આ ઓફર મૂકવામાં આવી છે.

જે લોકો કોલકાત્તા થી મલિશિયાના જોહર બાહરૂ સુધી મુસાફરી કરવા માંગે છે તેમના માટે ઝીરો ભાડું રાખવામાં આવ્યું છે આ મુસાફરી માટે ફક્ત ટેક્સ ચૂકવવો પડશે.  ઉલ્લેખનીય છે કે એર ટિકીટમાં ભાડાં ઉપરાંત  ફ્યૂસ સરચાર્જ, એરપોર્ટ ફીસ, ટેક્સ અને અન્ય કેટલાક ચાર્જનો સમાવેશ થતો હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.