Abtak Media Google News

છ હજાર મિલિયન સુધીના ઇક્વિટીનો ફ્રેશ ઇશ્યુ અને 1.36 કરોડથી વધુ વેંચાણની ઓફર થશે

ફ્યુઝન માઇક્રો ફાઇનાન્સ લિમિટેડ (એફએમએલ અથવા કંપની)એ 2 નવેમ્બર, 2022ને બુધવારે એનો આઇપીઓ (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ) લાવવાની દરખાસ્ત રજૂ કરી છે, જેમાં રૂ.10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર ઓફર કરવામાં આવશે. આઇપીઓમાં રૂ.6,000 મિલિયન સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ (ફ્રેશ ઇશ્યૂ) અને 13,695,466 ઇક્વિટી શેરના વેચાણની ઓફર (ઓફર) સામેલ છે. એન્કર રોકાણકાર બિડિંગની તારીખ 1 નવેમ્બર રહેશે. ઓફર 4 નવેમ્બર શુક્રવારે બંધ થશે.

ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ.350થી રૂ.368 નક્કી થઈ છે. બિડ લઘુતમ 40 ઇક્વિટી શેર માટે થઈ શકશે અને પછી 40 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.

ઓફરમાં દેવેશ સચદેવ દ્વારા 650,000 ઇક્વિટી શેરના વેચાણ મિની સચદેવ દ્વારા 100,000 ઇક્વટીના વેચાણ, હની રોઝ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ દ્વારા 1,400,000 ઇક્વિટી શેરના વેચાણ ક્રિએશન ઇન્વેસ્ટમેન્ટ્સ ફ્યુઝન દ્વારા 1,400,000 ઇક્વિટી શેરના વેચાણ ઓઇકોક્રેડિટ ઇક્યુમેનિકલ ડેવલપમેન્ટ કોઓપરેટિવ સોસાયટી યુ.એ. દ્વારા 6,606,375 ઇક્વિટી શેરના વેચાણ અને ગ્લોબલ ઇમ્પેક્ટ ફંડ્સ, એસ.સી.એ, એસઆઇસીએઆર દ્વારા 3,539,091 ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે.

આ ઇક્વિટી શેરની ઓફર કંપનીએ નવી દિલ્હીમાં દિલ્હી અને હરિયાણામાં રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં 25 ઓક્ટોબર, 2022ના રોજ ફાઇલ કરેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (આરએચપી) દ્વારા થઈ છે તથા બીએસઈ લિમિટેડ (બીએસઇ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ (એનએસઇ) પર લિસ્ટિંગ થશે. ઓફરના ઉદ્દેશો માટે નિયુક્ત સ્ટોક એક્સચેન્જ એનએસઇ રહેશે. ઓફરનો મહત્તમ 15 ટકા હિસ્સો બિન-સંસ્થાગત બિડર્સ (બિન-સંસ્થાગત પોર્શન)ને ફાળવણી માટે ઉપલબ્ધ થશે, જેમાં બિન-સંસ્થાગત પોર્શનનો એક તૃતિયાંશ હિસ્સો રૂ.200,000થી વધારે અને રૂ.1 મિલિયન સુધીની બિડ સાઇઝ ધરાવતા અરજદારો ઉપલબ્ધ કરાવવામાં આવશે તથા બિન-સંસ્થાગત પોર્શનનો બે તૃતિયાંશ હિસ્સો રૂ.1,000, 000થી વધારે બિડ સાઇઝ ધરાવતા બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ જેમાં સેબી રેગ્યુલેશન્સને સુસંગત રીતે આ પ્રકારની પેટા કેટેગરીઓમાં સબસ્ક્રાઇબ ન થયેલો હિસ્સો બિન-સંસ્થાગત બિડર્સની અન્ય પેટા કેટેગરીમાં અરજદારોને ફાળવણી થઈ શકે છે અને નેટ ઓફરનો મહત્તમ 35 ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત મળી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.