Abtak Media Google News

પારંપરિક વસ્ત્રોમાં ૨૦૦ થી ૨૫૦ મહિલાઓ દ્વારા આશાપૂરા મંદિર ખાતે કાલે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ: આયોજકો અબતકને આંગણે

રાજપૂત સમાજમાં રાજકોટ ખાતે પ્રથમવાર દશેરાના શુભદિવસે આશાપૂરા મંદિર આશાપૂરા રોડ ગાંધીગ્રામ ખાતે ફકત ક્ષત્રીય ગીરાસદાર રાજપૂત સમાજના બહેનો દ્વારા આયોજીત શસ્ત્રપૂજન કાર્યક્રમ રાખવામાં આવેલ છે.આ શસ્ત્રપૂજનના શુભ પ્રસંગે ફકત ગાંધીગ્રામ તથા તેના આજુબાજુનાં વિસ્તાર શીતલપાર્ક, બજરંગવાડીની આસપાસના સર્વે રાજપૂત મહિલા બહેનો દિકરીબાઓને ઉષાબા આર. જાડેજા (માખાવડ) તરફથી આમંત્રણ પાઠવવામાં આવે છે. આ તકે મહિલાઓ એ અબતકની મુલાકાત લીધી હતી.

Advertisement

આ કાર્યક્રમ દશેરાના દિવસે બપોરે ૪ કલાકે શરૂ થશે અને ૩.૩૦ ક્લાકે વેલનાથ ચોક ગાંધીગ્રામ ખાતે સર્વે બહેનોનું તલવાર સાથે ઢોલ સાથે ઢોલ સાથે સામૈયું થશે અને રાજપૂત પરંપરાગત પોસાકમાં નિકળી આશાપૂરા મંદિર ખાતે પહોચશે ત્યાં દરેક રાજપૂત બહેનો એકી સાથે શસ્ત્રપૂજનના કાર્યમાં જોડાશે રાજપૂત સમાજમાં પ્રથમવાર મહિલાઓ દ્વારા શસ્ત્રપૂજન કાર્યક્રમ થનાર હોય સમગ્ર રાજપૂત સમાજમાં આ શસ્ત્રપૂજનમાં ભાગ લેવા તથા જોવા માટે સારો પ્રતિસાદ સાંપડી રહેલ છે. આયોજકો દ્વારા દરેક વિસ્તાર તથા ઘર ઘરની મુલાકાત લેતા ખૂબજ સારો પ્રતિસાદ સાંપડેલ છે. આશરે ૨૦૦થી ૩૦૦ મહિલાઓ દિકરીબાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનારા છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય આયોજક ઉષાબા આર. જાડેજા(માખાવડ), હિનાબા વી. જાડેજા (ખીરસરા રણમલ) દક્ષાબા આર. જાડેજા (માખાવડ), જયશ્રીબા જાડેજા (રીબ), ગાયત્રી બા રાયજાદા (મોટી ઘંસારી), રાજલબા ગોહિલ (ભાવનગર) મીનાબા ડી. જાડેજા (ખીરસરા રણમલ), વૈશાલીબા જાડેજા (કચ્છ) ઉર્વસીબા ડી. જાડેજા (ખિલોસ), કૈલાસબા ઝાલા (લજાઈ) દર્શનાબા ઝાલા (લજાઈ) વગેરે જહમેત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.