સાળંગપુર ધામ કષ્ટભંજન દેવ મંદિરે ત્રિવિધ કાર્યક્રમનો સંગમ

ગોપાલાનંદ સ્વામી યાત્રિક ભવનનું ખાતમુહુર્ત કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને ફુલોનો શણગાર અને રાકેશ પ્રસાદજી મહારાજનો 56મો જન્મોત્સવની ઉજવણી

સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને  દિવ્ય વાઘા-ફૂલોનો શણગાર એવં નૂતન સદ્ગુરુ યોગીવર્ય  ગોપાળાનંદ સ્વામી યાત્રીક ભવનનું ખાતમુહૂર્ત અને શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી પીઠાધિપતિ સનાતન પૂ. 1008 આચાર્ય  રાકેશપ્રસાદજી મહારાજશ્રીનો 56મો જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામ  કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી એવં કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી વડતાલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડના સંપૂર્ણ સાથ સહકારથી તેમજ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી 1000 રૂમો તથા વિશાળ હોલની સુવિધાવાળું ગુજરાતનું પ્રથમ તા.03 ઓગષ્ટ 2022,બુધવારના રોજ  કષ્ટભંજનદેવ દાદાને ફૂલનો દિવ્ય શણગાર એવં નૂતન સદ્ગુરુ યોગીવર્ય ગોપાળાનંદ સ્વામી યાત્રીક ભવનનું ખાતમુહૂર્ત  એવં  લક્ષ્મીનારાયણદેવ ગાદી પીઠાધિપતિ સનાતન પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય  રાકેશપ્રસાદજી મહારાજ નો 56મો જન્મઉત્સવની ઉજવણી ભવ્યાતિભવ્ય રીતે સવારે 8:30 થી 11:30 કલાકે દરમિયાન કરવામાં આવેલ.જેમાં વડતાલ, ગઢડા, જૂનાગઢ, ભુજ વિગેરે ધામોધામથી 300 કરતા પણ  વધારે સંતો તથા હજારો હરિભક્તો પધારેલ.

દાદાના શણગાર -આરતી -મહારજ-સંતોના આશીર્વચન દર્શનનો અમૂલ્ય લ્હાવો હજારો ભક્તોએ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.શ્રી લક્ષ્મીનારાયણદેવ ગાદી પીઠાધિપતિ સનાતન પૂ. 1008 આચાર્ય  રાકેશપ્રસાદજી મહારાજશ્રીનો 56મો જન્મોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

મંદિરના પટાંગણમાં શ્રાવણ માસ નિમિતે વિશ્વશાંતિ હનુમાન ચાલીસા અને હનુમંત મંત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.