Abtak Media Google News

જો તમારી પાસે 15 વર્ષ અથવા એનાથી જૂની બાઈક અથવા કાર હોય તો તમારા માટે ખરાબ સમાચાર છે. ઓક્ટોબરથી કાર અથવા બીજા અન્ય વાહનોની RC (Registration Certificate)ને લઈ મોટા બદલાવ થઈ શકે છે. ઓક્ટોબરથી 15 વર્ષ જૂની કારની RC રિન્યૂ કરવા માટે 8 ગુણા વધુ પૈસા ચુકવા પડી શકે છે. જો આ નિયમ લાગુ પડી ગયો તો કારની RC રિન્યૂ કરવા માટે તમારે 5000 રૂપિયા ચુકવવા પડશે. જે RCની હાલની ફી કરતા 8 ગણી વધુ છે. જૂની બાઈકના રિન્યૂ માટે 300 રૂપિયાથી વધીને 1000 રૂપિયા ચુકવાના રહેશે. તમારી પાસે 15 વર્ષથી જૂનો ટ્રક અથવા બસ છે તો એના રિન્યુઅલ સિર્ટીફીકેટ માટે 12,500 રૂપિયા આપવા પડશે, જે વર્તમાનની કિંમત કરતા 21 ગુણા વધુ છે.

રજીસ્ટ્રેશન મોડું કરવા પર દંડ

રોડ પરિવહન મંત્રાલયએ આ વધારા સબંધિત એક ડ્રૉફ્ટ નોટિફિકેશન બહાર પાડિયું છે. ડ્રૉફ્ટ નોટિફિકેશન અનુસાર જો તમે તમારા પર્સનલ વાહનના રેજીસ્ટ્રેશનમાં મોડું કરિયું તો દર મહીને 300થી 500 રૂપિયાનો દંડ ચૂકવો પડશે અને કમર્શિયલ ગાડીઓની ફિટનેસ સર્ટિફિકેટમાં મોડું કરિયું તો 50 રૂપિયા દંડ ચૂકવો પડશે.

જોવાનુંએ છે કે સરકાર આ વધારામાં ઇલેક્ટ્રોનિક અને અલ્ટરનેટફયુલ પર ચાલતા વાહનો ને છૂટ આપશે. સ્ક્રેપેજ પોલિસીને લઈને સરકારે એક ડ્રૉફ્ટ ત્યાર કરીયો છે. જે મુજબ ગાડી માલિક એની જૂની ગાડીને દેશના ગમેતે સ્ક્રેપેજ સેન્ટરમાં લઈજાય શકે છે. નવી ગાડીની ખરીદી પર સ્ક્રેપેજ સર્ટિફિકેટને ટ્રાન્સફર કરાવી શકે છે. કંપની કાર માલિકને જે સ્ક્રેપ વેલ્યુ આપશે એ માર્કેટ કિંમતની હશે. એના માટે હજી કોઈ રકમ નક્કી નથી થઈ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.