Abtak Media Google News
  • અમદાવાદમાં મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષે મીડિયા સેન્ટર ખુલ્લુ મુકયું

ગુજરાતની લોકસભાની તમામ ર6 બેઠકો જીતવા માટે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા મહિનાઓ અગાઉ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ઉમેદવારો અને ચુંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ ભાજપ સંપૂર્ણ પણે ચુંટણીના રંગમાં રંગે રંગાય ગયું છે. આજે અમદાવાદ ખાતે પ્રદેશ ભાજપ દ્વારા મીડીયા સેન્ટર શરુ કરી દેવામાં આવ્યું છે.

Advertisement

અમદાવાદના એસજી હાઇવે પર એસ.ટી. ઓફીસની બાજુમાં કનેકટ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફલોર ખાતે ભાજપ દ્વારા લોકસભાની આગામી ચુંટણી સંદર્ભે મીડીયા સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. જેનું ઉદઘાટન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે મહિનાઓ પહેલા રાજયની તમામ ર6 લોકસભા બેઠકો પર મઘ્યસ્થ ચુંટણી કાર્યાલયનો આરંભ કરી દેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.