Abtak Media Google News

નોટબંધી અને જીએસટી બાદ હવે તહેવારોની મોસમમાં જાહેરાતો દ્વારા ગ્રાહકોને આકર્ષવા સજ્જ: ઓફરોની થશે ભરમાર

તહેવારોની મોસમમાં આગામી ત્રણ મહિના ફાસ્ટ મુવિંગ ક્ધઝયુમર ગુડઝ (એફએમસીજી) કંપનીઓ વેચાણ માટે જાહેરાતોનો વરસાદ વરસાવવાની તૈયારીમાં છે. નોટબંધી અને જીએસટીના કારણે ગુમાવેલ તકોની વસુલી તહેવારોની મોસમમાં કરવા માટે આ કંપનીઓ હાલ સજ્જ થઈ રહી છે. દિવાળી સુધીમાં ડેરી, જીવનજ‚રી વસ્તુઓ, બિસ્કીટ, નાસ્તાઓ, જયુસ, ટુથપેસ્ટ, હેર ઓઈલ સહિતના ઉત્પાદકો ગ્રાહકોને આકર્ષવા ખાસ ઓફર બજારમાં મુકશે જેના માટે સપ્ટેમ્બરથી ડિસેમ્બરના ગાળામાં જાહેરાત ખર્ચમાં ૧૫ થી ૨૦ ટકા વધારો થશે તેવો અંદાજ છે.

ગત મહિનાઓમાં જીએસટીના કારણે ગુમાવેલી વેપારની તકો બાદ હવે કંપનીઓ સારા વેપારની આશા કરી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારા વરસાદના કારણે કમાણીની તકોનો લાભ ઉઠાવવામાં આવશે. ત્યારે અમે પણ તહેવારોની મોસમમાં ખરીદીમાં વધારો કરવા શા માટે કંઈ ન કરીએ ? એવું પારલે બિસ્કીટના માર્કેટીંગ હેડ મયંક શાહે જણાવ્યું હતું.

આજ રીતે પેપ્સિકો, મેરીકો અને ડાબર પણ વેપારને ગતિ આપવા તહેવારોની મોસમનો લાભ લેવા માગે છે. જેના માટે જાહેરાતોમાં નાણા ખર્ચી તહેવારો નીમિતે ગ્રાહકોને ખરીદી કરવા પ્રેરવા માગે છે. ઓકટોબરથી ડિસેમ્બરમાં કુલ જાહેર ખબરના ૪૦ ટકા રોકાણ કરવામાં આવે છે. આ વર્ષના પ્રારંભમાં નોટબંધી અને ત્યારબાદ જીએસટી બાદ હવે વેપાર વેગવંતો બનાવવા કંપનીઓએ કમરકસી છે. હેર ઓઈલ, જયુસ, ટુથપેસ્ટ અને સ્કીનકેરના ઉત્પાદન કરતી ડાબર કંપનીના જણાવ્યા મુજબ નવી પ્રોડકટને નવી ઓફર સાથે ફરીથી આ મહિનામાં બજારમાં મુકવામાં આવશે. જેમાં તેની વાટીકા શેમ્પુ બ્રાન્ડ પણ આવી જશે.

ડાબરના ક્ધઝયુમર કેર બિઝનેસના એક્ઝિકયુટીવ ડાયરેકટર કે કે ચુરાની જણાવે છે કે, ગ્રામ્ય ક્ષેત્રમાં સારા વરસાદના કારણે હવે વેપાર ઉચકાશે ત્યારે શહેરોમાં જીએસટીના કારણે મંદ પડેલ વેપારને હવે સારો વેગ મળશે. અમે જાહેરાત માટે તહેવારોની મોસમમાં ઘણો ખર્ચ કરી રહ્યાં છીએ.

એક રિપોર્ટમાં એડલવીસ સિકયુરીટી દ્વારા ગત અઠવાડિયે આગાહી કરવામાં આવી હતી કે જાહેરખબર અને ઉત્પાદનો પ્રમોશન માટે આગામી છ મહિનામાં ૧૫ ટકા વધારે ખર્ચ થશે અને ઈચ્છી રહ્યાં છીએ કે, એફએમસીજી કંપનીઓ દ્વારા લોન્ચને પણ વેગ મળશે.

આ તમામનું કારણ હાલ વિતરણ વ્યવસ્થામાં સ્થિરતા આવી રહી છે. મેરીકો જે પેરાશુટ હેરઓઈલ અને સફોલા ઓઈલ બનાવે છે તે પણ આજ પ્રમાણે નીતિ વિચારી રહી છે. તેના મેનેજીંગ ડિરેકટર સોગાત ગુપ્તા જણાવે છે કે, જાહેરાત અને પ્રમોશન માટે આગામી છ મહિનાઓ સારા નાણા રોકશે.

જીએસટીના પગલે ઘણી મોટી કંપનીના ઉત્પાદનોને બ્રેક મારવામાં આવી હતી.

જેના કારણે કમાણીનો દર ઘટી જવા પામ્યો હતો. જેમાં ડાબર, મેરીકો સહિતની કંપનીઓના ચોખ્ખા નફામાં ઘટાડો નોંધાયો હતો. વિશ્ર્લેષકોના મતે આ એફએમસીજી કંપનીઓ નવા લોન્ચ માટે વર્ષના ૨૫ ટકા ખર્ચો કરશે અને તેમના વેચાણની ટકાવારી વધારી ફરીથી નફો રળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.