Abtak Media Google News

સર્જનહારના સર્વશ્રેષ્ઠ સર્જન માનવી માટે ક્ષમા ભાવ અને ભૂલી જવાના ગુણ ખરેખર આશીર્વાદરૂપ સાબિત થાય છે ધર્મશાસ્ત્ર અને ધર્માત્માઓ એ પણ માનવીને દયાભાવ અને ક્ષમા ભાવની ખાસ હિમાયત કરી છે ભગવાન મહાવીર સ્વામી હોય કે ગૌતમ બુદ્ધ પેગંબર મહંમદ સાહેબ અને ભગવાન રામ અને માનસ કૃષ્ણ માં ક્ષમા ભાવ અને ભૂતકાળને ભૂલી નવસર્જનના વિચારને ધર્મ સંસ્કાર લેખાવ્યા છે તમામ જીવોમાં માનવીની ઉત્તમતા નો પર્યાય જ તેના સ્વભાવમાં ક્ષમા ભાવ અને ભૂલી જવાના ગુણને ગણી શકાય જે માનવી માફ કરવાની અને ભૂલી જવાની ક્ષમતા મેળવે તેને મહાત્મા નું બિરુદ્ મળ્યા વગર રહેતું નથી, દયાભાવ ની પૂર્ણતા થીજ ક્ષમા ભાવનો જન્મ થાય છે, કોઈકના દોષ ભૂલીને માફ કરવાની માનવ સ્વભાવ ની કુદરતે આપેલી બક્ષિસથી જ માનવ મહામાનવ સુધીની સફર સિદ્ધ કરી શક્યો છે…

કુદરતના અનમોલ સર્જન માનવજાતની સાંસ્કૃતિક બૌદ્ધિક પ્રગતિ ના મૂળમાં “ક્ષમાભાવ” અને “સ્મૃતિલોપ”  છે આર્શિવાદ

ક્ષમા આપવાથી જ નારાજગીના બંધનો માંથી મુક્તિ મળે છે આત્માને શાંતિ અને સુખનો સાચો અનુભવ થાય છે સાથે સાથે ભૂલી જવાના ભાવથી જ ભૂતકાળ ભૂતકાળ નો બોજ હળવો થઈ જાય છે અને શેષ જીવન આત્મવિશ્વાસ અને આનંદથી વીતે છે દરેક વ્યક્તિ વિશેષ સમૂહ સંપ્રદાય અને સમાજમાં કદાચ ક્ષમાભાવનો અર્થ અલગ અલગ થતો હશે તેના બહુ પક્ષીય ધોરણે વિવિધ અર્થ કરવામાં આવે છે પરંતુ તેના મૂળમાં તો આસપાસના સંજોગોને ધ્યાનમાં લીધા વગર શુદ્ધ હેતુથી રોષ અને ક્રોધ ને મુક્ત કરી દયાભાવથી અન્યને માફ કરવાની શક્તિને ક્ષમા કહેવામાં આવે છે સમા ભાવથી પીડાનો અંત આવી જાય છે

ક્ષમા પરિવર્તનશીલ શક્તિ નું કારણ બને છે માફી આપવાના વિચારના અમલથી કદાચ જે તે સમયે ખોટ અને છેતરામણના ભાવ આવતા હોય પરંતુ પરિણામે માફી આપનારનું કલ્યાણ જ થાય છે માફી આપનારનું ક્યારેય  અહિત થતું જ નથી.આપણા જીવનમાં ક્ષમાને અપનાવવાથી અસંખ્ય સકારાત્મક અસરો પ્રાપ્ત થાય છે, તં સંબંધોને પ્રોત્સાહન મળે છે અને એકંદર સુખાકારીમાં વધારો થાય છે.  ક્રોધને છોડી દેવાથી, વ્યક્ત માનસિક સ્વાસ્થ્યમાં સુધારો અનુભવે છે, જે ચિંતા, તણાવ અને દુશ્મનાવટ ના અંત માટે ક્ષમા ભાવ બ્રહ્મ શસ્ત્ર બને છે

ક્ષમાની  શક્તિ ડિપ્રેશન દૂર કરવા અને બ્લડ પ્રેશર ઘટાડવામા અસરકારક સાબિત થાય છે હૃદય ની તંદુરસ્તી માટે ક્ષમા ભાવ  ઈલાજ તરીકે પણ  ઉપયોગમાં લાવી શકાય, ક્ષમાશીલ માનસિકતા મજબૂત રોગપ્રતિકારક શક્તિ સાથે સંબંધ ધરાવે છે, જે શરીરની બીમારીઓને દૂર કરવાની ક્ષમતાને મજબૂત બનાવે છે.  ક્ષમા કેળવવામાં, વ્યક્તિઓ માત્ર તેમની માનસિક અને ભાવનાત્મક સ્થિતિઓને સુધારવામાં ફાળો આપે છે પરંતુ આત્મસન્માનની ભાવનાને પણ પોષે છે જે સ્થાયી, સકારાત્મક સંબંધો અને તંદુરસ્ત, વધુ પરિપૂર્ણ જીવનનો પાયો બનાવે છે. ભૂલી જવાના પણ ઘણા ફાયદા માનવામાં આવે છે ભૂલી જવાથી રોગની પીડા અને પણ રાહત થાય છે,એક વસ્તુ યાદ રાખીનેભૂલી જવાનાકરણે નકારાત્મક ભાવના તો દૂર થાય છે સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને વિચાર શુદ્ધિ થાય છે આમ માફ કરવા અને ભૂલી જવાથી ત્યારે અહીં થતું નથી અને જેમાં રીત થતું ન હોય તે ધર્મના આદેશો હોય આથી જ ક્ષમા અને ભૂલી જવા ના ઉપદેશો દરેક ધર્મમાં મળે છે,

ઊંઘ દરમિયાન, મગજ સતત સ્મૃતિઓમાંથી પસાર થાય છે, જે નક્કી કરે છે કે કયું જાળવી રાખવું અને કયું શુદ્ધ કરવું અને ભૂલી જવું.  ભૂલી જવાની આ સહજ ક્ષમતા પ્રાથમિકતા,  નિર્ણય લેવામાં અને સર્જનાત્મકતાને ઉત્તેજન આપવા માટે નિમિત્ત છે.  મેમરી સાથે સંતુલન જાળવવાથી, સામાન્ય ભૂલી જવું એ સંચિત માહિતીના વિશાળ ભંડારમાંથી નકામા અને બિનજરૂરી વિચારો કાઢવા માટે જરૂરી માનસિક સુગમતા પ્રદાન કરે છે, જે આપણને વ્યાપક ચિત્રને પારખવામાં સક્ષમ બનાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.