Abtak Media Google News

જામનગરની જી જી હોસ્પિટલમાં આવેલા કસરત વિભાગમાં શહેર અને ગ્રામ્યના લગભગ ૧૭૫ થી ૨૦૦ દર્દીઓ સારવાર લે છે પરંતુ ચોકાવનારી બાબત તો એ છે કે આ વિભાગના ૭૫ ટકા મશીનો રીપેરિંગના વાંકે બંધ પડેલા છે.નાછુટકે દુર ફીઝીયોથેરાપી કોલેજમાં જવું પડે છે.

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલની ઓ.પી.ડી નંબર ૧૨ એટલે કે કસરત વિભાગમાં ગોઠણનાં દુખાવો,લકવા,કમરના દુખાવા વગેરે માટે શહેર જિલ્લામાંથી અંદાજે ૧૭૫થી ૨૦૦ જેટલા લોકો વિવિધ પ્રકારના શેક લેવા આવે છે.દુખાવા માટે આશિર્વાદ સુવિધાને સતાધીશોનું જાણે ગ્રહણ લાગ્યું હોય તેમ છેલ્લા ૪ મહિનાથી ૭૫ ટકા જેટલા શેક દેવાના મશીનો બંધ હાલતમાં કબાટમાં પૂરાયેલા છે.

શેક દેવાના મશીન ૭૫ ટકા વધુ બંધ છે.તેમા રીપેરિંગનો વાંક છે.કોન્ટ્રાક્ટર રીપેર કરતા નથી કારણ કે બિલ પાસ કરતી વેળાએ સહીનો વખત આવે છે ત્યારે તે ફીઝીયોથેરાપી,ઓર્થોપેડીક અને સુપ્રિટેન્ડન્ટ ઓફીસ વચ્ચે ફંગોળાઇ છે,જેના કારણે તેને રીપેરિંગ કરવું જ બંધ કરી દિધું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.