Abtak Media Google News

તાલુકા પંચાયત પ્રમુખની આગેવાનીમાં મામલતદારને આવેદન અપાયું લલીત વસોયા સાથે ૨૦૦ કાર્યકરો પણ જળ સમાધી લેશે તેવી ચીમકી

ભાદર-૨ ડેમમાં ડાઈંગનાં કારખાનાઓ દ્વારા કેમીકલ યુકત પાણી અને કચરો ઠાલવવામાં આવે છે. ભાદર ૨ ડેમનાં પ્રદુષણ મુદે ઉપલેટા તાલુકા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ રમેશભાઈ મકવાણા દ્વારા રાજયપાલને રજૂઆત કરવામાં આવી હતી ઉપરાંત તાલુકા પંચાયત પ્રમુખ લાખાભાઈ ડાંગરની આગેવાનીમાં મામલતદારને આવેદન અપાયું હતુ.

રજુઆતમાં જણાવાયું કે આ ડેમમાંથી પાણી આજુબાજુના ખેતરોમાં વપરાય છે. આ કેમીકલ યુકત પાણીથી થયેલ ખેતીના કારણે જે પાક થાય છે તે કેમીકલ યુકત હોય છે.જે કેન્સર જેવારોગો ઉત્પન્ન કરશે એટલુ જ નહિ આવું પાણી પાવાથી તાલુકાની ખેતી બંજર બની જશે આમ ન થાય તે માટે કેમીકલ યુકત પાણી ભાદર ૨ ડેમમાં આવતુ અટકાવવું જ‚રી છે.

ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ આ પ્રદુષીત પાણી અટકાવવા જળ સમાધી લેવાની તા.૧૧એ જાહેરાત કરેલ છે.

જો આ પ્રશ્ર્ન નહિ અટકાવાય તો લલીતભાઈ વસોયા સાથે ૨૦૦ કાર્યકરોને જળ સમાધી લેવાની ફરજ પડશે.આવેદન વખતે તાલુકા પંચાયતના પ્રમુખ લાખાભાઈ ડાંગર, ઉપપ્રમુખ નશીમાબેન સુમરા, જિલ્લા પંચાયતના સભ્ય નારણભાઈ સેલાણા, યુથ કોંગ્રેસના પ્રમુખ રમેશભાઈ ભારાઈ, સુધરાઈ સભ્યો હાજીભાઈ શિવાણી, રજાકભાઈ હિંગોરા, બોદુભાઈ શેખ, મેમણ અગ્રણી બાલાભાઈ દાફડા, ગઢાળાના સરપંચ નારણભાઈ આહિર, ચીખલીયાના સરપંચ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, તાલુકા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ભુપતભાઈ ચાવડા, મહિલા મોરચાના પ્રમુખ આરતીબેન માકડીયા સહિત ૨૦૦ જેટલા આગેવાનો ખેડુતો હાજર રહી ધારાસભ્ય લલીત વસોયાને સમર્થન જાહેર કરેલ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.