Abtak Media Google News

જી-20 દેશોના પ્રતિનિધિઓ વચ્ચે ગિફ્ટ સિટી આકર્ષણનું કેન્દ્ર બનશે :’ગિફ્ટ નિફ્ટીના આગમનને કારણે ગુજરાતની આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા

ભારતની પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી અને દેશની પ્રથમ ફાયનાન્શિયલ ટેક સિટી તરીકે વિખ્યાત ગિફ્ટ સિટી પહેલી વખત આંતરરાષ્ટ્રીય ચર્ચાનું પ્લેટફોર્મ બનવા જઇ રહ્યું છે. ભારતની જી-20 અધ્યક્ષતા અંતર્ગત ગુજરાતમાં ફાયનાન્સ અને સેન્ટ્રલ બેન્કના ઉપ પ્રમુખોની ત્રીજી બેઠક આયોજિત થવા જઇ રહી છે. આ બેઠકના એક ભાગ તરીકે ‘ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટર્સ ડાયલોગ એટ ગિફ્ટ સિટી’ પર મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં જી-20 દેશોના મુખ્ય પ્રતિનિધિઓ, નાણા મંત્રીઓ અને કેન્દ્રીય બેન્કના ગવર્નરો સામેલ થશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.ગિફ્ટ એટલે કે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી એ ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર સાથેનું બહુવિધ-સેવા વિશેષ આર્થિક ક્ષેત્ર છે.આરાએફએસસીએ માત્ર ભારત માટે જ નહીં, પરંતુ વિશ્વ માટે, એક નાણાકીય અને ટેક્નોલોજી સેવાઓના એકીકૃત કેન્દ્ર તરીકે ગિફ્ટ સિટીમાં સ્થિત છે.

Advertisement

ઉલ્લેખનીય છે કે આ બેઠકના થોડા દિવસ પહેલા જ ગુજરાતે આંતરરાષ્ટ્રીય સ્તરે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. સિંગાપોરથી ઓપરેટ થતું સિંગાપોર જોઈન્ટ એક્સચેન્જ  હવે સંપૂર્ણપણે ગિફ્ટ સિટીમાં શિફ્ટ થઈ ગયું છે અને હવે તેનું સંચાલન ભારતના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસિસ સેન્ટર થી શરૂ થઇ ગયું છે.

નિફ્ટી ભારતના નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી ઇન્ડેક્સ પર આધારિત છે અને ભારત અને સિંગાપોરના મૂડી બજારોને જોડતી પ્રથમ ક્રોસ બોર્ડર (આંતરરાષ્ટ્રીય) પહેલ છે. સિંગાપોર એક્સચેન્જ પરથી ઇન્ટરનેશનલ એક્સચેન્જ ઓફના ટ્રાન્સફર સાથે, તેનું નામ ગિફ્ટ નિફ્ટી રાખવામાં આવ્યું છે.

એસજીએફ નિફ્ટીમાં શિફ્ટ થવાની સાથે જ, અંદાજે 7.5 બિલિયનન મૂલ્યના ડિનોમિનેટેડ કોન્ટ્રાક્ટના ટ્રેડ્સ પણ હવે સીધા ગુજરાતના ગિફ્ટ સિટીમાંથી હાથ ધરવામાં આવે છે. આ ટ્રેડની વિદેશી તેમજ ભારતની નાણાકીય સંસ્થાઓ અને ભારતીય અર્થતંત્ર પર સકારાત્મક અસર પડશે. ગુજરાતની આ સિદ્ધિ ૠ20 બેઠક દરમિયાન ગિફ્ટ સિટીની મુલાકાત લેનારા જી-20 દેશોના પ્રતિનિધિઓમાં ચર્ચાનો વિષય બની રહી છે.

ભારતને વૈશ્વિક નાણાકીય હબ તરીકે સ્થાપિત કરવાના વડા પ્રધાન  નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ  ગિફ્ટ સિટીની સ્થાપના અને વિકાસ કરવામાં આવ્યો છે. વર્તમાનમાં ગિફ્ટ સિટીમાં ઘણી પ્રમુખ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આવેલી છે. તેમાં આઈએફએસસી  એરિયામાં 35 ફિનટેક એન્ટીટીઝ, 2 ઇન્ટરનેશનલ સ્ટોક એક્સ્ચેન્જ, 1 મલ્ટીલેટરલ બેન્ક, 1 બુલિયન એક્સ્ચેન્જ, 23 ઇન્ટરનેશનલ બેન્કિંગ કેન્દ્રો, 63 ફન્ડ મેનેજમેન્ટ, 24 એરક્રાફ્ટ લિઝીંગ અને ફાયનાન્સિંગ એન્ટીટીઝ, અને 64 આનુષંગિક સેવાઓ ઉપલબ્ધ છે. એટલું જ નહીં, વર્તમાનમાં ગિફ્ટ સિટીમાં એવરેજ દૈનિક ટ્રેડિંગ વોલ્યૂમ ઞજ 30.6 બિલિયન અને ક્યૂમ્યુલેટિવ એસેટ સાઇઝ ઞજ 36.5 બિલિયન છે.

ગિફ્ટ સિટી એ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મહત્વપૂર્ણ પ્રાથમિકતાઓ પૈકી એક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર ગિફ્ટ સિટીને દેશ અને વિશ્વ સમક્ષ એક એવા ફાયનાન્શિયલ વર્ક કલ્ચરવાળા કોમર્શિયલ એરિયા તરીકે તૈયાર કરી રહી છે, જે લીડિંગ ગ્લોબલ ફાયનાન્શિયલ હબ્સની સમકક્ષ છે અને તે વધુ અનુકૂળ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રદાન કરી શકે છે.

ગુજરાત સરકારને આશા છે કે જી-20 અંતર્ગત આયોજિત થનારી બેઠકના લીધે, ગિફ્ટ સિટીની આ વિશેષતાઓ જે તે દેશોના પ્રતિનિધિઓને તેમની ફાઇનાન્શિયલ ટ્રેડિંગની પ્રવૃત્તિઓને ગુજરાતમાં શિફ્ટ કરવા માટે આકર્ષિત કરશે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીનું બ્રેન ચાઇલ્ડ ગિફ્ટ સિટી આજે એક રાષ્ટ્રીય મહત્વનો પ્રોજેક્ટ બની ગયો છે, અને જેમ-જેમ દેશ એક વિકસિત રાષ્ટ્ર બનવાના સપનાને સાકાર કરવા તરફ અગ્રેસર થઇ રહ્યો છે, તે ભારતની વિકાસ ગાથાનું એક અભિન્ન અંગ બની રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.