Abtak Media Google News

તા.૧૪/૧૨/૨૦૧૫ના રોજ ભારતીય જનતા પાર્ટીએ મને મેયર તરીકે જવાબદારી સોંપેલ, મેયર તરીકેની જવાબદારીને આજ અઢી વર્ષ પૂર્ણ થયેલ છે. અઢી વર્ષના સમય દરમ્યાન પદાધિકારીઓ અને કોર્પોરેટરો સતત લોકોની વચ્ચે રહી પોતાના વોર્ડના વિકાસ કામો કરેલ છે.

રાજયના માન.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને તેમની સરકારના સહયોગથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રેણી બધ વિકાસ કાર્યો પૂર્ણ કરેલ છે. અને ઘણા પ્રોજેકટો ગતિમાં છે. દેશના ૧૦૦ શહેરો સ્માર્ટ સિટી તરીકે પસંદગીના અનુસંધાને રાજકોટ શહેરની સ્માર્ટ સિટી તરીકે પસંદ થયેલ છે. આ ઉપરાંત સ્વચ્છતા ભારત અભિયાન હેઠળ સ્વચ્છતા હરીફાઈ અંતર્ગત દેશના ૭૬ શહેરોમાંથી રાજકોટ શહેરનું ૭મુ સ્થાન મેળવેલ છે. ”આઇ-વે પ્રોજેક્ટ”ના અનુસંધાને સેઈફ સિટી એવોર્ડ મળેલ છે.આ ઉપરાંત જુદી જુદી કામગીરી માટે અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થયેલ.

વિશેષમાં શહેરનો વિસ્તાર તથા વસ્તીમાં ખુબ જ વધારો થવાથી સ્થાનિક જળાશયો મારફત શહેરને દૈનિક પાણી વિતરણ માટે ખુબ જ  મુશ્કેલી પડતી. પરતું હાલના વડાપ્રધાન અને ગુજરાતના તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સમયમાં નર્મદા યોજના સાકાર થતા માં નર્મદાનું પાણી ગામે ગામ મળવા લાગેલ છે.ત્યારબાદ રાજયના મુખ્યમંત્રી તરીકે વિજયભાઈ રૂપાણીની વરણી થતા રાજકોટ શહેરની પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવવા મચ્છુ ડેમથી આજીડેમ-૧ સુધી ૩૧ કિલોમીટર પાઈપ લાઈનની ૧૮ માસમાં પુરી કરવાની થતી કામગીરી ફકત ૭ માસમાં પૂર્ણ કરાવી. ગત ઉનાળામાં આજીડેમ-૧માં નર્મદાને પાણીથી ભરવામાં આવેલ. ચાલુ વર્ષમાં પણ આજીડેમ-૧માં નર્મદાના પાણીનો ઘટાડો થવાથી ફરી નર્મદાના નીરની જરૂરિયાત મુજબનો પાણીનો જથ્થો ઠલવવામાં આવેલ છે. આમ સૌની યોજના હેઠળ આજીડેમ-૧ને જોડી શહેરની પાણીની સમસ્યાને ભૂતકાળ બનાવી દીધેલ છે. જે શહેરીજનો ક્યારેય ભુલશે નહી.

તંત્રની સાથો સાથ સાંસદશ્રી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી સહીતની ટીમ, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ, જુદી જુદી સમિતિના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ, સંગઠનના હોદેદારોશ્રી, વિગેરેએ ખંભે ખંભા મિલાવી રાજકોટ શહેરની વિકાસ યાત્રા આગળ વધે તે માટે ટીમવર્કથી કામ કરેલ છે. શહેરના વિકાસમાં શહેરની સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક, ઔદ્યોગિક, સંસ્થાઓ, શહેરીજનો, પ્રેસ/ઈલેકટ્રિક મીડિયા વિગેરે પણ ભરપુર સહયોગ આપેલ છે, તે બદલ ઋણ સ્વીકાર કરું છું અને હૃદયપૂર્વક સૌનો આભાર માનુ છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.