Abtak Media Google News

દિવ્યાંગ બાળકોના વિકાસ માટે વર્ષોથી ફ્રેન્ડસ કલબ પ્રયત્નશીલ છે. સંસ્થા દ્વારા દર વર્ષે વિવિધ આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં જ દિવ્યાંગ બાળકો માટે ફ્રેન્ડસ કલબ દ્વારા સાંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેને દિવ્યાંગ બાળકોએ મન ભરીને માળ્યો હતો.

ફે્રન્ડસ કલબના ચેરમેન બીનાબેન વખારીયાએ જણાવ્યું હતું કે આજના કાર્યક્રમનું દિવ્યાંગ બાળકો, અનાથ બાળકો માટે આયોજન કરવામાં આવ્યું છે. ખાસ મુંબઇથી હિરેનભાઇ ત્રિવેદી પ્રોગ્રામમાં હાજર છે. અમારી સંસ્થા છેલ્લા ૧૬ વર્ષથી દિવ્યાંગ બાળકો માટેના અનાથ બાળકો માટેના કાર્યક્રમો કરતી રહે છે. સેવાકાર્ય સાથે જોડાયેલી છે આજનો કાર્યક્રમ દિવ્યાંગ અનાથ બાળકો માટે મનોરંજન માટે આયોજન કરેલું છે. તેમના માટે અમારી ટીમે તૈયારી કરી હતી અને જહેમત ઉઠાવી છે. અંદાજીત ૩૦૦ બાળકો હાજર રહ્યા હતા. તેમના માટે મનોરંજન સાથે જમણવારનો પણ કાર્યક્રમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.