Abtak Media Google News

મોબાઇલ કોલ ડીટેઇલના આધારે પોલીસે કાવતરાખોર અક્ષિત છાયા અને દારૂના ધંધાર્થી તથા સુત્રધારને ઝડપવા ગોઠવ્યો ચક્રવ્યુહ

બુટલેગર ખીમાના પિતા અને બે ભાઇ હત્યાના ગુનામાં ધરપકડ, સુત્રધાર સહિત ત્રણ શખ્સો ત્રણ દિવસના રિમાન્ડ પર

હત્યાના ગુનામાં સંડોવાયેલા માથાભારે કોળી શખ્સોને ઠેબચડા લઇ જઇ સરભરા કરાશે

ઠેબચડાના ગરાસીયા પ્રૌઢની હત્યાના ગુનામાં સંડોવાયેલા અને પોતાની જાતને એડવોકેટ ગણાવી તંત્રને ગેર માર્ગે દોરવામાં પંકાયેલા અક્ષિત છાયા છેલ્લા બે દિવસથી ભુગર્ભમાં ઉતરી જતા તેને ઝડપી લેવા પોલીસે મોબાઇલ કોલ ડીટેઇલ કઢાવી ભીસ વધારી છે. અને તેના આશ્રય સ્થાન પર છાપા મારવાનું શરૂ કરવામાં આવ્યું છે. હત્યાના મુખ્ય સુત્રધાર ત્રણ શખ્સોને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ તાજેતરમાં જ ૫૬૪ બોટલ વિદેશી દારૂ સાથે ઝડપાયેલા બુટલેગરના પિતા અને બે ભાઇની ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે ધરપકડ કરી મુખ્ય સુત્રધાર તેમજ બુટલેગર ખીમા નાથાને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

ઠેબચડાના લખધિરસિંહ જાડેજાના પરિવારના તરફેણમાં સુપ્રિમ કોર્ટ દ્વારા આવેલા ચુકાદા બાદ અક્ષિત છાયાએ ઠેબચડાના અભણ કોળી પરિવારને ગેર માર્ગે દોરી કાયદાની આટીઘૂટી અને કાયદાની મર્યાદાનો લાભ ઉઠાવી વાસ્તવીક વિગતોથી અજાણ રાખતો હોવાના કારણે ઠેબચડાના લખધિરસિંહ જાડેજાની હત્યાની ઘટના બની હોવાનું બહાર આવી રહ્યું છે.

અક્ષિત છાયાએ એક મહિલાને લાખોની છેતરપિંડીના ગુનામાં ફસાવી ‘ચોરી પર સીના ચોરી’ કરી લાજવાને બદલે ગાજયો હતો.

આ ઉપરાંત અક્ષિત છાયા લોધિકાના ખેડુતો સાથે છેરપિડી કરી સરકારી ખરાબો ધાબડી દેવાનો કારસો રચ્યાનું પ્રકાશમાં આવ્યાની ચર્ચાએ ચકચાર જગાડી હતી.

7537D2F3

અનેક સાથે બુધ્ધિપૂર્વક અને વાકચાતુર્યથી છેતરપિંડી કરવામાં પંકાયેલા અક્ષિત છાયા તંત્રને ગેર માર્ગે દોરવા પોતાની જાતને એડવોકેટ ગણાવતો હોવાનું બહાર આવ્યું છે. અક્ષિત છાયા વકીલ ન હોવાનું જાહેર થતા પોલીસે તેને ઝડપી લેવા ભીસ વધારવા મોબાઇલની કોલ ડીટેઇલ મેળવી તપાસને આગળ ધપાવી છે. બીજી તરફ તાજેતરમાં જ ૫૬૪ બોટલ વિદેશી દારૂ સાથે ઝડપાયેલા ખીમા નાથા અને મુખ્ય સુત્રધારને ઝડપી લેવા ચકઓ ગતિમાન કર્યા છે.બુટલેગર ખીમા નાથાના પિતા નાથા જેરામ વાઢેર, તેના પુત્ર રોનક નાથા વાઢેર અને ભૂપત નાથા વાઢેરની ધરપકડ કરી આકરી પૂછપરછ કરી છે. હત્યાની ઘટના બાદ ઝડપાયેલા ૧૨ શખ્સો પૈકી ચાર મહિલા સહિત આઠને જેલ હવાલે કરાયા છે. છગન બીજલ રાઠોડ, મગન બીજલ રાઠોડ અને મહેશ છગન રાઠોડને અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ પર સોપવા હુકમ કર્યો છે. હત્યા કંઇ રીતે થઇ તે અંગેની રજેરજની વિગતો એકઠી કરવા માટે ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે તમામ શખ્સોને ઠેબચડા લઇ જઇ પૂછપરછ કરવામાં આવનાર છે.

પી.આઇ. એચ.એમ.ગઢવી અને રાઇટર દિલીપભાઇ રત્નું સહિતના સ્ટાફે બુટલેગર ખીમા નાથા વાઢેર અને કાવતરાખોર અક્ષિત છાયા ઝડપી લેવા પોલીસે વિવિઘ દિશામાં તપાસ આગળ વધારી છે ત્યારે અક્ષિત છાયા ગુજરાત બહાર હોવાની શંકા સાથે પોલીસે તપાસનો વ્યાપ વધારી તેના આશ્રય સ્થાન પર છાપા મારવાનું શરૂ કર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.