Abtak Media Google News

1863માં પ્રથમવાર ગર્લફ્રેન્ડ શબ્દ ચલણમાં આવ્યો: 1920માં તે એક રોમેન્ટિક શબ્દ તરીકે ઉભરી આવ્યો: પહેલા આ શબ્દ માત્ર બચપણના મિત્ર તરીકે ગણાતો હતો: પ્રારંભે આવા સંબંધો શ્રીમંત ઘરાનામાં જ જોવા મળતા હતા

આજની 21મી સદીમાં યુવા વર્ગમાં ગર્લફ્રેન્ડ રાખવાનો ક્રેઝ વધ્યો છે: વિકસતા યુગમાં તરૂણાવસ્થાથી જ બંધાતા આવા સંબંધો મુખ્યત્વે વિજાતીય આકર્ષણથી જ જન્મે છે: આજે બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ જેવા સંબંધોમાં ઘણું ખોટું પણ થઇ રહ્યું છે: 1978માં પ્રથમવાર ‘ગર્લફ્રેન્ડ્સ’ નામથી ફિલ્મ બની હતી

માનવ તેના જીવનનાં જન્મ અને મરણ વચ્ચે વિવિધ સંબંધોમાં જોડાય છે, પ્રાચિનકાળ કે ગુફાવાસીઓ પણ સંબંધો કે જુથોમાં જોડાયેલો હતો. પારિવારિક કે બ્લડ રીલેશનના સંબંધો ઉપરાંત માનવ મિત્રતા પણ બાંધે છે. સાચી મિત્રતા ઘણા વર્ષો ટકી રહેતી હતી. આજના યુગમાં આવા સંબંધોએ વરવું રૂપ લીધું છે. યુવા વર્ગમાં આ બાબતે ઘણા ખોટા અર્થઘટન થઇ રહ્યા છે. બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ જેવા રૂપાળા શબ્દોથી બંધાતા સંબંધોએ સામાજીક વ્યવસ્થા ખોરવી નાખી છે. ઘણા કિસ્સાઓમાં આજે પણ બાળપણથી ચાલી આવતા સંબંધો જૈફવયે પણ અકબંધ જોવા મળે છે. ફ્રેન્ડનો અર્થ જ મિત્ર થાય અને મિત્રતા થકી જ માનવીને કે મિત્રને ખુશી-આનંદ અને સહયોગ મળતો હોય છે. ગુજરાતી-હિન્દી બાદ વધતા વિદેશી કલ્ચર અને અંગ્રેજીના પ્રભુત્વને કારણે આપણાં ઘણા શબ્દોનો અર્થ જ બદલાય ગયો છે.

આ દિવસ વેલેન્ટાઇન-ડે જેવા નથી, પણ છોકરી મિત્ર વિશેના શુધ્ધ વિચારોની અર્થસભર જાગૃત્તિની વાત છે. આ પૃથ્વી પર 1863માં પ્રથમવાર ‘ગર્લફ્રેન્ડ’ શબ્દ ચલણમાં આવ્યો હતો, તે સમયે આ શબ્દ માત્ર બાળપણના મિત્રોના સંદર્ભમાં બોલતો હતો. 1920 સુધીમાં તો આ શબ્દ સાથે રોમેન્ટિક પાર્ટનર જોડાય ગયો અને ઘણા દુષણો ઘર કરી ગયા. 1978માં ‘ગર્લફ્રેન્ડ્સ’ નામની ફિલ્મ બની હતી. સખા, ભાઇબંધ, મિત્ર, દોસ્તાર આ વિવિધ શબ્દો અર્થ એટલે ‘ફ્રેન્ડ્સ’ તે પછી છોકરો હોય કે મિત્રતા જ કહેવાય. મિત્રનો અર્થ સુખ-દુ:ખમાં સાથ નિભાવે તે મિત્ર એટલે પરસ્પર સ્નેહનું બંધન, તેનો અર્થજાતીય સંબંધ નથી. 2004માં આ દિવસની ઉજવણી શરૂ કરાઇ હતી. 2002માં આજ વિષયને પ્રકાશીત કરતું પુસ્તક ‘ગર્લફ્રેન્ડ્સ’ ગેટવે બહાર પડ્યું હતું.

આજનો દિવસ તમારી ગર્લફ્રેન્ડ માટે તમારૂ મહત્વ શું છે, અને તમે તેના માટે તે તમારા માટે કેટલું મહત્વનું છે. તેની જાગૃત્તિ માટે છે. મિત્રતામાં પ્રેમ-હુંફ અને લાગણી સાથે એકબીજાના વિચારો-સમજનું વિશેષ મહત્વ છે. ભાઇબંધીમાં જેન્ડર બાયસ ન હોય શકે. વર્ષો પહેલા શાળા-કોલેજમાં છોકરા-છોકરીને અલગ બેસાડતા, તો ખાલી ક્ધયાઓ માટેની પણ શાળા હતી. આજના યુગમાં કે પહેલાના બધાને મિત્રની જરૂર પડે છે, જેમાં ગરબી-શ્રીમંતની ભેદરેખા ન હોવી જોઇએ. છેલ્લા બે – ત્રણ દશકાથી બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ શબ્દને કંઇક જુદી રીતે જોવામાં આવે છે.

કોલેજ લાઇફમાં કે મિત્ર સર્કલમાં ગર્લફ્રેન્ડ રાખવાનો ક્રેઝ વધ્યો છે. આવા સંબંધોના ઘણા વરવારૂપ પણ જોવા મળ્યા છે. જેમાં છોકરાની સાથે છોકરીનો પણ એટલો જ વાંક જોવા મળે છે. આજે તો નાઇટ આઉટ યુવા ગૃપો સાથે છોકરીઓ મોડી રાત સુધી જતી હોય, તો શું એના મા-બાપને ખબર ન હોય. મિત્રતાનો લાભ લઇને આજનો તૈયાર છોકરો-છોકરીને ફસાવી પણ દે છે. આજના યુથ તેની સમજ અને વિચારોથી ચાલતા હોવાથી મોટી ઊંમરનો કળીયુગ કહે છે. કારણ કે આજે ન બનવાનું ઘણું બને છે અને ન જોવાનું ઘણું જોવું પડે છે.

આજે ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડના ઓછા તળે ઘણું ખરાબ થઇ રહ્યું છે. આપણામાં સમજ આવે કે સીધા શેરી મિત્રો પ્રથમ બને છે. જેમાં છોકરો-છોકરી કોમન હોય છે. આ યાત્રા શાળા-કોલેજ અને કામના સ્થળે પણ ચાલુ રહે છે. નાની વયે બહુ ખબર ના પડતી પણ કોલેજના દિવસોમાં ટીવી-ફિલ્મો કે મિત્ર પાસેથી શીખીને આવા સંબંધો બાંધવા સૌ પ્રેરાય છે. જો આવા સંબંધો યુવાનને ન હોય તો તેને સૌ ‘બાયલો’ પણ કહે છે.

સંબંધોમાં સૌથી વધુ નુકશાન ‘ગર્લફ્રેન્ડ’ને થતું હોય છે. બાકી પુરૂષપ્રધાન દેશમાં ‘છોકરો’ છટકી જાય છે. આપણી ભારતીય સંસ્કૃતિ કે કાઠિયાવાડી અહીં આજે પણ પરિવારની આબરૂ હોવાથી ઘણીવાર આવા સંબંધોના ખરાબ કાર્યોથી તાલેશી થાય છે. જનરલી લીંગ આધારીત સંબંધો ઝડપથી બંધાય જેમાં છોકરો-છોકરા સાથે અને છોકરી-છોકરી સાથે, પણ તરૂણાવસ્થા કે મુગ્ધાવસ્થામાં આકર્ષણને કારણે સંબંધો બાધવા છોકરો કે છોકરી એકબીજા પ્રત્યે આકર્ષાય છે.

રૂપકડા નામથી બંધાતા સંબંધોમાં એકબીજા એટલા બધા આગળ વધી જતા હોય છે કે મુશ્કેલી સર્જે છે. પહેલા તો આ સંબંધોની ચર્ચા આખા ગામમાં થતી હતી, આજે લોકો ખુલ્લેઆમ સંબંધો બાંધી રહ્યા છે. એકબીજા પ્રત્યે કૃતજ્ઞતા કરવા આવા દિવસના સેલિબ્રેશન યોજાતા હોય છે, પણ આ બહાના હેઠળ પણ નવા સંબંધો આજે પણ પાંગરશે. અસુરક્ષિત જાતિય વ્યવહારો, લગ્નેત્તર સંબંધો, સ્ત્રી-સ્ત્રીના સંબંધો, પુરૂષ-પુરૂષના સંબંધો એટલી હદે વધી ગયા છે કે લોકો તેને સ્વીકારવા લાગ્યા છે. સંબંધોમાં આંધળો વિશ્ર્વાસ જ અધ:પતન નોતરે છે. આપણાં જીવનમાં ખાસ મહિલાઓ હોય તેને સન્માનિત કરવી જોઇએ. અતૂટ સમર્થન અને સ્વસ્થ સાથે આનંદ, ખુશી અને પ્રેમ લાવે.

બોયફ્રેન્ડ હોય ગર્લફ્રેન્ડ તેનો સાથ આનંદ, ખુશી અને પ્રેમ લાવે છે. આજે પણ ઘણા લોકો તેની ગર્લફ્રેન્ડને બિનશરતી પ્રેમ કરે છે. આજે તો સોશિયલ મીડીયાના યુગમાં એક મીસકોલ પણ ગર્લફ્રેન્ડ બનાવી દે છે. છોકરો-છોકરી એકબીજા પ્રત્યે પ્રેમ અને પ્રશંસાની વ્યક્તિગત અભિવ્યક્તિ કરે છે. આજે એક છોકરાને ચાર-પાંચ ગર્લફ્રેન્ડ હોય તો તેની સામે છોકરીને પણ ચાર-પાંચ બોયફ્રેન્ડ હોય છે. ઘણી છોકરીઓ માત્ર ખર્ચને પહોંચી વળવા બોયફ્રેન્ડ બનાવતી હોય છે. આજના સોશિયલ મીડીયામાં બધુ આંગળીના ટેરવે મળી જતું હોવાથી આવા સંબંધો બહુ સહેલાયથી બને અને તૂટી પણ જાય છે.

અતૂટ સમર્થન અને સ્વસ્થ સાથ સાથે આનંદ, ખુશી અને પ્રેમ લાવે

દરેકના જીવનમાં સમયાંતરે ફ્રેન્ડ્સ જોડાતા જ હોય છે. ઘણા તમારા જીવનમાં બદલાવ પણ લાવે છે. છોકરા-છોકરીના અતૂટ સમર્થન અને સ્વસ્થ સાથ સાથે આનંદ-ખુશી અને પ્રેમ લાવે છે. આવા સંબંધોમાં સ્વાર્થ આવવાથી સંબંધો તૂટે છે. આજે તમારી ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડને એક વિશ્ર્વાસ આપવાનો છે કે હું હમેંશા તારો સાથ નિભાવીશ. ગર્લફ્રેન્ડ ઘણીવાર છોડીને જતી રહે ત્યારે યુવકમાં ડીપ્રેશન પણ આવી જાય છે. જેની સામે છોકરીઓમાં પણ આવુ થતું હોય છે. આવા સંબંધોને નાત-જાત કે કોઇ વાડા નડતા જ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.