Abtak Media Google News

એડવોકેટ વિરૂઘ્ધ દુષ્કર્મના ગંભીર આક્ષેપ સાથેની ફરીયાદ નોંધાવનાર પિડીયા પોતાના વિરોધીઓનો હાથો બની પાયા વિહોણી ફરીયાદ કરી બન્નેનો નાકો ટેસ્ટ જેવી સાયન્ટિકફીક તપાસ કરાવી તંત્રએ સમગ્ર ઘટનાનું દુધનું અને પાણીનું પાણી કરવા વકીલ સંજય પંડિતે માગ કરી છે.

વિરોધીઓનો હાથો બની ગંભીર ગુનામાં ફસાવ્યાનો પ્રતિ આક્ષેપ સાથે સાયન્ટિફીક તપાસની માંગ

વકીલ સંજય પંડિત ઉપર તેનીજ ઓફિસ માં વર્ષ 2019 માં માત્ર એક માસ ક્લાર્ક તરીકે કામ કરી ચૂકેલી યુવતીએ તા.10-5-2023 ના રોજ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન માં બળાત્કાર ગુજાર્યા ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ નોંધાયા ના ગણત્રી ના કલાકો માજ એડવોકેટ પંડિતની ધરપકડ પોલીસ કરી એડવોકેટને જેલ હવાલે કરેલ જે ગુનામાં ચાર્જશીટ ફાઇલ થતા એડવોકેટ પંડિતને ગુજરાત હાઇકોર્ટ દ્વારા રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે.દરમિયાન આ બનાવમાં ફરીયાદી યુવતીએ કરેલા આક્ષેપો મુજબ ” નોકરી દરમ્યાન એડવોકેટ પંડિતે તેની ઉપર અવાર નવાર દુષ્કર્મ ગુજારેલ તથા સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરેલ તેમજ એક વખત તેની 8 વર્ષની સગીર પુત્રીને અડપલા કરેલ હોવા”નો આક્ષેપ યુવતી દ્વારા  ફરિયાદમાં કરવામાં આવ્યો હતો.

તેમાં યુવતીએ કરેલ ફરિયાદના વળતા જવાબમાં એડવોકેટ પંડિતે પોલીસને યુવતી તથા તેના મળતીયાઓ વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી  હતી, તેમાં એડવોકેટ પંડિતે પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવતીએ કરેલા આક્ષેપો ખોટા અને પાયાવિહોણા હોવાનું જણાવ્યું છે  યુવતીએ એડવોકેટ પંડિતના વિરોધીઓ પાસેથી મોટી રકમ મેળવી, એડવોકેટ પંડિતના વિરોધીઓ સાથે ગુનાહિત મીલાપીપણું કરી એડવોકેટ પંડિતને ગંભીર પ્રકારના ગુનામાં લાંબી સજા પડે અને એડવોકેટ પંડિતનું સમગ્ર જીવન બરબાદ થઈ જાય તેવા મલીન ઇરાદે એડવોકેટ પંડિતને ફસાવ્યા હોવાનું જણાવેલ છે,

આ અંગે એડવોકેટ પંડિતએ પોતાની નિર્દોષતા પુરવાર કરવા નાર્કો ટેસ્ટ, પોલિગ્રાફીક ટેસ્ટ, લાઈ ડિટેક્સન ટેસ્ટ કે કોઈપણ પ્રકારના સાયન્ટિફિક ટેસ્ટ કરાવવાની પોતાની તૈયારી દર્શાવી છે અને સાથે સાથે ફરિયાદી યુવતીના નાર્કો ટેસ્ટની પણ માંગણી કરી છે. દરમિયાન  એડવોકેટ પંડિતની ફરિયાદ બાબતે પોલીસે આજદિન સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી કે કોઈના નિવેદન નોંધવાની પણ તસ્દી લીધી નથી હોવાનું જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.