Abtak Media Google News

કોર કમિટીની સંખ્યા 13થી વધારીને 17 કરવામાં આવી

Img 20220707 Wa0002 E1657193675786

ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસર્સ ડાયરેક્ટર્સ એસોસિયેશન ( જી.એફ.પી.ડી.એ.) ( સુચિત ) ની દબદબાભેર રચના કરવામાં આવી જેમાં ગુજરાત અને મુંબઈ ના ખુણે ખુણે થી શુભેચ્છાઓ મળી. હતી.આ દરમ્યાન કેટલાક સુચનો અમને મળ્યા જેની ઉપર ત્વરિત કામચલાઉ વર્કિંગ કમિટી ની મીટીંગ તારીખ 3 જુલાઈ ના રોજ બોલાવીને નિર્ણયો લેવામાં આવ્યા.. મુખ્ય પ્રવાહના રાષ્ટ્રીય સ્તરના સંગઠન એવા ઇન્ડિયન મોસમ પિકચર પ્રોડયુસર  ( આઇએમપીપીએ ) માં સામેલ તમામ ગુજરાતી નિર્માતાઓને ઓનરરી કમીટી માં ( હોદ્દાની રૂએ) સન્માનભેર સ્થાન આપવું છે. અમુક ખુબ અગત્યના નિર્માતા – દિગ્દર્શકો ને કામચલાઉ કમીટી માં સમાવી કામચલાઉ કમીટીની સંખ્યા 13 થી વધારી 17 કરી છે.ઇમ્પ્પા ની કોર કમિટી માં સ્થાન ધરાવતા 7 ગુજરાતી સભ્યો ને નિમંત્રણ મોકલી આપવામાં આવ્યા છે.

સાતેય સભ્યો નું ક્ધફોર્મેશન મળે કે તરતજ તે અંગે વિધીવત જાહેરાત કરવામાં આવશે. કામ ચલાઉ કમિટીમાં હિતેશ કનોડીયા, હરેશ પટેલ, અભિલાષ ઘોડા, પરેશ વોરા, વૈશલ શાહ, કૃષ્ણદેવ યાજ્ઞિક, મનિષ સૈની, બિપીન બાપોદરા, ધર્મેશ શાહ, સંજય શાહ, રમેશ કરોલકર, સંજય પટેલ, ઉત્પલ મોદી, શૈલેષ પ્રજાપતી, દિવ્યા પટેલ અને વિનય દવેની નિમણૂંક કરાઇ છે. આ ઉપરાંત કામચલાઉ કોર કમીટીની સંખ્યા 13 થી વધારી 17 કરી, નીચેના ચાર નિર્માતાઓ – દિગ્દર્શક ને ગુજરાતી ફિલ્મ પ્રોડયુસર ડિરેકટરસ એશો.  ને કામચલાઉ કોર કમીટી માં આરતી સંદીપ પટેલ,  વૈશલ શાહ, કૃષ્ણદેવ યાજ્ઞિક – કે.ડી., મનીષ સૈની,સન્માન પુર્વક સ્થાન આપવામાં આવે છે.. કામ ચલાઉ કમીટીને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ના સૌ નિર્માતા, દિગ્દર્શકો, કલાકારો અને કસબીઓ આ વાતની ખાસ નોંધ લેવાની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.