Abtak Media Google News

કોચીન શિપયાર્ડ કંપનીના નામનું ફેક ઇ-મેઇલ આઇડી બનાવી રૂ.69 લાખથી વધુની કરાઇ છેતરપીંડી , ભેજાબાજને સુરત સાયબર સેલે દિલ્હીથી ઝડપી પાડ્યો.

Advertisement

સુરતની એક ખાનગી કંપની સાથે ભેજાબાજે ઓનલાઈન છેતરપિંડી કરી રૂપિયા 69 લાખથી વધુ ચુનો ચોપડાવી દીધો હતો.કોચીન શિપયાર્ડ કંપનીના નામનું ફેક ઇ-મેલ આઇડી બનાવીને ભેજાબાજે સુરતની ખાનગી કંપનીના ઇમેલ આઇડી પર બિલ મોકલવામાં આવ્યા હતા.કોચીન શિપયાર્ડ કંપની તરફથી જે ફોર્મેટમાં બીલના ઇમેલ આવતા હતા તે ફોર્મેટમાં પેમેન્ટ રિક્વેસ્ટનો મેલ કરવામાં આવ્યો હતો. જેને લઇ કંપનીએ મેલના આધારે રૂપિયા 69 લાખથી વધુના રૂપિયા ટ્રાન્સફર કરી આપ્યા હતા અને ત્યારબાદ જાણવા મળ્યું હતું કે આ કોઈ ભેજા બાજુનું કારસ્તાન છે. જેને લઇ કંપની દ્વારા સુરત સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે પોલીસે 6 મહિના બાદ ભેજાબાજને દિલ્હીથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

Screenshot 1 36

શીપયાર્ડ કંપનીના નામે લાખોની છેતરપિંડી

ફરીયાદીની કંપનીના ઇ-મેઇલ આઇ.ડી. ઉપર કોચીન શિપયાર્ડ  કંપની તરફથી જે ફોર્મેટમાં મેઇલ આવતા હતા તે ફોર્મેટમાં પેમેન્ટ રીક્વેસ્ટનો મેઇલ કરી રૂ.૬૭,૭૯,૩૯૮/- છેતરપીંડી કરનાર નાસતા-ફરતા આરોપીને દિલ્હી ખાતેથી સુરત શહેર સાયબર ક્રાઇમ સેલ ઝડપી પડ્યો  છે.

સુરત સાઇબર  સેલ પોલીસ મથકમાં ગત 10 ફેબ્રુઆરી 2022 ના રોજ સુરતની એક ખાનગી કંપની સાથે લાખોની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ખાનગી કંપનીના ઇ-મેઇલ આઇ.ડી. ઉપર કોચીન શિપયાર્ડ કંપની તરફથી જે ફોર્મેટમાં મેઇલ આવતા હતા તે ફોર્મેટમાં પેમેન્ટ રીક્વેસ્ટનો મેઇલ આવ્યો હતો.અજાણ્યા કોઈ ભેજા બાજ દ્વારા કોચીન શિપયાર્ડ કંપનીના નામનું [email protected] નું ફેક ઇ-મેઇલ આઇ.ડી.બનાવવામાં આવ્યું હતું.તે આઇ.ડી.માંથી કોચીન શિપયાર્ડ કંપની તરફથી જે ફોર્મેટમાં મેઇલ આવતા હતા તે ફોર્મેટમાં સુરતની ખાનગી કંપનીના ઇ-મેઇલ આઇ.ડી. ઉપર પેમેન્ટની રીક્વેસ્ટ આપી હતી. જેને લઈ કંપની દ્વારા ગત તા.૧૦/૦૨/૨૦૨૨ ના રોજ બેંક ઓફ ઇન્ડીયાના એકાઉન્ટ નં. 711710110006296 માં રૂ.૬૭,૭૯,૩૯૮/- ટ્રાન્સફર કરાવી દેવામાં આવ્યા હતા.અને ત્યારબાદ માલુમ પડ્યું હતું કે કંપનીએ જેને રૂપિયા ટ્રાન્સફર કર્યા છે તે ફેક ઇમેલ આઇડી છે.કોઈ ઠગબાજ દ્વારા કંપની સાથે છેતરપિંડી કરી લાખો રૂપિયા પડાવી લીધા છે.જેને લઇ કંપનીના માલિક દ્વારા સાયબર સેલમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને સુરત સાયબર સેલની ટીમ છેલ્લા છ મહિનાથી આ ઠગને શોધવા કાર્યવાહી કરી રહી હતી.

Screenshot 5 13

કંપનીને ચૂનો ચોપડનાર દિલ્હીથી ઝડપાયો.

 

નકલી કોચીન શિપયાર્ડ કંપનીના નામનું ઇમેલ આઇડી બનાવી છેતરપિંડી કરનાર ઠગને ઝડપી પાડવા સુરત સાયબર સેલની ટીમ સતત પ્રયત્ન કરી રહી હતી.દરમિયાન સાયબર સેલ ને માહિતી મળી હતી કે કંપની સાથે છેતરપિંડી કરનાર ભેજા બાદ દિલ્હી ખાતે રહે છે.એને આધારે સુરત સાયબર સેલની ટીમ દિલ્હી ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી.દરમિયાન સાયબર પોલીસે દિલ્હી ખાતેથી છ મહિના બાદ ભેજાબાજ અમીત સીંગ મહાવીર સીંગને ઝડપી પાડ્યો હતો.પોલીસે ભેઝાબાજની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો.જ્યાં સુરત સેશન કોર્ટ દ્વારા આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.જેને લઇ હાલ રિમાન્ડ દરમિયાન સુરત સાયબર સેલ પોલીસ વધુ તપાસ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.