Abtak Media Google News

નકલખોરીએ આપણા દેશ માટે અને આપણા સમાજ માટે શોભાસ્પદ નથી; નકલખોરીએ આપણા દેશના સંસ્કાર, સંસ્કૃતિ અને સભ્યતાને ઉધઈની જેમ કોરી ખાવાનું જ કામ કર્યું છે: એનાથી આપણા દેશની સર્જન શકિત ને જબરો લૂણો લાગ્યો છે : માતૃભૂમિને જબરો આઘાત !

રાષ્ટ્રના રાજકીય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે નકલખોરી કર્યા કરીને અને તેમાંય નિરંકુશ તેમજ એકાધિકારવાદી અને આપખુદ નિર્ણયો લીધા કરીને બરબાદી-બેહાલી નોતરી છે : આખા દેશને ઢંઢોળતી કૃષ્ણનીતિ !

આપણા દેશના રાજકીય અને સામાજીક રંગરાગ જોતા એવું ચિત્ર ઉપસે છે કે, આપણા દેશે કૃષ્ણ-નીતિ અપનાવવાને બદલે નકલ ખોરીની અને શ્રી કૃષ્ણના દેશને સ્વર્ગભૂમિ બનાવવાને બદલે છીછરી અને બરબાદી તેમજ બેહાલીમાં ધકેલે એવી નીતિ રીતે અપનાવી છે!

દેવભૂમિ દ્વારિકાની ભૂમિમાં રજે રજ શ્રી કૃષ્ણનો તેજસ્વી ધ્વનિ પડઘાતો રહ્યો છે, દ્વારકાધીશનાં મંદિરમાં પ્રવેશ કરતાં જ નરસિંહ મહેતાએ ‘વૈષ્ણવજન’ના ભજન ગાયેલા સાચા વૈષ્ણવ બની જવાય એવાં દર્શન થાય છે. આ વિશ્ર્વ વિખ્યાત મંદિરના ધજાજી એવો સંદેશ આપે છે કે, આ મંદિરની આસપાસ-ચોપાસમાં સર્વત્ર દ્વારકાધીશની હકૂમત પ્રવર્તે છે, ભગવાન શ્રી કૃષ્ણની ઉષ્માભીની આણ સર્વત્ર, ધરતીથી આકાશ અને છેક પાતાળ સુધી અને જનજનના હૃદયાસનમાં પ્રવર્તે છે ભગવાને મનુષ્યમાત્રને આંખો આપી છે, હૃદય અને મન આપ્યા છે. અને માનવ જેવો મોંઘેરો દેહ આપ્યો છે, પરંતુ એને કેળવાનું કામ તો મનુષ્યોએ પોતે જ કરવાનુંં છે.

7537D2F3 2

આપણા દેશનાં રાજકીય પેતાઓ-રાજપુરૂષો અને રાજકર્તા ઓ એ પોતાની જાતને કેળવવાનો અને તેને શ્રી કૃષ્ણની આજ્ઞા પ્રમાણે એનો અમલ કરવાનો ધર્મ બજાવાનો રહે છે. આપણા દેશના સુકાનીઓ આ વોરાજ ધર્મ બજાવે છે ખરા? જો આપણા દેશમાં અત્યારે માનવ ગૌરવ એક સરખું જળવાય, લોકશાહી શાસન પધ્ધતિને શોભાવે, અને શ્રી કૃષ્ણ દ્વારિકાનગરી સર્જીને એમાં નિવસતા પ્રત્યેક મનુષ્યના સુખ દુ:ખની પરવા કરતા રહીને એનો પ્રમાણિક પણે અને પવિત્રતાપૂર્વક અમલ થાય એની દરકાર કરી છે ખરી? એમને વ્યકિતગત મળીને એને લગતી નોંધપોથી તૈયાર કરવા ઉધ્ધવ સમા કોઈ ભદ્રપૂ‚ષનેઆજ્ઞાઆપીછેખરી?કમનશીબે હમણા સુધીની, એટલે કે આઝાદી મળ્યા પછીની રાજપધ્ધતિમાં કયારેય આવું બન્યું હોવાની લેશમાત્ર પ્રતીતિ થતી નથી !

કોઈ પ્રધાન-ખાસ કરીને વડાપ્રધાનો અને મુખ્યપ્રધાનો નોકરિયાત સાથીઓ, મોટરકાર, વિમાનો, પોલિસો, રખેવાળોનાં ધાડાં અને અંગત ભાઈબંધ-ચમચાઓ વગર બંગલાઓની બહાર નીકળતા નથી એવો ઘેરો અસંતોષ લગભગ બધે જ ભભૂકે છે.આ બધા રાજકર્તાઓ શ્રી કૃષ્ણે જે રીતે રાજ ચલાવ્યું અને સુદામા સમા ગરીબો અકિંચનોને આત્મીયજનની જેમ રાખ્યા અને તેમની ગરીબાઈ દૂર કરવાની નીતિ અપનાવી ને અમલમાં મૂકી, એની નકલ કરવી જોઈતી હતી, એના બદલે જેની નકલખોરી ન જ કરવી ઘટે એવી નીતિ રીતિ અને રાજધર્મને શોભે નહિ એવા નિરંકુશ, આપખુદ, સ્વચ્છંદી અને સામંતશાહી-રાજશાહીને સારી કહેવડાવે એવી નીતિ રીતે અને દુરાચારી કાર્ય પધ્ધતિ અપનાવી અને તેનો આસુરી સ્વરૂપે અમલ કર્યા કર્યો છે.

જો આપણા રાજકીય ક્ષેત્રનાં બાદશાહો થઈ બેઠેલા અને છૂપા રૂસ્તમોનાં કૂડાં કર્તૂકોન સંપૂર્ણ પણે દેશવટો નહિ અપાય ત્યાં સુધી અને કૃષ્ણનીતિ-રીતિ નહીં અપનાવાય ત્યાં સુધી દ્વારિકા અને મીરાંબાઈ ને દ્વારિકાધીશમાં વિલીન થઈને શ્રી કૃષ્ણને પામી ગયા તે સ્વરૂપનીદેવભૂમિએસતતતપકરવુંપડશેઅનેતેનેયથાર્થદેવભૂમિતથાસોનાનીનગરીનો કૃષ્ણભીનો અને પાંચ હજાર ચારસો વર્ષ વખતની એટલે કૃષ્ણની ચરણરજની દેવતાઈ ધરાવતી દ્વારિકાનું દર્શન કરાવશે…

આપણા રાજકીય ક્ષેત્રે નેતાઓ તરીકે આંટા ફેરા કરતા અને આપણા સમાજને લજિજત કરતા મહાનુભાવો વહેલામાં વહેલી તકે આવી દેવતાઈ દેવભૂમિનો સાચો ખ્યાલ પામે અને એને માટે જે કાંઈ કરવું પડે તથા જે કોઈ માધ્યમોનો ઉપયોગ કરવો પડે તે પરિપૂર્ણ કરી શકે એવી દ્વારિકાધીશ શ્રી કૃષ્ણને આપણે પ્રાર્થના કરતા રહીએ. જો આપણા દેશમાં ઈચ્છીત પરીવર્તન વહેલી તકે લાવવું હોય તો વ્યાપારી નકલખોરીનો વર્તમાન અભિગમ ત્યાગવો જ પડશે રાજસતા અને ધર્મસતા એમ બને એ ત્યાગવો પડશે કથાકારો, વ્યાખ્યાનકર્તાઓ, શિક્ષણશાસ્ત્રીઓ, વિદ્વવાનો અને ધર્માત્માઓએ તેમના વર્તમાન અભિગમોમાં ઈચ્છીત પરિણામ જાણવા માટે અકે સંપે આગળ વધવું પડશે અને શ્રી કૃષ્ણની જેમ નકલ ખોરીને ફગાવી દેવી પડશે. આવી નકલખોરીનો રોગ કથાકારો સુધી પહોચ્યો છે. મહાત્મા ગાંધી, રવિન્દ્રનાથ ટાગોર નકલખોર નહોતા એ વાતને ભૂલવા જેવી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.