Abtak Media Google News

રાજકોટની જાણીતી સંસ્થા વિરાણી બહેરા મુંગા શાળામાં અભ્યાસ કરતાં ર૬૦ દિવ્યાંગ (મૂક બધિર) બાળકો પૈકી ૧૦૦ મોટા બાળકોને રાજકોટથી જેસલમેર, રામદેવરા, પોખરણગઢ, અમૃતસર, વાઘા બોર્ડર, જમ્મુ, કટરા, વૈશ્ર્ણોદેવી, કુરુક્ષેત્રે : દિલ્હી દર્શન, માન. વડાપ્રધાન તથા રાષ્ટ્રપતિ સાથે મુલાકાત જયપુર, નાથદ્વારા, ઉદયપુર તેમજ અન્ય જોવાલાયક સ્થળોના એક શૈક્ષણિક પ્રવાસ સ્લીપર બસર દ્વારા યોજવામાં આવેલ છે. આ દિવ્યાંગ બાળકોને કુદરતી સૌદર્ય તથા બહારના પ્રાકૃતિક વાતાવરણ નો લ્હાવો માણે તથા બાળકોને બહારની દુનિયા જોવા મળે અને તેમના જ્ઞાનમાં વધારો થાય એ હેતુથી આ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે. સંસ્થાના પ્રમુખ રજનીભાઇ જી.બાવીસી તથા માનદમંત્રી હસુભાઇ જોશી તથા સર્વે ટ્રસ્ટીગણ તથા વ્યવસ્થાપક મંડળના સભ્યઓએ પ્રવાસ માટે જનાર બાળકોને શુભેચ્છા પાઠવી .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.