Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતના  ડગલા હવે આર્થિક મહાસત્તા બનવા તરફ  મક્કમપણે આગળ ધપી રહ્યા છે, ત્યારે આજે તો વિકાસ ની સાથે સાથે વિજ્ઞાન ટેકનોલોજી અને ખાસ કરીને અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતે ઊંચી ઉડાન ભરી લીધી છે .ઇન્ડિયન સેટેલાઈટ સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન “ઈસરો”એ અવકાશયાન ને અવકાશમાં પ્રસ્થાપિત કરવા માટે દુનિયાના દેશોને પાછળ મૂકી દઈને ખૂબ જ તરકી પ્રાપ્ત કરી લીધી  છે, ઇસરોના લોન્ચ પેડ પરથી જ હવે વિશ્વના અનેક દેશો પોતાના ઉપગ્રહો અવકાશમાં તરતા મૂકે છે.. લોન્ચ પેડ અને વૈજ્ઞાનિકો ની એક સાથે અનેક ઉપગ્રહોને છોડવાની મહારત નો દુનિયા ઉપયોગ કરતી થઈ છે ,”21મી સદી ભારતની હશે’ આ ઉક્તિ અવકાશ સંશોધનમાં ભારતના નેતૃત્વથી સાચી પડતી જાય છે.

Advertisement

ચંદ્રયાન એક ના પ્રયાસો પછી ચંદ્રયાન બેની સફળ સિદ્ધિ બાદ આજે અનેક  વિઘ્નોને  વિધિને ગગનયન નું સફળ પરીક્ષણ થયું છે. ગગનયન પ્રોજેક્ટ ને યોગ્ય રીતે લોન્ચ કરવા માટે ચાલી રહેલી લાંબા સમયની મહેનત આજે ફળીભૂત થઈ છે,અને ગગન યાનથી અવકાશ માં મોકલાયેલા અવકાશયાત્રીને પુન: સુરક્ષિત રીતે પૃથ્વી પર લાવવાની ટેકનોલોજી માં ભારતે સિદ્ધિ મેળવી લીધી છે,

ચંદ્રયાન એક અને બે ના સફળ લોન્ચિંગ બાદ ભારત હવે ચંદ્ર પર સમાનવ યાન મોકલવાની દિશામાં સંશોધન કરી રહ્યું છે ,ત્યારે અવકાશ ક્ષેત્રે સિદ્ધિ માટે આજે ગગનયાનના સફળ પરીક્ષણથી ભારતગગનમાં સૌથી ઊંચી ઉડાન ભરી ચૂક્યું છે વિજ્ઞાન ટેકનોલોજી ખાસ કરીને અવકાશ સંશોધનમાં ભારતના વૈજ્ઞાનિકો ની વર્ષોથી ચાલતી આવતી તપસ્યા હવે પરિણામદાય બની છે ભારત હંમેશા ટેકનોલોજીનો ઉપયોગ માનવ કલ્યાણ માટે કરવાનું હિમાયતી રહ્યું છે

અવકાશ ક્ષેત્રના ભારતના પ્રત્યેક સંશોધન માત્ર દેશવાસીઓ જ નહીં પરંતુ કુરતીવાસીઓના કલ્યાણના હેતુના હોય છે ભારતના સફળ પરીક્ષણ થી ભારતીય વૈજ્ઞાનિકોએ વધુ એકવાર સર્વોત્તમતા પ્રસ્થાપિત કરી છે ગગનયનનું સફળ પરીક્ષણ અવકાશ સંશોધન ક્ષેત્રે પ્રથમ ડગલું બની ને  હવે અવકાશ સંશોધનમાં ભારતની  હરણફાળને કોઈ નહીં રોકી શકે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.