Abtak Media Google News

લાઈફ ઈન્શ્યોરેન્સ કોરપોરેશન (LIC)ના કર્મચારીઓ 18 માર્ચના રોજ એક દિવસની હડતાલ પર છે. કર્મચારીઓની આ હડતાલ LICના ખાનગીકરણના પ્રસ્તાવના વિરોદ્ધમાં છે. સરકારની માલિકી ગણાતી એવી LICની શરૂઆત આઝાદીના 9 વર્ષ બાદ 1956માં 1,14,000 કમર્ચારીઓ સાથે થઈ હતી. સાથે તેના પોલિસીહોલ્ડર્સની સંખ્યા 29 કરોડથી પણ વધુ છે.

વર્ષ 2021નું બજેટ બાર પડતા, ભારતના ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સિતારમણએ જાહેરાત કરી હતી કે, LICના IPO (Initial public offering) બહાર પાડવામાં આવશે. PSU (Public sector undertakings) અને ફાઈનેન્શિયલ ઈન્સ્ટીટ્યૂશન્સમાં હિસ્સેદાર વેહચીને 1.75 લાખ કરોડ રૂપિયા મેળવાનો લક્ષ્ય છે. IDBI બેંકની સાથે બે પબ્લિક સેક્ટર બેંકો અને એક જનરલ વીમા કંપનીનું ખાનગીકરણ કરવું એ 2021-2022માં સરકારની યોજનાનો હિસ્સો છે. ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સિતારમણએ કહીંયુ છે કે, ખાનગીકરણ દ્વારા મળેલી રકમ સામાજિક ક્ષેત્ર અને નાણાકીય વિકાસ કાર્યક્રમોમાં ઉપીયોગ કરવામાં આવશે.

બેંકના કર્મચારીઓ કેમ હડતાલ પર ઉતરીયા?

નાણામંત્રી નિર્મલા સિતારમણએ રજુ કરેલા બજેટમાં સરકારી ક્ષેત્રના બે બેંકોનું ખાનગીકરણ કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. સરકારની યોજના આગળના વર્ષોમાં ખાનગીકરણ કરી રૂપિયા મેળવવાનો છે. સરકાર આ પહેલા IDBI બેંકમાં એમની હિસ્સેદારી ભારતીય જીવન વીમા નિગમને વહેચી ચુકી હતી. છેલ્લા ચાર વર્ષોમાં સામાજિક ક્ષેત્રની 14 બેંકોને મર્જ કરવામાં આવી છે.

સોમવાર અને મંગળવારના દિવસે PSU સેક્ટરના બધા બેન્કો બંધ હતા. દેશના બે બેંકના ખાનગીકરણના પ્રસ્તાવના વિરોધ માટે યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સન નેતૃત્વ હેઠળ 15 અને 16 માર્ચે હડતાલ કરી હતી. આ હડતાલમાં અંદાજિત 10 લાખ લોકો સામેલ થયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.