Abtak Media Google News

કોંગ્રેસ પક્ષના કેટલાક આગેવાનો પર ચૂંટણી કમીશન આચાર સંહિતા ભંગની ફરીયાદ દાખલ કરે તેવી માંગ ઉઠી

ધ્રાગધ્રા-હળવદ વિધાનસભાના કોગ્રેસી ધારાસભ્ય પરશોતમ સાબરીયા રાજીનામુ દીધા બાદ કેશરીયો ધારણ કરતા હવે ધ્રાગધ્રા-હળવદ વિધાનસભાની ખાલી પડેલી સીટ પર અગામી સમયમા પેટા ચુંટણી યોજાય તેની તૈયારી અર્થે વિધાનસભા દીઠ સેન્સ લેવાનુ શરુ કરાયુ હતુ જેમા ધ્રાગધ્રા-હળવદ વિધાનસભા ભાજપ તરફે બે દિવસ અગાઉ સેન્સ પ્રક્રિયામા આશરે ૨૨ જેટલા ઉમેદવારોએ અહિની સીટ પરથી લડવા તૈયારી દર્શાવી હતી.

Advertisement

ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાતા અહિના પલટીબાજ ઉમેદવાર તરીકે પરશોતમ સાબરીયાનુ નામ મોખરે ગણાતુ હતુ પરંતુ ધ્રાગધ્રા તથા હળવદના કાર્યરોમા પરશોતમ સાબરીયાનુ નામ સાંભળતા જ રોષ જોવા મળ્યો હતો. આ તરફ ભાજપના આગેવાનો તથા કાર્યરો દ્વારા અગાઉ ધારાસભ્ય તથા રાજ્યકક્ષાના મંત્રી રહી ચુકેલા આઇ.કે.જાડેજાને ભાજપ તરફે ઉમેદવાર બનાવાય તેવી આશા વ્યક્ત કરી હતી બીજી તરફ કોગ્રેસ પક્ષ દ્વારા આજે ધ્રાગધ્રા-હળવદ ધાનસભામા ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા પણ હાથ ધરાઇ હતી.

જેમા અંદાજે ૩૦ જેટલા ઉમેદવારો દ્વારા પોતાની ઇચ્છા દર્શાવી હતી ધ્રાગધ્રા તથા હળવદ વિધાનસભામા પટેલ તથા ઠાકોર મતદાતાનુ પ્રભુત્વ હોવાથી કોગ્રેસ પક્ષ કદાચ પાટીદાર સમાજના ઉમેદવારની પસંદગી કરે તો પાટીદાર અનામત આંદોલનના મહિલા ક્ધવીનર ગીતા પટેલ પર પસંદગી ઉતારે તેમ લાગી રહ્યુ છે. ગીતા પટેલ પર પસંદગી ઉતારવા પાછળ કોગ્રેસને પાટીદાર સમાજનો ટેકો મળી શકે પરંતુ અન્ય સમાજ અને ખુદ કોગ્રેસના કાર્યકરોનો વિરોધ્ધ પણ સહન કરવો પડે તેમ છે.

જેથી પક્ષ હાલ આ સીટને જતી કરવા માગતુ ન હોય તો પક્ષ દ્વારા જુના અને બાહોસ નેતા તરીકે મનાતા પ્રદિપભાઇ દવે (બકાભાઇ) પર ઉતારે તેમ છે. બકાભાઇના વ્યક્તિત્વને તમામ સમાજ આવકારે તેમ છે તથા પોતે બ્રમ્હ સમાજના હોવાથી પાટીદારો અને ઠાકોર સમાજના આંતરીક ખેચમતાણમા પક્ષને કોઇ મોટો ફટકો પણ પડે તેવી શક્યતા ઓછી છે. જેથી કદાચ જો કોગ્રેસ પક્ષ પાટીદાર તથા ઠાકોર સિવાય જો અન્ય ઉમેદવાર તરીકે કોઇને પણ ઉતારવા માંગે તો અહિના મતદાતાઓની પ્રથમ પસંદગી બકાભાઇ તરફે છે.

ત્યારે બંન્ને પક્ષ દ્વારા આખરી નિર્ણ હહાઇકંમાન્ડનો જ રહે છે. તેવામા કોગ્રેસ દ્વારા લેવાયેલી સેન્સ પ્રક્રિયામા આચાર સહિતાનો ભંગ થયાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા જેમા કેટલાક હોદ્દેદારો દ્વારા પોતાની પ્રાઇવેટ ગાડીઓ પર રેડીયમથી પોતાના પક્ષ સાથે હોદ્દાનો વર્ણ કરાતુ બોર્ડ  જોવા મળ્યુ હતુ. કોગ્રેસ પક્ષના કેટલાક આગેવાનો તથા હોદ્દેદારો લોકસભાની ચુંટણી તથા અહિની વિધાનસભાના આચાર સહિતાની ઐસી કી તૈસી કરતા નજરે પડ્યા હતા. પોતાને બાહુબલી સમજતા કોગ્રેસ પક્ષના કેટલાક આગેવાનો પર ચુંટણી કમીશન આચાર સહિતા ભંગની ફરીયાદ દાખલ કરે અથવા તાે તેઓના પર શિક્ષાત્મક પગલા ભરે તેવી માંગ કરાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.