Abtak Media Google News

ઉપલેટાના ડુમીયાણી ખાતેના વ્રજભૂમિ આશ્રમ ખાતે ગાંધી જન્મજયંતીની ઉજવણી: સફાઈ અભિયાન હાથ ધરાયું

વ્રજભૂમિ આશ્રમ શૈક્ષણિક સંકુલ ડુમિયાણી ખાતે મહાત્મા ગાંધીના જન્મદિવસની ઉજવણી ખુબ જ ધામધુમે, ઉત્સાહભેર ઉજવવામાં આવી હતી. સંસ્થાની બી.એડ કોલેજ, બી.આર.એસ. કોલેજ, પી.ટી.સી. કોલેજ અને ઉતર બુનિયાદી શાળાના વિદ્યાર્થીઓએ સેવંત્રા, ઝાંઝમેર, ગઢાળા અને ડુમીયાણી ગામને દતક લઈને ગામની સમુહ સફાઈનું કામ કરી લોકોને જાગૃત કર્યા અને સફાઈ કાર્યમાં હિસ્સેદાર બનાવ્યા હતા.

Advertisement

ગામ સફાઈ દરમિયાન દરેક ગામમાં સ્વચ્છતા અને દેશ ભકિતના ભીતસુત્રો લખવામાં આવેલા. ગામની સફાઈ દરમ્યાન સેવંત્રાના સરપંચ વિનુભાઈ ચંદ્રવાડીયા તથા તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગર, ઝાંઝમેરના સરપંચ શિરીષભાઈ કાથરોટીયા, ગઢાળાના સરપંચ નારણભાઈ આહિર તેમજ ડુમીયાણીના સરપંચ દિનેશભાઈ મકવાણા આ તમામ સરપંચો પોતાના પંચાયતના સદસ્યોને સાથે રાખીને સફાઈ કાર્યમાં જોડાયા હતા.

ગામ સફાઈ અભિયાન બાદ બપોર બાદ વ્રજભૂમિ આશ્રમ ડુમિયાણી ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવેલ. આ પ્રાર્થના સભામાં ગાંધીજીના જીવન કવનપર સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી, માજી સાંસદ બળવંતભાઈ મણવરે જણાવ્યું કે, દુનિયામાં થઈ રહેલી અહિંસામાં જેના આજે પણ ગાંધી યુગની જરૂર છે એવો અહેસાસ થાય છે. ગાંધીજીનું જીવન પારદર્શક છે. આઈસ્ટાઈન જેવા મહાન વૈજ્ઞાનિકોને કહેવું પડયું કે, આવનારી પેઢી કદાચ માનવા તૈયાર નહીં હોય કે આ વિરલ વ્યકિતત્વ ધરાવનાર માણસ આ પૃથ્વી પર અવર્ત્યા હશે. ગાંધીજીના વિચારો સમજવા જરૂરી છે તેમના વિચારો એટલા બધા સનાતન છે માત્ર હૃદયમાં રાખવા જેવા જ નથી પણ અમલમાં મુકવા જોઈએ. આજના દિવસે વિદ્યાર્થીઓને કુરિવાજો-અંધશ્રદ્ધા-પાખંડ અને વ્યસનોથી દુર કરવા અને સ્વચ્છતાની શીખ આપેલી. ગાંધીજીના જન્મ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી અને રાજકોટ મ્યુનિ.કોર્પો. કોર્પોરેટર ઉવર્શીબેન પટેલ તથા અન્ય ટ્રસ્ટીઓ તથા તમામ સંસ્થાના કર્મચારીગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.