Abtak Media Google News

શુક્રવાર કંપનીઓ દ્વારા ફાઈલ કરવામાં આવતા વાર્ષિક રિટર્ન અને વાર્ષિક ફાઈનાન્શિયલ સ્ટેટમેન્ટ (સરવૈયું) રજૂ કરવામાં વિલંબ કરવા માટેની ફીમાં ૪૦૦ ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. કંપનીઝ એમેન્ડમેન્ટ બિલ ૨૦૧૭ના માધ્યમથી આ સુધારો કરવામાં આવ્યો છે. ૨૦૧૩ની સાલમાં કંપનીઓ પાસેથી જે ફી લેવાનું ચાલુ કરવામાં આવ્યું હતું તેની તુલનાએ ૨૦૧૭ની સાલમાં ભરવાપાત્ર બનતી ફીની ટકાવારીમાં ૪૦૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ ફોર્મ ભરવામાં બેથી વધુ વાર ડિફોલ્ટ કરનારાઓને તેનાથીય વધુ ફી ભરવાની ફરજ પાડવામાં આવી છે. જોકે વધારાની ઊંચી ફી લેવામાં તો આવશે, પરંતુ બેથી વધુ વાર પૈસા જમા કરાવવામાં ડિફોલ્ટર બનનારને પહેલીવાર ફી ભરવવામાં આવે છે ત્યારે રોજના વધારાના રૃા. ૨૦૦ જમા કરાવવાની ફરજ પાડવામાં વાર્ષિક રિટર્ન ફાઈલ કરવામાં ૩૦ દિવસનો વિલંબ કરવામાં આવે તો તેને માટે ૨૦૧૩ની સાલના કંપનીઝ એક્ટની જોગવાઈ મુજબ રૃા. ૬૦૦નો દંડ કરવામાં આવતો હતો.કંપનીઝ એક્ટ ૨૦૧૭માં તેમાં સુધારો કરીને આ વિલંબ માટેની ફી રૃા. ૩૦૦૦ કરી દેવામાં આવી છે. આમ તેમાં ૪૦૦ ટકાનો વધારો કરી દેવામાં આવ્યો છે. વાર્ષિક રિટર્ન ફાઈલ કરવા માટે કંપનીએ ફોર્મ ફાઈલ કરવું પડે છે. આ વિલંબ ૩૧ દિવસનો થાય તો જૂની જોગવાઈ પ્રમાણે રૃા. ૧૨૦૦ની ફી વસૂલવામાં આવતી હતી, તેની સામે હવે પછી રૃા. ૩૧૦૦ વસૂલવામાં આવશે. બીજી તરફ વાર્ષિક સરવૈયું ફાઈલ કરવા માટે કંપનીએ ફોર્મ નંબર એ.ઓ.સી. ૪ ફાઈલ કરવું પડે છે. આ ફોર્મ ભરવામાં ૩૧થી ૬૦ દિવસનો વિલંબ થાય તો કંપનીએ રૃા. ૧૨૦૦નો દંડ ભરવાની જૂની જોગવાઈમાં વધારો કરીને રૃા. ૬૦૦૦ની લેટ ફી ફાઈલ કરવાની જોગવાઈ દાખલ કરી દેવામાં આવી છે. ૬૧ દિવસના વિલંબ માટેની ફી ૧૮૦૦થી વધારીને ૬૧૦૦ કરી દેવામાં આવી છે. આ બંને ફોર્મ ભરવામાં ૯૦ દિવસનો વિલંબ થાય તો પહેલા રૃા. ૧૮૦૦નો દંડ લેવાની જોગવાઈ હતી, તે વધારીને હવે રૃા. ૯૦૦૦ કરી દેવામાં આવ્યા છે.ઉપરોક્ત બંને ફોર્મ ભરવામાં ૯૧થી ૧૮૦ દિવસ સુધીને વિલંબ કરનારાઓને પહેલારૃા. ૩૦૦૦ની લેટ ફી ભરવાની જૂના કાયદા હેઠળની જોગવાઈમાં ફેરફાર કરીને રૃા. ૧૮૦૦૦ ભરવાની જોગવાઈ દાખલ કરવામાં આવી હતી. ૧૮૧ દિવસ કે તેનાથી વધુનો વિલંબ કરનારાઓને રૃા. ૩૬૦૦ ભરવાની જોગવાઈમાં ફેરફાર કરીને તેમને રૃા. ૧૮૧૦૦ ભરવાની જોગવાઈ અમલી બનાવવામાં આવી છે.લોકસભાએ આ ખરડાને મંજૂરી આપી દીધી છે. પરિણામે ટૂંક સમયમાં આ નવી જોગવાઈ અમલી બની જવાની શક્યતા છે. રાજ્યસભામાંથી તેને મંજૂરી આપી દેવામાં આવે તેની રાહ જોવામાં આવી રહી છે. આ જફામાંથી છૂટકારો મેળવવા ઇચ્છનારા કરદાતાઓએ તેમના પેન્ડિંગ રિટર્ન વહેલા ફાઈલ કરી દેવા જોઈએ તેવું જીએસટીના કાયદાના જાણકારોનું કહેવું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.