Abtak Media Google News

અમુક નસિંગ સ્ટાફને કોરોના વોર્ડમાં ત્રણથી ચાર વખત ડ્યુટી ફાળવવામાં આવતી હોય અમુકને એક વખત પણ ડ્યુટી ન અપાતી હોવાની રાવ

કોરોના મહામારી જેવી બિમારીએ જામનગર શહેરમાં ભરડો લીધો છે ત્યારે જામનગરમાં શહેરની સરકારી અને સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની હોસ્પિટલ જી.જી. હોસ્પિટલમાં નવી ૭૦૦ બેડની હોસ્પિટલને કોવીડ-૧૯ હોસ્પિટલ બનાવી દેવામાં આવી છે. આ કોવીડ-૧૯ હોસ્પિટલના અવાર-નવાર છબરડાઓ પ્રકાશમાં આવ્યા છે. ત્યારે વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. આ કોવીડ-૧૯ હોસ્પિટલમાં નર્સીંગ સ્ટાફને અલગ-અલગ ડયુટીઓ ફાળવવામાં આવે છે. ત્યારે આ ડયુટી ફાળવવામાં પણ ગલ્લા તલ્લાની નીતિ અપવામાં આવે છે. જામનગરની હોસ્પિટલમાં પ૦૦ જેટલા નર્સીંગ સ્ટાફો છે તેમાંથી કોવીડ-૧૯ માં અડધો સ્ટાફ ફાળવવામાં આવે છે. આ સ્ટાફ ફાળવણીમાં પણ ભેદભાવની નિતી રાખવામાં આવી રહી છે. અમુક નર્સીંગ સ્ટાફને કોવિડ-૧૯માં ૩-૪ વખત ડયુટી ફાળવવામાં આવી છે તો અમુક સ્ટાફને તો એક વાર પણ ત્યાં નોકરી ફાળવવામાં આવી નથી. તો અમુક સ્ટાફને માંડ એકાદ વખત ડયુટી ફાળવણી કરાઈ છે.સાથે સાથે  એક બીજો પણ છબરડો સામે આવ્યો છે. જેમાં જે સ્ટાફને કોવીડ-૧૯માં ડયુટી આપવામાં આવી છે. જે ૮ દિવસની ડયુટી હોય છે. ત્યાર પછી આ જ સ્ટાફને જનરલ વોર્ડમાં ડયુટી આપી દેવામાં આવે છે. આ સ્ટાફનો કોવીડ ટેસ્ટ કરવામાં આવે છે કે નહીં તો આ સ્ટાફને ર-૩ દિવસ હોમ કોરન્ટાઈન કે હોસ્પિટલ કોરન્ટાઈ કરવામાં આવે છે. સામાન્ય માણસને જો કોરોના પોઝીટીવ આવે તો હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા પછી ૧૦ દિવસ સુધી હોમકોરન્ટાઈનું બોર્ડ તેના ઘરની બહાર મારી અને આ વ્યક્તિને ફરજીયાત હોમ કોરન્ટાઈન કરવામાં આવે છે. તો આ કોવીડ-૧૯ વોર્ડમાં નોકરી કર્યા પછી આ સ્ટાફનો ટેસ્ટ અથવા તો આ સ્ટાફને હોમ કોરન્ટાઈન શું કામ નથી કરવામાં આવતાં શું આ સ્ટાફને પરિવાર કે કશું નથી.? .. તો હોસ્પિટલમાં કોની દયા-ભાવનાથી સ્ટાફ ફાળવણીમાં ભેદભાવની નીતિ રાખવામાં આવી રહી છે. તે હોસ્પિટલના સુપ્રિ. એ જાત તપાસ કરી અને હેડ નર્સ તેમજ જેઓ ઓફિસમાં આ ડયુટીનું મેનેજ કરે છે તેની પાસેથી વિગતો મંગાવી જાતે તપાસ કરવી જરૃરી છે. જો કોરોના હોસ્પિટલમાં ડયુટી આપવામાં આવે તો આ સ્ટાફનું ટેસ્ટીંગ કરી અથવા તો આ સ્ટાફને ર-૩ હોમ કોરન્ટાઈન કરવામાં જરૃરી છે. અત્યારે જ ૧૦ જેટલા નર્સીંગ સ્ટાફનો રીપોર્ટ સ્ટાફે જાતે કરાવતાં તેમનો રીપોર્ટ પોઝીટીવ જોવા મળ્યો હતો.

તો જે-તે સ્ટાફ આ વોર્ડમાં નોકરી કરે છે. તો તેમને ફરજીયાત નોકરી પૂર્ણ કર્યા પછી રીપોર્ટ કરાવવો જોઈએ. તેમજ જે કોરોના હોસ્પિટલમાં નોકરી ફાળવણીમાં ભેદ-ભાવની નીતિ રાખવામાં આવે છે તે પણ બંધ કરાવવી જરૃરી છે.

આ અંગે જી.જી. હોસ્પિટલના સ્ટાફમાં પણ અંદરો-અંદર કચવાટ ઉભો થયો છે. તો આ અંગે પણ જી.જી. હોસ્પિટલનાં સુપ્રિટેન્ડેન ડો. તીવારીએ આ પ્રશ્નનો નિકાલ લાવવો જરૃરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.