Abtak Media Google News

 ઈસરોના ભૂતપૂર્વ પ્રોગ્રામ પ્રોડયુસર કમલેશ ઉદાસી તાલીમ આપશે

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં કાર્યરત એ.ડી.શેઠ પત્રકારત્વ ભવન દ્વારા પ્રતિવર્ષ શૈક્ષણિક કામગીરીની સાથોસાથ વિદ્યાર્થીઓને મીડિયાના વિવિધ ક્ષેત્રોનું પ્રેકટિકલ નોલેજ મળે તે માટે વિવિધ વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષ દરમિયાન આગામી તા.૨૩ થી ૨૫ માર્ચ દરમિયાન સ્કીપ્ટ રાઈટીંગ વિષય ઉપર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્રિ-દિવસીય આ વર્કશોપમાં ઈસરોના પૂર્વ પ્રોગ્રામ પ્રોડયુસર તથા ફિલ્મ મેકર કમલેશ ઉદાસી સ્ક્રીપ્ટ રાઈટીંગના વિવિધ પાસાઓ ઉપર થિયોરીટીકલ અને પ્રેકટીકલ તાલીમ તથા માર્ગદર્શન આપશે. ઈસરો સાથે લાંબા સમય સુધી જોડાયેલ રહેલા ઉદેશી ડોકયુમેન્ટરી ફિલ્મ, શોર્ટ ફિલ્મ, એડ ફિલ્મોના વિવિધ પાસાઓ, પ્રિ-પ્રોડકશન, પોસ્ટ પ્રોડકશન, શુટિંગ, સ્ક્રીપ્ટ રાઈટીંગ વગેરે ક્ષેત્રોનો બહોળો અનુભવ ધરાવે છે.

વર્કશોપના મુખ્ય મહેમાન ડો.માલતી મહેતા કે જેઓ ઈએમઆરસીના ભૂતપૂર્વ ઈન્ચાર્જ ડાયરેકટર અને પ્રોડયુસર તથા સીડીસીના ભૂતપૂર્વ કો-ઓર્ડીનેટર પદ પર સેવા આપી ચુકયા છે અને વર્તમાન સમયમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન સાથે શોર્ટ-ટર્મ કોર્સીસના કો-ઓર્ડીનેટર તરીકે કાર્યરત છે તેવો વિદ્યાર્થીઓને પ્રેરણા‚પ માર્ગદર્શન આપશે. આ વર્કશોપ દરમિયાન તેઓ ટીવી શો, ડોકયુમેન્ટરી ફિલ્મો, પ્રમોશનલ ફિલ્મો તથા સમાચારો માટેનું સ્ક્રીપ્ટ રાઈટીંગ કઈ રીતે થાય તેની સઘન તાલીમ આપશે.

આ ક્ષેત્રમાં રસ ધરાવતા અથવા કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ તથા અન્ય લોકોએ આ વર્કશોપમાં જોડાવા માટે તા.૨૨/૩/૨૦૧૯ સુધીમાં ફોન નં.૦૨૮૧-૨૫૮૬૪૧૮ પર બપોરે ૧૨ થી ૫ સુધીમાં સંપર્ક સાધીને વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તેમ ભવનના અધ્યક્ષા ડો.નીતાબેન ઉદાણીની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.