Abtak Media Google News
  • ફુલડોલ મહોત્સવ અંતર્ગત દર્શનના સમયમાં કરાયો ફેરફાર

દ્વારકાધીશ જગતમંદિરમાં આગામી હોળી – ફુલડોલ ઉત્સવની પરંપરાગત રીતે ઊજવણી કરવામાં આવશે. જગતમંદિરમાં   ફુલડોલ ઉત્સવ દરમ્યાન ઠાકોરજીના દર્શન સમયમાં જરૂરી ફેરફાર નોંધાયો છે; જે અનુસાર આગામી તા.રપને સોમવાર ફાગણ સુદ પૂનમના રોજ ફુલડોલ ઉત્સવ નિમિત્તે મંગલા આરતી સવારે 6:00 કલાકે યોજાશે. અનોસર બપોરે 1:00 કલાકે થશે. ઉત્સવ આરતી બપોરે 2:00 કલાકે તેમજ ઠાકોરજી સંગ કુલડોલ ઉત્સવની ઊજવણી બપોરે 2:00 થી 3:00 સુધી કરાશે. 3 થી 5 સુધી મંદિર બંધ રહેશે જયારે સાંજનો ક્રમ નિત્યક્રમાનુસાર રહેશે. હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં હોળી કુલડોલ ઉત્સવ ઉજવવામાં આવનાર હોય લાખો ભાવિકો અનેરા ઉત્સાહ સાથે હજારો ભાવિકો દ્વારકા પધારનાર હોય તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે સુગમતાભરી વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.

યાત્રાધામ દ્વારકામાં દર વર્ષની જેમ હોળી ફુલડોલ ઉત્સવ દ્વારકાધીશ જગતમંદિરમાં પરંપરરાગત રીતે ઊજવવામાં આવનાર છે ત્યારે કચ્છ, ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાંથી પગપાળા સંઘ અલગ અલગ જૂથોમાં દ્વારકા તરફ રવાના થઈ રહયા છે. જેની સંખ્યામાં આગામી સપ્તાહ દરમ્યાન સતત વધારો થતો જોવા મળશે. તો દ્વારકા તરફ આવતા તમામ ધોરી માર્ગો પર સ્વયંસેવી સંસ્થાઓ દ્વારા ઠેરઠેર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યાત્રીકો માટે આરામ, ભોજન, નાસ્તા, પાણી તેમજ મેડીકલ સહાય તથા મસાજ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

હોળાષ્ટકનો પ્રારંભ  થતા જ દ્વારકાધીશ જગતમંદિરમાં દોલોત્સવ સુધી ઠાકોરજીને સવારે શૃંગાર આરતી તેમજ સાંજે સંધ્યા આરતી દરમ્યાન સફેદ વસ્ત્રો સાથેના અલૌકિક શૃંગાર સાથે બંને આરતી સમયે ઠાકોરજી સંગ ચાંદીની પિચકારીમાં કેસરજળ તથા અબીલ ગુલાલની પોટલી સાથેના શૃંગાર યોજાશે.

શૃંગાર અરતી સમયેથી ભાવિકો  ઠાકોરજીની પ્રસાદીરૂપ અબીલ ગુલાલની પોટલીઓથી  રંગે રંગાશે જે ક્રમ દોલોત્સવ સુધી સવાર સાંજ બંને સમયે  ઉજવાશે. જગતમંદિર પરિસરમાં  પણ ભાવિકો રંગે રંગાતા જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.