Abtak Media Google News

જુનાગઢ ગિરનારની લીલી પરિક્રમા એટલે આસ્થાથી આવતા લોકોમાંથી પુણ્યનું ભાથુ બાંધવામાં ઉત્તમ તક આસ્થાભેર આવતા તમામ શ્રઘ્ધાળુઓની શ્રઘ્ધાને કલંકીત કરતો કીસ્સો ગઇકાલે સામે આવતા પરીક્રમા રૂટના રૂપાયતન વિસ્તારમાં ફીટકાર સાથે ચકચારની લાગણી પ્રવર્તી જવા પામી છે. પરીક્રમા રૂટ પરથી કોઇ અજાણી સ્ત્રીએ તાજી જન્મેલી બાળકીને મૃત હાતલમાં તરછોડી દેતા પરીક્રમામાં આસ્થાયી જોડાતા ભાવિકોના હ્રદય આ ઘટનાને કારણે ખીન્ન થઇ જવા પામ્યા હતા.

આ અંગે વધુ વિગત અનુસાર વર્ષોથી ચાલી આવતી પરીક્રમામાં દર વર્ષે લાખો ભાવિકો ઉત્સાહ અને આસ્થ્ાપૂર્વક આવે છે. ત્યારે ૨૦૧૮ ની પરીક્રમામાં આસ્થાને કલંક લગાડતો કીસ્સો સામે આવ્યો છે. જયાં લોકો પુણ્યનું ભાથુ બાંધવામાં આવે છે ત્યાં જ પાપની ઘટના સામે આવતા ચકચાર મચી ગઇ છે.

મંગળવારની સવારે રુપાયતન ના ગેઇટ પાસેથી મૃત હાલતમાં ત્યજી દેનાર જનેતા પર ચોતરફથી ફીટકાર વરસી રહ્યો છે. કોઇ જનેતા નવ મહિના કોખે ઉછેરનાર બાળકીને આમ કેવી રીતે ત્યજી શકે તેવા સવાલ સાથે રોષ ઠાલવી રહ્યા છે. આ અંગે બાળકીને ત્યજી દેનાર અજાણ્યા માતા-પિતા સામે ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધવામાં આવી છે નવજાત મૃત બાળકીને પ્રથમ

જોનારા મુળ અમદાવાદના અને જુનાગઢ પરીક્રમામાં રુપાયતના ગેઇટ પાસે ચશ્માનો સ્ટોલ નાખી ને વેપાર કરતા પ્રકાશભાઇ દિનેશભાઇ સોનીએ જણાવ્યું હતું કે રુપાયતન પાસે સ્ટોલ છે ત્યાં વેપાર કરતો હતો ત્યારે સવારના સાતેક વાગ્યાના અરસામાં પાસે  કામ કરતા હતો.

ત્યારે સવારના સાતેક વાગ્યાના અરસામાં પાસે કામ કરતા મીનાબેન આવ્યા હતા અને સ્ટોલ પાસે નીચે જાળીમાં એક નાનુ તાજુ જન્મેલ બાળક મૃત હાલતમાં પડયું છે. તેમ કહ્યું હતું જો કે આ બાળકની આસપાસ કઇ સ્ત્રી કે પુરૂષ હાજર ન હતા પોલીસે આ મામલે અજાણ્યા માતા-પિતા સામે બાળકને ત્યજી દેવાના ગુના હેઠળ ફરીયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે હાલ બાળકીને પી.એમ. માટે જામનગર મોકલી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.