Abtak Media Google News
  • રાજયના બંદરોને જોડતા હયાત રસ્તાઓની સુઘારણા અને વાઇડનીંગ માટે 800 કરોડનો જોગવાઈ 
  • મોટા ભાગના પ્રગતિ હેઠળના કામોમાં વધુ રકમની ફાળવાય

અબતક, ગાંધીનગર
રાજ્ય સરકારે માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂ. 22,163 કરોડની જોગવાઈ કરી છે. નાણામંત્રીએ જણાવ્યું કે રાજમાર્ગો લોકોની સુખાકારી તથા રાજયના વિકાસ માટે ધોરી નસ સમા છે. રાજયે અંતરિયાળ વિસ્તારથી માંડી વિકાસના કેન્દ્રો સમા ઔદ્યોગિક વસાહતો, બંદરો, શહેરો અને પર્યટન સ્થળો સુધી રસ્તાઓની જાળ પાથરેલ છે. જુદા જુદા પ્રકારના રસ્તાઓના બાંધકામ તેમજ તેની યોગ્ય જાળવણી કરી પરિવહન તંત્રને સુદ્રઢ કરવાની સરકારની નેમ છે. આગામી સમયમાં રસ્તાઓની ગુણવત્તા, હયાત બ્રિજની ચકાસણી તથા સુદ્રઢીકરણ અને વધુ ટ્રાફિક ધરાવતા વિસ્તારો માટે હાઇ સ્પીડ કોરિડોરનું નિર્માણ કરવાની સરકારની પ્રાથમિકતા છે.

પ્રગતિ હેઠળના કામો અંગે જાણકારી આપતા નાણામંત્રીએ જણાવ્યું કે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કામો માટે 5000 કરોડની જોગવાઇ, દરિયા કાંઠે આવેલ હયાત રસ્તાઓનું મજબૂતીકરણ/અપગ્રેડેશન/ ખૂટતીકડીના રસ્તાઓ અને નાના મોટા પુલના બાંધકામ સહિતના કોસ્ટલ હાઇવે માટે 2440 કરોડના આયોજન અન્વયે પ્રથમ અને બીજા તબક્કાના કુલ 46 રસ્તાઓ અને પુલો માટે 979 કરોડની કામગીરી પ્રગતિ હેઠળ. જેના માટે 216 કરોડની જોગવાઈ.સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (એકતાનગર)ને જોડતા પ્રથમ અને બીજા તબક્કાના રસ્તાઓ માટે 284 કરોડની કામગીરી પ્રગતિ હેઠળ. જેના માટે 100 કરોડની જોગવાઈ. અંદાજિત 1600 કરોડના ખર્ચે બનનાર પરિક્રમા પથના બાંધકામ માટે 318 કરોડની જોગવાઈ. , ભારે ટ્રાફિક ધરાવતા હાઈવેને હાઈસ્પીડ કોરીડોર તરીકે અંદાજિત 3100 કરોડના ખર્ચે વિકસાવવા રાજય સરકારે નિર્ણય કરેલ છે. આ નિર્ણયના ભાગરૂપે વટામણ – પીપળી, સુરત – સચિન – નવસારી, અમદાવાદ – ડાકોર, ભુજ -ભચાઉ, રાજકોટ – ભાવનગર, મહેસાણા – પાલનપુર સહિત 6 હાઇસ્પીડ કોરીડોર વિકસાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. જેના માટે 222 કરોડની જોગવાઈ. દ્વારકા, શિવરાજપુર, પાવાગઢ, જાંબુઘોડા, ધોરડો, ધોળાવીરા, ધરોઈ, વડનગર, સાસણ, એકતાનગર વગેરે ટુરિસ્ટ સર્કિટને જોડતાં કુલ 17 રસ્તાઓના વિકાસ માટે 568 કરોડનું આયોજન. જેના માટે 526 કરોડની જોગવાઈ. જૂના પુલોના પુન: બાંધકામ, મજબુતીકરણ, મરામત અને રેટ્રોફિટીંગના 530 કરોડના કામો માટે ‘270 કરોડની જોગવાઈ કરાઈ છે.

મહાનગરો, બંદરો, પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા 14 રસ્તાઓના અનુભાગોને ફોર-લેન બનાવવાની ‘1159 કરોડની કામગીરી પ્રગતિ હેઠળ, ઔદ્યોગિક વિસ્તારને જોડતા 88 કિલોમીટરના ચાર રસ્તાઓના અનુભાગોને ફોર-લેન બનાવવાની 843 કરોડની કામગીરી પ્રગતિ હેઠળ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કાની 1749 કરોડની અંદાજિત કિંમતની કામગીરી અન્વયે રાજ્યના 3015 કિલોમીટરના ગ્રામ્ય માર્ગોની 660 કિ.મી.ની કામગીરી પ્રગતિ હેઠળ. જેના માટે 600 કરોડની જોગવાઈ, વનબંધુ કલ્યાણ યોજના-2 હેઠળ આદિજાતિ વિસ્તારમાં ગામમાંથી શાળા તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધીના પાકા રસ્તા અને પુલો માટે ‘246 કરોડની જોગવાઇ. 962 કરોડના ખર્ચે ઓખા અને બેટ દ્વારકાને જોડતા ચાર માર્ગીય કેબલ સ્ટેઇડ સિગ્નેચર બ્રિજની કામગીરી પૂર્ણતાને આરે છે.

ફાટક મુકત અભિયાન અંતર્ગત રેલ્વે ક્રોસીંગ પર ઓવરબ્રીજ બાંધવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે રેલ્વે ક્રોસીંગો પર આર.ઓ.બી.ની કામગીરી અન્વયે ર847 કરોડના ખર્ચે કુલ 49 કામો પ્રગતિ હેઠળ છે. ભરૂચ દહેજ રસ્તા પર 420 કરોડના ખર્ચે ભોળાવ જંક્શનથી શ્રવણ જંકશન સુધી છ માર્ગીય એલીવેટેડ કોરીડોરની કામગીરી પ્રગતિ હેઠળ. કીમ-માંડવી રાજ્ય ધોરીમાર્ગ-65 ના રસ્તાને વિકસાવવા માટે200 કરોડની કામગીરી પ્રગતિ હેઠળ અને હિંમતનગર બાયપાસના રસ્તાને ‘75 કરોડના ખર્ચે ચાર માર્ગી કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. ગાંધીનગર-કોબા-એરોડ્રામ રોડ પર રાજસ્થાન સર્કલ ખાતે કેબલ સ્ટેઇડ ઓવરબ્રીજનું 136 કરોડનું કામ પ્રગતિ હેઠળ છે. સાબરમતી નદી પર સાદરા ગામ પાસે બ્રીજ બાંધવાનું 89 કરોડનું કામ પ્રગતિ હેઠળ છે. ગાંધીનગર-પેથાપુર મહુડી રોડમાં ફ્લાય ઓવર, રસ્તાનું ચાર માર્ગીયકરણ અને જંક્શન સુધારણા માટે 125 કરોડનું કામ પ્રગતિ હેઠળ છે.
નવા કામોમાં અંદાજિત 2000 કરોડના ખર્ચે રાજ્યના કોર રોડ નેટવર્કમાં સમાવિષ્ટ રસ્તાઓની સુધારણા, અપગ્રેડેશન, વાઇડનીંગ અને મજબુતીકરણની કામગીરી માટે 700 કરોડની જોગવાઈ, અંદાજિત 1200 કરોડના ખર્ચે રાજ્યના ઔદ્યોગિક વિસ્તારોને જોડતા રસ્તાઓની સુધારણા, અપગ્રેડેશન, વાઇડનીંગ અને મજબુતીકરણની કામગીરી માટે 450 કરોડની જોગવાઈ, અંદાજિત 800 કરોડના ખર્ચે રાજયના બંદરોને જોડતા હયાત રસ્તાઓની સુઘારણા, વાઇડનીંગ તથા મજબુતીકરણ, સ્ટ્રકચર અને રોડ સેફટી સંબંઘિત કામગીરી માટે 300 કરોડની જોગવાઈ કરાઈ છે..

સૌરાષ્ટ્ર- કચ્છ શાખા નહેરના પમ્પિંગ સ્ટેશનના વિસ્તરણ અને સંચાલન માટે રૂ.765 કરોડ ફાળવાયા

જળસંપત્તિ પ્રભાગ માટે રૂ.11,535 કરોડની ફાળવણી : કચ્છમાં નર્મદાના પૂરના વધારાના એક મિલિયન એકર ફીટ પાણીનું વિતરણ કરવામાં પાઇપલાઇન નાખવાના બીજા તબક્કા માટે 2700 કરોડ ફાળવાયા

સરકારે જળસંપત્તિ પ્રભાગ માટે 11,535 કરોડની ફાળવણી કરી છે. નાણામંત્રીએ જણાવ્યું કે મોટા ડેમથી તળાવો અને ખેત તલાવડી સુધી વિવિધ યોજનાઓ થકી જળ સંગ્રહની કામગીરી પૂરી કરી ગુજરાતે જળસંચયના ક્ષેત્રમાં નોંધપાત્ર કામગીરી કરેલ છે. ઉપલબ્ધ પાણીનો કરકસર ભર્યો ઉપયોગ કરવા તેમજ ઘરેલું વપરાશ માટે પાણી ઉપલબ્ધ કરાવવા રાજયમાં પાણી વિતરણનું વિશાળ માળખુ ઉભું કરવામાં આવેલ છે. ઉપલબ્ધ જળસંપત્તિનો કાર્યક્ષમ ઉપયોગ કરવા સૂક્ષ્મ સિંચાઇનો વ્યાપ વધારવામાં આવશે.
કચ્છમાં નર્મદાના પૂરના વધારાના એક મિલિયન એકર ફીટ પાણીનું વિતરણ કરવા માટે પ્રથમ તબક્કે ત્રણ પાઈપલાઈન યોજનાના કામો 4118 કરોડના ખર્ચે પ્રગતિ હેઠળ છે તથા બીજા તબક્કામાં અંદાજિત 2255 કરોડની બે પાઈપલાઈનના કામો આયોજનમાં લીધેલ છે. આ કામો માટે 2700 કરોડની જોગવાઇ. નર્મદાના પૂરના વધારાના એક મિલિયન એકર ફીટ પાણીથી સૌરાષ્ટ્રના 115 જળાશયો જોડવા માટેની સૌની યોજના પૂર્ણતાના આરે છે તેમાં બાકી રહેતી કામગીરી માટે ‘432 કરોડની જોગવાઈ. પ્રગતિ હેઠળની અંદાજિત ‘711 કરોડના ખર્ચની તાપી-કરજણ લીંક પાઇપલાઇન માટે 220 કરોડની જોગવાઇ.

ખેરાલુ અને સતલાસણા તાલુકાના તળાવોને ભરવા માટેની પાઇપલાઇનની કામગીરી માટે 150 કરોડની જોગવાઈ. સાબરમતી નદી ઉપર સીરીઝ ઓફ બેરેજની કામગીરી અંતર્ગત ગાંધીનગર જિલ્લાના સંત સરોવર અને વલાસણા બેરેજની કામગીરી પૂરી થયેલ છે. હીરપુરા, આંબોડ, માધવગઢ અને ફતેપુરા ખાતે બેરેજ બનાવવાની કામગીરી માટે 169 કરોડની જોગવાઈ. ચેકડેમ, તળાવો ઉંડા કરવા અને નવા બનાવવા જળસંચય યોજનાઓના કામો માટે ‘236 કરોડની જોગવાઇ. સૌની યોજના હેઠળ બાકી રહેતા રાજકોટ જિલ્લાના વિંછીયા અને ધરઇ જળાશયને અંદાજિત 160 કરોડના ખર્ચે જોડવાનું આયોજન. પોઇચા ગામે મહી નદી પર વિયર બનાવવાનું આયોજન છે. જેના માટે ‘150 કરોડની જોગવાઇ. પ્રગતિ હેઠળની અંદાજિત ‘1020 કરોડના ખર્ચની ઉકાઇ જળાશય આધારીત સોનગઢ-ઉચ્છલ-નિઝર ઉદ્દવહન પાઇપલાઇન માટે ‘150 કરોડની જોગવાઇ. દક્ષિણ ગુજરાતના પૂર્ણા, અંબિકા, કાવેરી, પાર, નાર, તાન, દમણગંગા વગેરે નદીઓ ઉપર મોટા ચેકડેમો / બેરેજો / વિયર બનાવવા માટે 130 કરોડની જોગવાઈ.

સુજલામ સુફલામ સ્પ્રેડિંગ નહેરના આધુનિકીકરણ માટે 125 કરોડની જોગવાઇ. કપડવંજ, કઠલાલ, ગળતેશ્વર, બાલાસિનોર વગેરે તાલુકાઓના સિંચાઇ વંચિત વિસ્તારમાં મહીનદી આધારીત ઉદ્દવહન સિંચાઇ યોજનાઓની કામગીરી માટે 120 કરોડની જોગવાઈ. પ્રગતિ હેઠળની પંચમહાલ જિલ્લાની પાનમ જળાશય આધારિત ઉદ્દવહન પાઇપલાઇનો માટે 96 કરોડની જોગવાઇ. અંદાજિત 132 કરોડના ખર્ચની પાનમ જળાશય આધારીત વાંકડી ગામથી સંતરામપુર તાલુકાના તળાવો માટે ઉદ્દવહન સિંચાઇ યોજનાઓ માટે ‘80 કરોડની જોગવાઇ. અરવલ્લી જિલ્લાના વાત્રક જળાશય આધારીત ઉદ્દવહન સિંચાઇ યોજના માટે 60 કરોડની જોગવાઇ. મેશ્વો, ખારી, પુષ્પાવતી અને રૂપેણ નદીઓ પર સીરીઝ ઓફ ચેકડેમ માટે 55 કરોડની જોગવાઈ. બનાસકાંઠા જિલ્લામાં બાલારામથી મલાણા સુધીની પાઈપલાઈનની કામગીરી માટે 50 કરોડની જોગવાઈ. પ્રગતિ હેઠળની અંદાજિત ‘110 કરોડના ખર્ચની નવસારી જિલ્લામાં વિરાવળ-કસ્બાપાર ખાતે પૂર્ણા ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે ‘46 કરોડની જોગવાઇ. પ્રગતિ હેઠળની અંદાજિત 250 કરોડના ખર્ચની નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં વાઘરેજ ટાઇડલ રેગ્યુલેટર યોજના માટે ‘45 કરોડની જોગવાઇ.કચ્છમાં મોટા ચેકડેમો, તળાવો વગેરેમાં જળસંગ્રહના કામો માટે ‘45 કરોડની જોગવાઈ. મહિસાગર જિલ્લાના કડાણા જળાશય આધારીત સરસડી ઉદ્દવહન સિંચાઇ યોજના માટે ‘35 કરોડની જોગવાઇ. મેશ્વો જળાશય આધારીત ઉદ્દવહન સિંચાઇ યોજના માટે ‘35 કરોડની જોગવાઇ. હાથમતી જળાશય આધારિત ઉદ્દવહન સિંચાઇ યોજના માટે ‘35 કરોડની જોગવાઇ કરાઈ છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.