Abtak Media Google News

૯ ડિસેમ્બરે પ્રથમ તબકકાની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો માટે મતદાન: બીજા તબકકાની ચૂંટણી માટે ૨૦મીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે

ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો પૈકી આગામી ૯મી ડિસેમ્બરના રોજ પ્રથમ તબકકાના મતદાન માટે સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો માટે યોજાનારા મતદાન માટે આજે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાનું શ‚ થઈ ગયું છે. જોકે ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ઉમેદવારોના નામની કોઈ ઘોષણા કરી ન હોય. ચૂંટણીનો ગરમાવો દેખાતો નથી. કોંગ્રેસ ગુરુવારે અને ભાજપ ૧૯મીના રોજ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરે તેવી સંભાવના જણાય રહી છે.

ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકો માટે ૯ અને ૧૪ ડિસેમ્બર એમ બે તબકકામાં મતદાન યોજાવાનું છે. પ્રથમ તબકકામાં સૌરાષ્ટ્ર-કચ્છની ૫૪ સહિત ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો માટે મતદાન ૯મી ડિસેમ્બરના રોજ યોજાશે. જેના માટે જાહેરનામું આજે પ્રસિદ્ધ થતાની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાનું શ‚ થઈ ગયું છે. વિધાનસભાની ચૂંટણીની લડવા ઈચ્છુક ઉમેદવારો ૨૧મી નવેમ્બર સુધીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી શકશે. ૨૨મીએ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને ૨૪મી સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે.

પ્રથમ તબકકાની ચૂંટણી માટે ૯મી ડિસેમ્બરના રોજ મતદાન હાથ ધરાશે. બીજા તબકકાની ચૂંટણીના મતદાન માટે જાહેરનામું આગામી ૨૦મી નવેમ્બરના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. જેમાં ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટે મતદાન યોજાશે. બે તબકકામાં યોજાનારા મતદાન બાદ તમામ ૧૮૨ બેઠકોની મતગણતરી ૧૮મી ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.પ્રથમ તબકકાના મતદાનમાં કચ્છની અભડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપર બેઠક, સુરેન્દ્રનગર જિલ્લાની દશાળા, લીંબડી, વઢવાણ, ચોટીલા અને ધ્રાંગધ્રા બેઠક, મોરબી જિલ્લાની મોરબી, શહેર, ટંકારા અને વાંકાનેર બેઠક, રાજકોટ જિલ્લાની રાજકોટ પૂર્વ, રાજકોટ વેસ્ટ, રાજકોટ સાઉથ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી બેઠક માટે, જામનગર જિલ્લાની કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉતર, જામનગર દક્ષિણ અને જામજોધપુર બેઠક, દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયા અને દ્વારકા બેઠક, પોરબંદર જિલ્લાની પોરબંદર શહેર અને કુતિયાણા, જૂનાગઢ જિલ્લાની માણાવદર, જૂનાગઢ, વિસાવદર, કેશોદ અને માંગરોળ બેઠક માટે, ગીર-સોમનાથ જિલ્લાની સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉના બેઠક માટે, અમરેલી જિલ્લાની ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા અને રાજુલા બેઠક માટે, ભાવનગર જિલ્લાની મહુવા, તળાજા, ગારીયાધાર, પાલિતાણા, ભાવનગર ‚રલ, ભાવનગર ઈસ્ટ અને ભાવનગર વેસ્ટ બેઠક માટે, બોટાદ જિલ્લાની ગઢડા અને બોટાદ બેઠક ઉપરાંત નર્મદા, ભ‚ચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાની બેઠકો માટે મતદાન યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.