Abtak Media Google News

સરકાર દ્વારા કોરોના વાયરસની વ્યાપક અસરના પગલે જૂલાઈ માસમાં પણ જૂનાગઢ જિલ્લાના મધ્યમવર્ગીય પરિવારોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વધારાના ઘઉં, ચોખા વિનામૂલ્યે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જિલ્લાના ૨,૨૫,૭૧૭  રાશનકાર્ડ ધારકોને તા. ૨૩ થી ર૭ જૂલાઈ  સુધી વ્યાજબી ભાવની દુકાનેથી વિના મૂલ્યે અનાજ વિતરણ થશે. જેનો જિલ્લાના ૯ લાખથી વધુ લોકોને લાભ મળશે.

Advertisement

જેના રેશનકાર્ડનો છેલ્લો અંક ૧ અને ૨ હોય તેઓને તા. ૨૩ જૂલાઈ ના, ૩  અને ૪ હોય તેઓને તા.૨૪ જૂલાઈના, ૫ અને ૬  હોય તેમને તા. ૨૫ જૂલાઈ ના, ૭ અને ૮  હોય તેમને તા. ૨૬ જૂલાઈના, ૯ અને ૦ હોય તેમને ૨૭ જૂલાઈ ના અનાજ વિતરણ કરવામાં આવશે. તેમજ બાકી રહેતા તમામ રેશન કાર્ડધારકોને તા. ૨૮/૭/૨૦૨૦ થી તા. ૩૧/૭/૨૦૨૦  જૂલાઈ  સુધી વહેલાસર મેળવી લેવા તથા સરકાર દ્વારા તમામ નાગરિકોને અનાજ લેવા જતી વખતે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જીલ્લા પૂરવઠા અધિકારી જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.