Abtak Media Google News

ભારત સરકારે કોરોના વેક્સિનેશન અભિયાનને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 1 એપ્રિલથી, દેશમાં 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના વેક્સિન મેળવી શકશે.

કોરોના રસીકરણ અંગે કેન્દ્ર સરકારનો મહત્વના નિર્ણય

45 વર્ષથી વધુ ઉંમરના દરેકને લોકો કોરોના વેક્સિન મળવી શકશે.
ભારત સરકારે કોરોના રસીકરણ અભિયાન સંદર્ભે એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દેશમાં 1 એપ્રિલથી રસીકરણનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. હવે 45 વર્ષથી વધુ ઉંમરના દરેકને કોરોના વેક્સિન મળી શકશે. એટલે કે, હોળીના તહેવાર બાદ દેશમાં કોરોના રસીકરણના અભિયાનને વેગ આપવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી છે કે, લોકોએ ફક્ત પોતાનું નામ નોંધાવવાનું રહેશે અને સરકારી-ખાનગી કેન્દ્રોમાં સરળતાથી રસી મેળવી શકશે. દેશમાં આરોગ્ય કર્મચારીઓ, કોરોના વોરિયર્સની સાથે, આજ સુધીમાં, 60 વર્ષથી વધુ ઉંમરના લોકો(ગંભીર બિમારીથી પીડાતા)ને વેક્સિન આપવામાં આવી હતી.

પત્રકાર પરિષદમાં પ્રકાશ જાવડેકરે માહિતી આપી હતી કે, દેશમાં અત્યાર સુધીમાં 4.85 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે, જ્યારે કોરોનાની વેક્સિનનો બીજો ડોઝ 80 લાખ લોકોને આપવામાં આવ્યો છે. પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, પાછલા દિવસોમાં દેશમાં કુલ 32 લાખ કોરોના વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યા હતો.

વધતા જતા કેસો વચ્ચે કેન્દ્રનો નિર્ણયથી

દેશમાં કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે, ત્યારે રસીકરણનો વ્યાપ વધારવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કેટલાક સમય પહેલા દેશમાં દરરોજ સરેરાશ 15 હજાર નવા કેસ આવતા હતા, પરંતુ છેલ્લા એક અઠવાડિયામાં ચિત્ર બદલાયું છે અને હવે દરરોજ 40 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ જ કારણ છે કે દેશમાં સતત માંગ હતી કે, રસીકરણનો વિસ્તાર અને ગતિ તેજ કરવી પડશે. આ દરમિયાન હવે સરકારે 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને 1એપ્રિલથી રસીકરણ કરવાની મંજૂરી આપી છે.

ઉલ્લેખનિય છે કે, દેશમાં આશરે 10 હજાર સરકારી કેન્દ્રો અને હજારો ખાનગી કેન્દ્રો પર વેક્સિન આપવામાં આવી રહી છે. સરકારી કેન્દ્રો પર વેક્સિન ડોઝ નિ:શુલ્ક આપવામાં આવી રહ્યો છે, જ્યારે ખાનગી કેન્દ્રો પર વેક્સિનના એક ડોઝના 250 રૂપિયા આપવા પડે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.