Abtak Media Google News
અમદાવાદમાં નામાંકિત ડો. અનિલ જૈન પાસે બાયપાસ સર્જરી કરાવ્યા બાદ ફેફસા અને કિડનીમાં ઇન્ફેન્શન થતા છેલ્લા ર0 દિવસથી કોમામાં સરકી ગયા હતા. આજે દુનિયાને કહ્યું અલવિદા: ભાજપમાં શોકનો માહોલ: બપોર બાદ તેઓનો પાર્થીવ દેહ રાજકોટમાં લવાશે

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 9 ના પૂર્વ કોર્પોરેટર અને જામનગર શહેર ભાજપ મહિલા મોરચાના પ્રદેશ પ્રભારી રૂપાબેન શીલુનું આજે સવારે દુ:ખ નિધન થતા ભાજપમાં ધેરા શોકનો માહોલ છવાય જવા પામ્યો છે. તેઓના પાર્થીવ દેહને બપોર બાદ અમદાવાદથી રાજકોટ લાવવામાં આવશે આજે સાંજે અથવા આવતીકાલે તેઓની અંતિમ વિધી કરવામાં આવે તેવી શકયતા જણાય રહી છે.

કોર્પોરેટરની શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલીત યોજનાઓ અને અગ્નિ શામક દળ સમિતિના પૂર્વ ચેરમેન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ વાઇસ ચેરમેન શ્રીમતિ રૂપાબેન નવલશંકરભાઇ શીલુને હાર્ટની સમસ્યા  જણાતા આશરે એકાદ મહિના પૂર્વ રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલમાં એન્જયો પ્લાસ્ટર કરાવતા હાર્ટની એક વેન બ્લોક જ હોવાનું ખુલ્યું હતું. દરમિયાન તેઓએ આશરે રપ દિવસ પહેલા અમદાવાદની એપીક હોસ્પિટલના ખ્યાતનામ હાર્ટ સર્જન ડો. અનિલ જૈન પાસે બાયપાસ સર્જરી કરાવી હતી.

સર્જરી બાદ તેઓને ફેફસા અને કિડનીમાં ઇન્ફેકશન થવાના કારણે છેલ્લા ર0 દિવસથી કોમામાં સરી પડયા હતા તેઓની સઘન સારવાર ચાલી રહી હતી. દરમિયાન સારવાર કારગત ન નિવડતા આજે તેઓનું દુ:ખદ અવસાન થયું છે. તેઓ પોતાની પાછળ પતિ ડો. એન.ડી. શીલુ બે પુત્રો આશુતોષ (રાજકોટ), અને ડીજેન (લંડન) તથા દિકરી પૂર્વા (મુંબઇ)ને વિલાપ કરતા છોડી ગયા છે. આજે બપોર બાદ તેઓના પાર્થિવ દેહને અમદાવાદથી રાજકોટ ખાતે લાવવામાં આવશે આજે સાંજે અથવા આવતીકાલે સવારે તેઓની અંતિમ વિધી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રૂપાબેન શીલુ ર000 માં પ્રથમવાર કોર્પોરેશનની ચુંટણી લડયા હતા જે તેઓનો પરાજય થયો હતો. ર000 માં શહેર ભાજપ મહીલા મોરચાના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી હતી. 2015 થી 2020 સુધી તેઓ વોર્ડ નં. 9 ના નગર સેવિકા તરીકે રહ્યા હતા.

હાલ તેઓ જામનગર શહેર ભાજપ મહિલા મોરચાના પ્રદેશ પ્રભારી તરીકે જવાબદારી વહન કરતા હતા. આ ઉપરાંત આર.એસ.એસ.ની રાષ્ટ્રીય  સેવિકા સમિતિના સક્રિય સભય પણ હતા. એક સેવાભાવી મહિલા અગ્રણીના અકાળે અવસાનથી સમાજને મોટી ખોટ પડી છે ભાજપના કાર્યકરોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.