ધ્રોલની પટેલ ક્ધયા છાત્રાલયમાં ભોજન લીધા બાદ 100 વિદ્યાર્થીને ફુડ પોઈઝનીંગ

સરકારી હોસ્પિટલમાં બેડ ખુટી પડયા: છાત્રાલયના ટ્રસ્ટીઓ-આગેવાનોમાં દોડધામ

ધ્રોલના રાજકોટજામનગર હાઈવે ઉપર આવેલ જી.એમ. પટેલ ક્ધયા વિધાલયના છાત્રાલયમાં રહેતી વિધાર્થીનીઓએ શુક્રવારે બપોરે ભોજન લીધા બાદ ખોરાકી ઝેરી અસર થવાથી સંસ્થામાં ભાગદોડ મચી જવા પામેલ હતી અને મોટી સંખ્યામાં દિકરીઓને ફુડપોઈઝનની અરસ થવાના લીધે સરકારી હોસ્પીટલના બેડ ખુટી પડતા ખાનગી હોસ્પીટલમાં દોડાદોડી કરીને આ દિકરીઓને સારવાર આપવામાં આવતા તમામ દિકરીઓને સમયસર સારવાર મળી રહેતા સંસ્થાએ રાહતનો દમ લીધો હતો

મળતી વિગત મુજબ ધ્રોલ જી.એમ. પટેલ ક્ધયા છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતી વિધાર્થીનીઓને શુક્રવારે બપોરે  ક્ધયા છાત્રાલયમાં આવેલ ભોજનાલયમાં ભોજન લીધા બાદ ખોરાકી ઝેરી અસર થવાથી ઉલ્ટીની ફરીયાદો ઉઠતા સંસ્થામાં ભાગદોડ મચી જવા પામી હતી અને જોતા જોતા આ ખોરાકી ઝેરની અસર 100 જેટલી વિધાર્થીનીઓને લાગુ પડતા તાબળતોબ ખાનગી વાહનો, એમ્બ્યુલસો દોડાવીને ધ્રોલની સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ હતી ત્યાં બેડ ખુટી પડતા ખાનગી હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી અને ધ્રોલના ખાનગી તબીબો પણ મદદે દોડી આવીને સત્વરે સારવાર મળી રહેતા આ તમામ દિકરીઓ ખતરાથી બહાર હોવાનું અને સામાન્ય અસર હોવાનું તબીબોએ જણાવ્યુ હતુ. ધટના બનતા તાકીદે સંસ્થાના આગેવાનો, ટસ્ટીઓ દોડી આવ્યા હતા અને જી.એમ. પટેલની દિકરીઓને સમયસર સારવાર માટે તબીબોનો સંપર્ક કરીને સારવાર આપવામાં આવી હતી આ બનાવ બનતા થોડા સમય માટે ભાગદોડ મચી જવા પામી હતી ત્યારે હાલમાં આ તમામ દિકરીઓ ખતરાથી બહાર હોવાનું જાણવા મળે છે.

તમામ દિકરીઓની તબીયત સારી 24 ડોક્ટર ટીમ ખડે પગે

ધ્રોલ જી.એમ.પટેલ છાત્રાલયની ખાતે શુક્રવારે બપોર બાદ ફૂડપોઈઝીનની અસર થતા તાત્કાલીક સારવાર માટે ખસેડી હતી અને અત્યારે તમામ દીકરીઓ ની તબિયત સારી છે. અને સ્કૂલના પ્રમુખ સહિત આગેવાનો પણ પહોંચી ગયા છે અને દીકરીઓ સાથે જી.એમ.પટેલ સ્કૂલના ટ્રસ્ટ ના પ્રમુખ ઘોડાસરા  સહિત આગેવાન ચર્ચા કરી હતી.

હાલ અત્યારે તમામ દીકરીઓ ની કોઈપણ તકલીફ નથી તમામની દિકરીઓ ની તબિયત સારી છે અને રાત્રે 24 કલાક સુધી ડોક્ટરની ટીમો પણ ખડેપગે રહેશે તેમજ સમાજના પ્રમુખ આગેવાન સહિત સંસ્થાએ ખડા પગે અત્યારે ઉભા છે અને તમામ વાલીઓને કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી તેવી માહિતી જી.એમ. પટેલ સ્કૂલ ના ટ્રસ્ટી રમેશભાઈ જાકાસણીયા જણાવ્યુ હતુ..