Abtak Media Google News

સ્વિડનની ટેલીકોમ કંપનીની અનીલ અંબાણીને વિદેશ જવા ઉપર પ્રતિબંધની માંગ

સ્વિડનની ટેલીકોમ ઈકિવપમેન્ટ કંપની એરિકસને સુપ્રીમ કોર્ટને અરજી કરી કે આરકોમ તેના ૫૫૦ કરોડ રૂપીયા ચૂકવે તો કંપનીના ચેરમેન અનિલ અંબાણીને દેશ છોડીને જવા ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે એક તરફ રિલાયન્સ જીયો મોટાભાઈ મુકેશની કંપની ઉત્તરોતર પ્રગતિ કરી રહી છે. તો આરકોમે નાદારીનો વારો આવ્યો છે તેથી સાર્થક થાય છે. કે ‘સમય સમય બલવાન હૈ … નહી ઈન્સાન બલવાન’ એરિકસને સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે આ કેસમાં માનહાનીનો દાવો સ્વીકારવા ઉપરાંત ટેલીકોમ કંપની લેન્ડર્સને તેના બાકી વ્યાજ સહિતની આખી રકમ આપવાનો આદેશ કરવામાં આવે.

Advertisement

તેણે સુપ્રીમ કોર્ટ પાસેથી કંપનીની અસ્કયામતોને સિલ ઉપર પ્રતિબંધ લગાવવા અને પહેલા વેચેલી મિલ્કત માટેની પેટન્ટને અપીલેટના ઓર્ડર મુજબ રિવર્સ કરવાની અપીલ કરી છે. એરિકસને કોર્ટને કેસમાં કંપની વિરૂધ્ધ કાર્યવાહી કરવાની અપીલ કરી છે. નેશનલ લો ટ્રીબ્યુલનલએ આરકોમ વિરૂધ્ધ ઈન્સોલ્વન્સી એટલે કે નાદારી પિટીશન મંજૂર કરી છે, પરંતુ કંપની ૪૬,૬૦૦ કરોડ રૂપીયાના દેવાના છે. ૧૮,૦૦૦ કરોડ રૂપિયા ઓછા આપવા માટે એસેટ મોનિટાઈઝેશન પ્લાન બનાવશે.

અનીલ અંબાણી વિરૂધ્ધ માનહાનીનો દાવો એટલા માટે કરવામાં આવ્યો કારણ કે તેમની કંપર પર ચઢેસ એરિકસનના દેવાની ચૂકવણી સમયસર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં તેણે પર્સનલા ગેરેન્ટી આપી હતી. જોકે પેમેન્ટની પહેલી ડેડલાઈન જે ૩૦ સપ્ટેમ્બર હતી જોકે પેમેન્ટની વહેલી ડેડલાઈન જે ૩૦ સપ્ટેમ્બર સુધી જે જતી રહ્યા છતા ચૂકવણી કરવામાં આરકામે નિષ્ફળ રહ્યું. એરિકસનના બાકીના ચૂકવણાં માટે ૧૫ ડિસેમ્બર સુધીને સમય બાદમાં અપાયો હતો. જોકે આ સમયે આરકોમે ટેલીકોમ ડિપાર્ટમેન્ટને વિલંબનું કારણ ગણાવ્યું હતુ. જોકે આ અંગે વધુ સૂનવણી સોમવારે કરવામાં આવશે. દેશને ધુમ્બો મારીને ચાલ્યા ગયેલા કૌભાંડીઓની સૂચી વધી રહી છે. ત્યારે અંબાણી બ્રધર્સમાં એક જ લોહી છતા વેપાર સમજમાં હાથી ઘોડાનો ફેર જોવા મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.