Abtak Media Google News

૩૬૩ ટીમો બનાવાય: રાજકોટ જિલ્લા આરોગ્ય સંકલન સમિતિની બેઠક મળી

શહેરના ૩૨૦૨૧૮  બાળકો અને જિલ્લાની શાળાઓના ૪૧૪૧૧૮ બાળકોની આરોગ્ય તપાસણી થશે

બાળકોને દેશના ભાવી કહેવામાં આવે છે જેના શિક્ષણ માટે વાલીઓ બાળકોને શાળાઓમાં મોકલતા હોય છે ત્યારે બાળકોના સ્વાસ્થ્યને લઈ વાલીને કેટલીક ચિંતાઓ હોય છે. કેટલીક શાળામાં તો ફાસ્ટફૂડ અને નાસ્તાને રોકવા માટે બાળકોને લંચ મેન્યુ બનાવી દેવામાં આવતું હોય છે જેમાં ઘરેથી જ બનેલુ ભોજન જેમ કે, શાક-રોટલી, કઠોળ, ફ્રુટ જેવી વિવિધ આઈટમોનો સમાવેશ કરવામાં આવતો હોય છે. બાળકોને ચેપીરોગની અસર પણ ખૂબજ ઝડપથી થતી હોય છે.

ત્યારે રાજકોટ જિલ્લા આરોગ્ય સમીતીની બેઠકમાં બાળકોના સ્વાસ્થ્ય અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા. જેના ભાગ‚પે ૧૯મીથી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત રાજકોટ શહેરના ૩,૨૦,૨૧૮ બાળકો અને જિલ્લાની શાળાના ૪,૧૪,૧૧૮ બાળકો મળીને કુલ ૭,૩૪,૩૯૯ બાળકોની આરોગ્ય તપાસણી પાયલોટ ધોરણે હાથ ધરવામાં આવશે.

રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ તેના વિસ્તારમાં બનતા ફાસ્ટ ફૂડ અને ખોરાકને લઈને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટેના અનેક પ્રયત્નો કરતું હોય છે ત્યારે બાળકોના સ્વાસ્થ્ય અંગે આ ખૂબજ મહત્વપૂર્ણ નિર્ણય કહી શકાય. ખાસ કરીને શાળામાં અભ્યાસ કરતા બાળકોની આરોગ્ય તપાસણી સરકારનું ખૂબજ ઉલ્લેખનીય પગલુ છે.

રાજકોટ જિલ્લા આરોગ્ય સંકલન સમિતીની અધિક નિવાસી કલેકટર પરિમલ પંડયાના અધ્યક્ષસને મળેલ બેઠકમાં રાજકોટ શહેર અને જિલ્લામાં આગામી તા. ૨૭ નવેમ્બરી તા. ૧ ડિસેમ્બર સુધી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજવાનું નકકી કરવામાં આવ્યું હતું. આ શાળા આરોગ્ય કાર્યક્રમમાં રાજકોટ શહેરના ૩૨૦૨૧૮  બાળકો અને જિલ્લાની શાળાઓના ૪૧૪૧૧૮ બાળકો મળીને કુલ ૭,૩૪,૩૩૭  બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવશે.

આ આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં રાજકોટ શહેરની ૨૮૩ માધ્યમિક શાળાઓ, ૮૯૨ પ્રામિક શાળાઓ અને ૩૪૨ આંગણવાડી કેન્દ્રોને આવરી લેવામાં આવેલ છે. અને આરોગ્ય તપાસણીની ૧૬ ટીમો બનાવવામાં આવેલ છે.જયારે રાજકોટ જિલ્લા ગ્રામ્યમાં ૧૩૪૧ પ્રામિક શાળાઓ, ૧૪૦૨ આંગણવાડી કેન્દ્રો અને માધ્યમિક શાળાઓ મળીને કુલ ૩૧૫૮ સંસઓને આવરી લેવામાં આવેલ છે. અને આરોગ્ય તપાસણી માટે કુલ ૩૬૩ ટીમો બનાવવામાં આવેલ છે.

આ શાળા આરોગ્ય તપાસણી દરમિયાન શાળાઓમાં ગ્રામ સફાઇ, ઔષધી વૃક્ષોનું રોપણ, પોષણ દિવસ અંતર્ગત બાળ તંદુરસ્ત હરિફાઇ, વાનગી તા પૌષ્ટિક વાનગીની સ્પર્ધા, દાદા-દાદી મીટીંગ, સાંસ્કૃતિક કાર્યક્રમમાં નાટક, આરોગ્યપ્રદ રમતો, બાળ ગીતો, વકતૃત્વ સ્પર્ધા, ગ્રામ સંજીવની સમિતિની બેઠક વિગેરે પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.  આ બેઠકમાં આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, સંકલિત બાળ વિકાસના પ્રોગ્રામ ઓફિસર વિગેરે ઉપસ્થિતિ રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.