Abtak Media Google News

નામ જાહેર થયાની ગણતરીની મીનીટોમાં જ ઉમેદવારી નોંધાવાઈ: જિલ્લા પંચાયતની પાંચ સીટો ઉપર પણ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

સ્થાનિક સ્વરાજ્ય, વિધાનસભા કે લોકસભાની ચૂંટણી હોય ત્યારે સમગ્ર ગુજરાતની નજર ગોંડલ તરફ મંડાતી હોય છે ત્યારે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે રાષ્ટ્રીય પક્ષોના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ રજૂ કરાતાં શહેર પંથકમાં ચૂંટણીનો માહોલ બની જવા પામ્યો છે.

Advertisement

ગોંડલ નગરપાલિકાની ૪૪ સીટ માટે ભાજપના ઉમેદવારો દ્વારા તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારીને ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા જેમાં વોર્ડ નંબર એક માં અર્પણાબેન જીતેન્દ્રભાઈ આચાર્ય, કાંતાબેન જેન્તીભાઈ સાટોડીયા, રાજેન્દ્રસિંહ રઘુરાજ સિંહ જાડેજા, ગૌતમભાઈ રતાભાઇ સિંધવ, વોર્ડ નંબર બે માંથી શીતલબેન સમીરભાઈ કોટડીયા, અનિતાબેન પ્રફુલભાઈ રાજ્યગુરુ, હર્ષદભાઈ મોહનભાઈ વાઘેલા, ક્રિપાલસિંહ પૃથ્વીસિંહ જાડેજા, વોર્ડ નંબર ત્રણ માં હંસાબેન ખીમજીભાઈ માધડ, સમજુબેન રુખડભાઈ મકવાણા, રાજુભાઈ હમીરભાઇ ધાના, ભરતસિંહ વજુભા જાડેજા, ચાર નંબરના વોર્ડમાં વસંતબેન મયાભાઈ ટોળીયા, હાજરા બેન ગફારભાઈ ચૌહાણ, રમેશભાઈ માયાભાઈ સોંદરવા, ચંદુભાઈ મોહનભાઈ ડાભી, પાંચ નંબરના વોર્ડમાં ઉર્મિલાબેન નિલેશભાઈ પરમાર સોનલબેન ગૌરવભાઈ ધડુક, સંજયભાઈ રમણીકલાલ ધીનોજા, આસિફભાઇ મજીદભાઈ ઝકરીયા, વોર્ડ નંબર છ માં નયનાબેન હિતેશભાઈ રાવલ, કંચનબેન હિતેશભાઈ શિંગાળા, મનસુખભાઈ હરિભાઈ રૈયાણી, રફીક અલ્લારખા કૈડા, સાત નંબરના વોર્ડમાં પરિતાબેન વૈભવભાઇ ગણાત્રા, વિભાબેન તુષારભાઇ પંડ્યા, જીગ્નેશભાઈ ધીરુભાઇ ઠુંમર, ઓમદેવસિંહ પ્રભાતસિંહ જાડેજા, વોર્ડ નંબર ૮માં ખુશ્બુબેન ગોપાલભાઈ ભુવા, રંજનબેન ધીરૃભાઈ સરધારા, પ્રકાશભાઈ થોભણભાઇ સાટોડીયા, મનીષભાઈ દુર્લભજીભાઈ ચનીયારા, વોર્ડ નંબર નવ માં મિતલબેન ચિરાગભાઈ ધાનાણી, ભાવનાબેન પ્રવીણભાઈ રૈયાણી, અશ્વિનભાઈ જગજીવનભાઈ પાંચાણી, શૈલેષભાઈ વલ્લભભાઈ રોકડ, વોર્ડ નંબર ૧૦ માં સંગીતાબેન કેતનભાઇ કુડલા, મીનાબેન પ્રભુદાસભાઈ જસાણી, કૌશિકભાઇ વલ્લભભાઈ પડારીયા, અશ્વિનભાઈ માધવજીભાઈ રૈયાણી તેમજ વોર્ડ નંબર ૧૧ માં વસંતબેન વિજયભાઈ ચૌહાણ, રંજનબેન સવજીભાઈ પીપળીયા, જગદીશભાઈ બચુભાઈ રામાણી અને નિલેશભાઈ ગોકળભાઈ કાપડિયા એ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા.

જ્યારે કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર ૫ માં જાગૃતીબેન પરમાર, નમ્રતાબેન પાંભર, સંદીપભાઈ હિરપરા સતિષભાઈ વોર્ડ નંબર ૮માં જય નંદાપરા અને વોર્ડ નંબર ૬ માં પ્રવિણાબેન જયસુખભાઇ વઘાસિયાએ ઉમેદવારી નોંધાવી હતી આ લખાય છે ત્યાં સુધી કોંગ્રેસ કે આપના ઉમેદવારોએ નગરપાલિકાની ૪૪ સીટો ઉપર ઉમેદવારી સંપૂર્ણ નોંધાવી નથી.

ભાજપ દ્વારા જિલ્લા પંચાયતની પાંચ સીટો પર ચરખડીની બેઠક ઉપર અમૃતભાઇ મકવાણા, દેરડી બેઠક પર રાજેશભાઈ ડાંગર, કોલીથડ સીટ પર સહદેવસિંહ જાડેજા, મોવિયા બેઠક પર લીલાવંતીબેન ઠુંમર અને શિવરાજગઢ બેઠક ઉપર શૈલેષભાઈ ડોબરીયા એ ઉમેદવારી નોંધાવી છે જ્યારે અન્ય પક્ષોનું લિસ્ટ પ્રસિદ્ધ કરાયું નથી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.