Abtak Media Google News

બંને ખેલાડીઓ વચ્ચે પ્રથમ સેટ 91 મિનિટ સુધી રમાયો હતો, એલએક્ઝેન્ડર ઈજાગ્રસ્ત થતા વ્હીલચેરમાં કોર્ટમાંથી બહાર લઈ જવાયો

હાલ પેરિસ ખાતે ફ્રેન્ચ ઓપન રમાઇ રહ્યો છે જેમાં એલેક્ઝાન્ડર અને રાફેલ વચ્ચે સેમિફાઇનલ મેચ રમ્યો હતો જે મેચમાં એલેકઝાન્ડરને ઘુંટણની ઈજા થતાં તે કોર્ટની બહાર ચાલ્યો હતો અને રફેલ નડાલ સીધો જ ફ્રેન્ચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યો હતો. અને ખેલાડીઓ વચ્ચે ખૂબ જ રસપ્રદ મેચ જોવા મળતા પ્રથમ સેટ 91 મિનિટથી વધુ સમય માટે ચાલ્યો હતો જે બંને ખેલાડીઓ ની કૌશલ્યને ઉજાગર કરે છે.

Advertisement

જર્મનીના 25 વર્ષીય ઝ્વેરેવ નડાલ સામેની ફ્રેન્ચ ઓપનની હાઈવોલ્ટેજ સેમિ ફાઈનલમાં 7-6 (10-8), 6-6થી પાછળ હતો, ત્યારે ચાલુ રમતે એલેક્શજેન્ડરના પગમાં ઇજા પહોંચી હતી. ઝ્વેરેવને જમણા પગના ઘૂંટણમાં ઈજા થતા તે કોર્ટ બહાર જ   પડી ગયો હતો. તેને વ્હીલચેરમાં કોર્ટમાંથી બહાર લઈ જવામાં આવ્યો હતો. જોકે થોડી વાર પછી તે સ્ટીક્સને સહારે ચાલીને પાછો ફર્યો હતો. ઈજાના કારણે ફાઈનલમાં પ્રવેશવાની  તક ગુમાવનાર એલેક્સઝેન્ડર  નડાલને ભેટી પડ્યો હતો અને આખરે તેણે સ્ટીકની મદદથી ચાલતાં-ચાલતાં ટેનિસ કોર્ટ છોડયો હતો જાય તચાહકોએ તેને બીરદાવ્યો હતો. જ્યારે ક્લે કોર્ટ કિંગ તરીકે ઓળખાતા નડાલે રેકોર્ડ 14મી વખત ફ્રેન્ચ ઓપનની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. પ્રિ-ક્વાર્ટરમાં આલિયાસિમ સામે અને ક્વાર્ટરમાં યોકોવિચ સામે ચાર-ચાર કલાકથી વધુનો સંઘર્ષ ખેલનારો નડાલ હવે 22માં ગ્રાન્ડ સ્લેમ ટાઈટલથી માત્ર એક જ જીત દૂર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.