Abtak Media Google News

પંચનાથ પ્લોટ વિસ્તારના ચાર મોબાઈલના ધંધાર્થી અમદાવાદથી સસ્તામાં માલ લાવી ગ્રાહકોને ધાબડતા હતા

રાજકોટ શહેર મેન્યુફેકચરીંગનું હબ હોવાથી કોઈપણ વસ્તુના નકલી પાર્ટસના કારખાનામાં અનેક વખત દરોડાના બનાવો અનેક વખત ચમકતા હોય ત્યારે શહેરના પંચનાથ વિસ્તારમાં મોબાઈલ એસેસરીઝના વેચાણના ધંધાર્થી દ્વારા એપલ કંપનીના નકલી એસસરીઝની ચાર દુકાનોમાં દરોડા પાડી ચાર શખ્સો સામે કોપીરાઈટ કલમ હેઠળ ગુનો નોંધી રૂ.૧૦ લાખનો નકલી માલનો જથ્થો કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મુળ રાજસ્થાનમાં રહેતા અને મુંબઈની ગ્રિફીન આઈ.પી. સર્વિસ પ્રાઈવેટ લીમીટેડ કંપનીના ઓફિસર સંદિપ મહેન્દ્રસિંહ તન્વા રાજપૂતની ફરિયાદ પરથી એ ડિવીઝન પોલીસ મથકના સ્ટાફને સાથે રાખી પંચનાથ પ્લોટમાં આવેલી પંચનાથ મોબાઈલ એન્ડ કવર નામની દુકાનમાં એપલ કંપનીના નકલી કવર, ચાર્જીંગ કેબલ મળી રૂ.૩૧,૫૦૦નો મુદામાલ કબજે કરી વેપારી સુફીખાન જાવીદ પાનવાલા સામે કોપીરાઈટના કલમ હેઠળ ગુનો નોંધયો હતો.

જયારે પ્ર.નગર પોલીસને સાથે રાખી પંચનાથ મહાદેવ મંદિર નજીક રાપક ટેલીકોમ, રાજરાયકા ટેલીકોમ અને ન્યુ રામદેવ સેલ્સ નામની દુકાનમાં પોલીસને સાથે રાખી દરોડો પાડી એપલ કંપનીના નકલી ચાર્જીંગ કેબલ, કવર, બ્લુટુથ, વાયરલેસ હેડફોન, ઈયરફોનનો જથ્થો કબજે કરી લાખા દાના રાયકા, સોગાજી પુનમા રાયકા અને ભાવેશ ભેરારામ દેસાઈ સામે ગુનો નોંધી પ્રાથમિક તપાસમાં અમદાવાદથી સસ્તામાં નકલી માલ ખરીદ કરી અસલી તરીકે ગ્રાહકોની વેંચી લુંટતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.